સાહિત્ય

ખબર નથી કે આ નામ કોણે પાડ્યું છે પણ જો મનુષ્ય એ ભાષા નો વિકાસ ના કર્યો હોત તો ખબર નહીં આજે માનવજાત આ મુકામ એ પહોંચી હોત કે નહીં….

મારા માટે તો આણે મારી Girlfriend ની ગરજ સારી છે.કેમકે ગુજરાતી સાહિત્ય અને ભાષા એ મારે માટે અતુલ્ય છે.મારા ઘડતર નો પાયો છે આતો.

મનુષ્ય જ્યારે સમજણો થયો ત્યારે ઈશારા થી માહિતી નુ આદાનપ્રદાન કરતો રહ્યો અને જ્યારે વાત આગળ ની પેઢી ઓ માટે ની આવી તો ચિત્ર લિપિ તરફ વળ્યો અને ત્યારે જ શબ્દ લિપિ ના પાયા નંખાઈ ગયાં. આપણા વિચારો જે મનુષ્ય ની સાથે આવેલી એક અદભૂત સંરચના છે તેને વ્યક્ત કરવા માટે જ ચોસઠ કળા નો વિકાસ થયો અને માનવ જીવન માં વળાતી ગઇ. વિચારો નુ આદાનપ્રદાન દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા વ્યવસ્થિત રીતે થાય છે અને સાહિત્ય એ આના માટે બહુ મોટો રોલ ભજવ્યો છે.

ભાષા ની definition શું હોય?

એક એવી લાગણી જેની રચના એક છે પણ અભિગમ અલગ છે…..

Advertisements

હિંચકો-ઝૂલો

આ માર માટે શબ્દો થી ઊપર છે.કેમકે બીજુ કોઈ સાંભળે કે નહીં પણ મારો હિંચકો મારી વાત સાંભળી જ લે છે. મને લગાવ વધુ છે કેમકે આ હિંચકો મને દાદા તરફ થી વારસા માં મળ્યો છે અને મે લીધા હોય એવા મહત્વ ના નિર્ણય નો સાક્ષી રહેલો છે અને પાછો ત્રણ પેઢી થી વફાદાર છે

હિંચકો જાણે મારા મને સમય ને રોકી રાખવા નુ યંત્ર છે કેમકે વર્તુળ ની જેમ જ આ infinite છે જેનો અંત નથી અને આરંભ નથી. જ્યારે પણ હિંચકે ઝૂમી એ ત્યારે એક સમય નુ ચક્ર એક જ લૂપ માં ફરી વળ્યું હોય મન ના વિચારો નુ આવગમન ઊભુ રહી જાય અને દુનિયા થંભી ગઇ અને આપણે ઝૂમી રહ્યા છીએ આ મજા છે ઝૂમવા ની.

કેમકે હિંચકા ની ગતિ મને કહે છે કે જીવન માં ક્યારેક તો તમે જ્યાં થી શરૂઆત કરી હશે ત્યાં આવી ને ઊભા રહેશો અને આના સિવાય પણ મને તેની એક વાત ગમે છે કે પ્રયત્ન કર્યો તો થોડી વાર જ ચાલુ રહેશે અવિરત ગતિ શક્ય નથી એક વાર ના પ્રયત્ન થી.આ મારા દિલ ની નજીક છે એટલે આ તો મારી લાગણી નો પ્રકાર જ હિંચકો છે જે મારા ઉદ્વેગ, ઉન્માદ, પ્રેમ, ગુસ્સો જેવી દરેક લાગણીઓ ને શરૂઆત માં તેની ગતિ જેવી તીવ્રતા અને પછી ધીમે ધીમે શાંતિ તરફ લઈ જાય છે.

જેને રોજ સાંજે હિંચકા પર ની ચા પીવા માટે મળે તેને જીવતે મોક્ષ છે.

સંબંધોની પારાશિશી 

સંબંધ એ ખૂબ જ મજા નો શબ્દ છે કેમકે આ એક જ એવો શબ્દ છે જે છેતરી પણ જાય છે અને આપણા માટે જીવ પણ આપી દે છે.

મને આમ તો મારી આજુબાજુ ચાલતી વસ્તુઓ પર વિચાર કરવાનો શોખ છે.આમે ગર્લફ્રેંડ ના હોય એટલે નવરા બેઠા આજ બધું કામ થાય.મને સમાજ ની વાતો વિરોધાભાસી લાગે છે એટલે કટાક્ષ કરી લઇ એ છીએ એનો મતલબ એમ નથી કે વિકૃત આનંદ લઉ પણ બધા સમજતા થાય અને વિચારો રજૂ કરવામાં કોઇ પાપ નથી.

પતિ-પત્ની, માં-બાપ,વેવાઈ-વરોઠ,પિતા-પુત્ર, દોસ્તી, ભાઈ-બહેન.

ઘણા બધા પ્રકારના હોય છે.ક્યાંક સ્વાર્થની સીડીમાં અને ક્યાક નિસ્વાર્થ રૂપ ઝરણા માં સંબંધ ચઢાવ ઊતરાવ અથવા તો વહેતો રહે છે યાર પણ ખબર નહીં કેમ માં અને બાળકો વચ્ચેનો સંબંધ એકબીજા વગર શક્ય નથી તેમ છતાં પણ કેમ મોટા થયા બાદ સંબંધો માં ઓટ કેમ આવે છે.

મારે મને આનો ટોપલો અપેક્ષા પર ઢોળી શકાય કેમકે જ્યારે સંબંધ સહજ અને સહજતા ને મૂકી ને અપેક્ષા અને અપેક્ષિતતા ઓનુ આવરણ ઓઢી બેસે ત્યારે મૂળીયા હલતા વાર નથી લાગતી અને ક્યારેક એકબીજા ના જીવન માં કરાતી વધુ પડતી દરમ્યાનગીરી આપણ ને ભારે નુકસાન કરે છે.થોડો સમય આઘા રહોતો સામે ચાલી ને ઉણપ અનુભવી શકાય છે.

 આ બધું મને આડંબર જ લાગે છે જાણે કે મ હું કોઈ નગ્નતા ના ચશ્માં પહેરી ને ન ફરતો હોઉં એમ.કેમકે આપણે કેમ એકબીજા સાથે આવી રીતે વર્તણૂક કરીએ છીએ? કેમ લગ્ન જરૂરી છે ? કેમ ક્યારેક કોઈ ની ઊપસ્થિત અકળામણ અને અનુપસ્થિતી એની યાદ અપાવે છે.

આવુ બધુ કેમ છે…..

અને હા એવું નથી કે આ પેઢી કાચી છે સંબંધ રાખવા માં અને આનો મતલબ એ પણ નથી કે આવનાર સમય માં આખી દુનિયા ખરાબ સ્વાર્થ માટે જ પ્રેમ કરશે.દરેક યુગ પોતાની સાથે સારી ને નઠારી વસ્તુઓ લઈ ને આવે છે ફરક એટલો કે આપણે શું સ્વીકