કોરોના ની તો હમણાં કહું એ…. હવે તો જેટલી ગાળો બાપ-ખાનદાન અને મા-બેન ની આપતા હતા એનાથી કેટલીય વધુ કોરોના ને ગાળો આપી ને બેઠાં છીએ.
I hope કે બધા મજામાં હશો. 🤘🤞
હજુ તો જંગની શરૂઆત થઈ છે. કદાચ જો virus ની full fledged vaccine આવી જાય અથવા તો એ automatically જ ગાયબ થઈ જાય ને તો કેવી મોજ પડે. પણ આ તો થોડાક ખુશ થવા માટે ના વિચારો છે. બાકી જાદુ ની છડી પોકારી દેવાથી કંઈ વાયરસ દૂર થાય છે?
આમ તો આની આગોતરી ચેતવણીઓ આપનારાઓ એ આપી જ હતી. કે આપણે તૈયાર રહેવું પડશે આવી કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે. હશે આપણ ને trade war, immigration policy , religion , terrorism ને એવી ઘણી બાબતો ના ચકલા ચૂંથવા માંથી ફુરસદ મળે તો આપણે વિચાર કરીએ. Education and Healthcare તો સમજ્યા હવે થતું રહેશે.
આતો શું માણસજાત પહેલાથી જ procrastinator છે. વાંહે રેલો ન આવે ને તો મજા જ ન આવે. તકલીફ એ છે કે એ ચલાવી લેવાના attitude ને કારણે basics વસ્તુઓની પણ તકલીફ પડે છે.
Chankya Chant book માં એક મસ્ત ક્વોટ છે કે The more you plan at the peacetime, the less you bleed in wartimes.
અક્ષરસહ સાચી વાત કહેલી એમાં. પણ જ્યાં લગી રેલો ન આવે ત્યાં સુધી કેમ વર્તમાન માં load લયી ને જીવવું યાર. આવશે ત્યારે જોયું જાશે લા.હવે જુઓ બંબુ ટાઈટ થય જ ગયું છે. એટલે હવે જે કરવાનું છે એની પર focus કરીએ. વાયરસ વસ્તુ એવી છે કે એને Human to Human ફેલાવું હોય છે. આપણા ને પરોપજીવી તરીકે વાપરે રાખે. સાલા હરામખોરે હવે કોઈ ને ભેટવા પહેલા શંકા જાય એવું atmosphere કરી ને મૂક્યું છે. પેલુ કહેવાય ને કે સ્પર્શ પર જ censorship લાગી ગયી. પાછુ આ જોઈ ને અમુક અક્કલના બુઠ્ઠાઓ એમ કહેશે કે અમે તો કહેતા જ હતા કે સ્પર્શ વર્જિત છે ભારતીય સંસ્કૃતિ મુજબ. અડફાઓ સાલા.
Lockdown એ ઉકેલ નથી.
Lockdown લંબાઈ દેવાય કે નહીં ?
Economy નુ શું ?
આમ તો આ આફત નવી છે. લોકોનો અભિગમ હજુ એને lightly લેવાનો છે. એવામાં આપણે ત્યાં જ્યાં system કાચી છે. Science કરતા કોઈ religious અક્કલમઠ્ઠાઓ પર વધુ શ્રદ્ધા ધરાવતી વસ્તી ને સંભાળવી કઠિન છે. વાયરસ નો mortality rate ઓછો છે હજુ તો. પણ જો ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચે વાયરસ તો સારવાર ના અભાવે મૃત્યુ વધારે થાય. એટલે Lockdown હજુ પણ રામબાણ ઈલાજ છે જ.
Government ને blame કરાય કે લોકોને ?
હવે જો Europe અને USA, જ્યાં નાગરિકો પણ શિસ્ત વાળા છે અને Government પણ ખાસ્સી developed છે. ત્યાં આગળ જો કટોકટી આવી જાય તો પછી અહીં વાંક કોઈ એક જ બાજુ નો ન કાઢી શકાય. આખી દુનિયા એ એક સાથે રહીને United Nations અને WHO પર ભરોસો રાખ્યો હતો. China તો છે જ હલકટ. એ ટણપાઓ જે ખાય એ,પણ at least આવો વાયરસ છે. એની જાત બાકી કરતા વધુ વિચિત્ર છે. એવું કહી ને આપણા ને જાગૃત કરી શક્યો હોત. પણ એતો ખંધા ખેપાની ની જેમ અમે પોકી વલશુ ના રાજમાં રચ્યા પચ્યા રહ્યા.એમા જ દાટ વાળ્યો.
મુદ્દા પર પાછો આવું તો જુઓ.અહી Government અને Public કોઈ નો ચોખ્ખો વાંક નથી.બેઉના પક્ષે plus and minus છે. એની ચર્ચા થવી જોઈએ અને એક બીજા પર દોષારોપણ કરવા કરતાં improvement કઈ જગા પર આવે એના માટે. બાકી આના લીધે આમ થયું ને આમનાથી ફેલાયો ની વાતો હવે મૂકી દઈએ. હવે જરાક આગળ કેમનું કરવું એની રણનીતિ અપનાવવી વધુ બહેતર રહેશે. જરાક અમથી વાતોમાં Banner લયી ને નીકળી પડનારાઓને કાબૂમાં રાખી ને,ધીમે ધીમે બધા social distancing અને sanitizer ના rules follow કરાવવા અઘરા છે. એમાં પાછું આપણું India એટલે તો પછી વાત મૂકી દો. Management of 1.3 Billion minds only. 😂
(અમુક દેશોને તો વસ્તી નો આંકડો સાંભળી ને જ મોદીજી કાંઈ પણ કરે એ સાચું અને સારું જ લાગે છે. કેમકે આટલી વસ્તીની અંદર કોઈ પણ કામ એ 1 or 0 ના order માં ન હોય. We are fucking quontom computers, which works on 0 to 9 states.)😂
આ વાક્ય engineer લોકો માટે જ છે.
પણ આમ career અને goals ની પાછળ ભાગતા-ભાગતા જરાક ભૂલા પડી ગયા હતા. Corona એ આવી ને અનિશ્ચિતતા નું ચક્ર સમજાવ્યું. પણ હશે પેટ નો ખાડો પૂરવા તો ભાગવાનું જ છે. એટલે પહેલા મને પણ એમ લાગતું કે કદાચ બધા cases ને isolation માં રાખવાથી આ વાયરસ ને સંપૂર્ણ પણે દૂર કરી દેવાશે પણ એ ફ્ક્ત આંખ પર પાટા બાંધીને ચાલવા જેવું છે. હવે જ્યાં લગી એક પણ active case હોય આખા world માં ત્યાં સુધી ફરીથી આવી રીતે ફેલાવા ની શક્યતા છે.
(પાછું જે લોકો ને રોગ થયેલ છે અને સાજા થયેલા છે તેમને બીજી વખત infection ના chances કેટલા ટકા ?)
હું medical expert નથી પણ આ શક્યતા નકારી ન શકાય. વાયરસથી દરેક Human body ને protect કરવા તો vacssines જોઈએ. અને જેમને થયો હોય એમનાથી આભડછેટ રાખી ને જીવવું તો શક્ય નથી. આ ચીજ એવી છે કે શતરંજ(Chess) માં બધા ખાને Check આપી ને બેઠી છે. Government અને Scientist ને તો છેડેચોક challenge આપે છે. એ લોકો તો અમુક કારણોસર ભરાયેલા જ છે પણ પ્રજા છે ને એ Chess ના પેદા જેવી હોય એને મારવી સહેલી છે પણ જો નજર ચૂકવીને સામે છેડે પહોંચી જાય ને તો કોઈ ને પણ જીવનદાન આપી શકે.
બસ આપડે એ જ કરવાનું છે.
હવે ની વાતો જ્યાં સુધી vaccine ન આવે અથવા તો જાદુથી virus ભાગી ન જાય ત્યાં સુધી applicable કરવી જ પડશે એવી છે.
(Herd immunity પણ કરવામાં જોખમ છે જ. જે દેશ પાસે contact tracing and surveillance system મજબૂત હોય એમને પોસાય. Medical system તો ઘા કરે એવી જોઈએ. પાછી બધા લોકોની medical history ની જાણ હોવી જોઈએ. તો પછી એ લોકો herd immunity નો માર્ગ અપનાવી શકે. એ પણ હળવેકથી. India જેવી વિશાળ વસ્તી આને ટાંચા resources થી એ શક્ય જ નથી. Testing kits નો unlimited supply જોઈએ. વસ્તુ જો કાબૂ બહાર જાય તો એને રોકી શકવા ની arrangements જોઈએ. એટલે herd immunity એ લાંબા ગાળાના સુખદ સમાચાર છે. પણ એ જો બેકાબૂ થાય તો પરિણામ ખરાબ આવે.Economy પણ બચાવવી પડે પણ હાલ તો Lockdown લંબાઈ ને જ થોડા સમય ખમી જવાનું છે. રોજ નું કમાઈને ખાનાર ને સાચવી લેવા પડશે. નહીં તો ભૂખમરા થી વધારે મૃત્યુ થશે કોરોના કરતા.)
Personal hygiene મોટા ભાગે જેમની પાસે ઘર છે અને બાથરૂમ ની સગવડ છે એવા લોકો ત્વરિત અમલ કરી શકશે. જેમની પાસે નથી એવા લોકોનું પ્રમાણ છે એમના માટે સગવડ કરવી જ પડશે પણ હાલ જેટલા લોકોને જાગૃત કરી શકીએ એટલું સારું છે. Mask and sensitisers ને સવારે મંદિરમાં અચૂક કરાતા ચાંલ્લા અને પ્રસાદ ની જેમ ગ્રહણ કરવા પડશે. ઘરમાં આવી ને ક્યાંક પણ અડ્યા વગર નાહવું. એ કપડાં ને અલગથી ધોવા એ ટેવો કેળવવી પડશે. HOSTEL માં અઠવાડિયા લગી ન નાહનારી public ની હાલત ખરાબ થવાની છે. કપડાં પણ ધોવાના પાછા એ નફામાં.
હજુ આટલું ઓછું તો પાછું જેટલી વસ્તુઓ બહારથી લાવો. જેમકે શાકભાજી, દૂધ અને એ સિવાયની edible વસ્તુ ને ચોખ્ખી ધોઈને વાપરવાની. ઘરમાં નોકર હશે તો હવે થી એમને કામએ રાખતા વિચાર કરશે લોકો. આ કડવું સત્ય છે. કોઈ ના પેટ પર લાત મારવાની વાત નથી પણ અમુક સમય સુધી આવું કરવું જ પડશે. જાતે જ શક્ય એટલું hygiene level રાખવું પડશે.
માવાની પિચકારીઓ અને જાહેરમાં ગમે તેમ વર્તન કરતા લોકોને અચાનક safe distance પળાવવુ એ તો મને ખુલ્લી આંખનું સ્વપ્ન જ લાગે છે. કદાચ રોગ નો ડર ચમત્કાર બતાવે અને લોકો સુધરી પણ જાય. શક્યતા ઓછી લાગે છે. Lockdown માં વગર કારણે બહાર ફરતો વર્ગ હતો જ.
કે આપણા ને શું ?
હવે social distance રાખી ને જ ચાલવું પડશે ને. બાકી Lockdown ના શરૂઆત ના દિવસે હું કરિયાણું લેવા ગયો. મેં usually distance જાળવ્યું અને line માં ઉભો રહ્યો. હવે મારી પાછળ જ એક 18 એક વર્ષ નો છોકરો અંતર જાળવ્યા વગર ઉભો રહ્યો. મારો બાટલો ફાટ્યો. સીધું ચોપડાવી નાખ્યું કે ખબર નથી પડતી આટલું થવા છતાં તમે social distancing ના ચીંથરા ઉડાવો છો. એ પછી દૂર ઉભો રહ્યો. આપડી પ્રજા ને જાહેરમાં કેમ વર્તવું એની તો ખબર છે નહીં. એમાં પાછું આ નિયમો આવ્યા નવા. જાહેરમાં ન થૂંકવાથી માંડી ને હાલતા ચાલતા એક safe distance જાળવવું. Professor Gora N Trivedi એ એક સરસ video upload કર્યો છે. કે આપણે કરી રીતે જાહેરમાં આપડા 2 hands નો separate use કરીને વાયરસ transmission નું risk ને ઓછું કરી શકીએ. હા, આમાં risk જ ઓછું જ કરવાનું છે. Full warranty નથી. sanitizer tunnels અને thermal scanning mandatory બનાવવા પડશે.
હજુ industry લેવલ એ ઘણાં સુધારા જરુરી છે. જે લોકો ઘરમાં બેસી ને કામ કરી શકે તેઓ ને કંપની એ છૂટ આપવી જ પડશે. જેથી કરીને Human transmission શક્ય એટલું ઓછું થાય. બાકી transportation માં તો હું Bombay ની Local train and Ahmedabad ની BRTS માં social distancing assume પણ નથી કરી શકાતું. 😅
એટલે જ જેટલા કામ આપડે ઘરે બેસી ને કરી શકીએ તે best રહેશે. બાકી હવે passbook update કરાવા Bank ને તકલીફ ન અપાય જો તમને mobile આવડતો હોય તો. અમુક જેમને ન ફાવે એમની વાત અલગ છે.આવા નાના નાના steps લેવા પડશે. Vegetable purchasing હોય કે બીજું કાંઈ. લાઈનમાં ઉભા રહી ને ખરીદવા ને બદલે પહેલે થી લખાવી ને પછી લેવા જવું પડશે. શક્ય હશે તો area wise બહાર નીકળી શકવાના list પણ આવી જાય. હજુ પણ હું Mumabi ની Local train અને અમદાવાદ ની BRTS ને imagine જ નથી કરી શકતો. આટલી બધી public ને Social Distancing થી travel કરાવવું અશક્ય છે. દરેક firm કે કંપની એ shift અથવા તો દિવસો wise એમનું જે કાંઈ પણ કામ હોય એ ગોઠવવું પડશે. આપડી public transport system પહેલાથી overload માં હતી. એટલે શક્ય હોય તો ઘરમાં જ રહી ને કામ કરાવવું પડશે.
કોઈ મોટો plant હોય તો એમને man power નું transportation કરાવવું અઘરૂં પડશે. જે manufacturing plant માં એમના employees ને રાખવા માટે ની colonies હશે તેઓ ને સારૂં પડશે. એ જ સગવડ કરવી પડશે કે man power એના કામ ના સ્થાનથી શક્ય એટલો નજીક રહે. આ વાત તો urban planning and development વાળા વર્ષોથી કહે છે. એનો અમલ બીજી ઘણી બધી રીતે સારો રહેશે. બાકી transportation ને Social Distancing થી proof કરવું અઘરું છે. Economical cycle ને બેઠી કરવા સાથે આ infection spread ન થાય એના માટે બહુ મોટી exercise કરવી પડશે. આનો કોઈ એક રામબાણ ઈલાજ નહીં હોય. સ્થાન અને સમય ને અનુરૂપ નવા નુસ્ખાઓ અજમાવવા પડશે જેથી experience વધે આનો સામનો કરવા માટે નો.
Manufacturing ને shift wise ચલાવી ને ઓછા વ્યક્તિ બોલાવા પડશે. સાથે સાથે work place પરની system બદલાય જાશે. શક્ય એટલું કામ computers જોડેથી લેવું પડશે. Company ની common assets ના use પહેલા ને પછી sanitizer નો ઉપયોગ અચૂક કરવો પડશે.
આ બધા ઉપાયો એમણે ઓછી work force બોલાવી ને જ કરવા પડશે. જેથી Risk Assessment કરી શકાય અને આ infection ફેલાવા ના બીજા ભયસ્થાનો ને ઓળખી ને એના પર Poka-Yoke લગાવી શકાય.
(પોકા-યોકે એક જાપાનીસ શબ્દ છે. (આપણે પાછા તેલથી આગળ ના વધ્યા હોય ને એટલે ન ખબર હોય…..😜😂) જે Mechanical Engineering માં આવે છે. આનો મતલબ છે Mistake Proofing. જ્યાં પણ ભૂલ થવા ના chances હોય ત્યાં આ system લગાવી દેવા ની. જેથી એ ભૂલ થાય જ નહીં એવી રચના ગોઠવી દેવાની. આમાં પણ એ જ કરવું પડશે.)
જેમકે પીવા ના પાણી પર નળ લગાવા નો જ નહીં. Automatic બોટલ નીચે મૂકી એ એટલે પાણી ચાલુ થાય. જેથી લોકો હાથ લગાવે જ નહીં. Mechanical Engineer પણ કામમાં આવે હોં. 😛😜
આવા અખતરા કરી ને આ વાયરસ ને બીજા ના શરીર માં enter જ નહીં થવા દેવાનો.
આમ કરવાથી Industry ચાલુ થશે. નાની industry માટે આવી મોટા ગજાની system બનાવવી અઘરી છે પણ હવે innovative જુગાડ અપનાવવી લેવા નો સમય આવી ગયો છે. બાકી પરિણામ ખરાબ આવશે.
એક વસ્તુ કઠશે કે હવે ભીડ શબ્દથી અંતર રાખવું પડશે. અમુક નક્કામા religious god દ્વારા ભેગી કરાતી ભીડથી છૂટકારો મળશે પણ સાથે સાથે નવરાત્રી જેવા ઉત્સવોમાં પણ કાપ આવશે. સૂકા ભેગું લીલું પણ બળશે. (Political rallies પણ નહીં થાય. 😜)
આવા ઘણા બદલાવ જોવાના છે. પણ એનો મતલબ એમ નથી કે આ પૂર્ણવિરામ છે. આ તો ફ્ક્ત અલ્પવિરામ છે.
કદાચ આપણે આપડી સ્વતંત્રતા નો ભોગ આપવો પડશે જેથી આપણી આગળની પેઢી સ્વતંત્ર રીતે જીવી શકે.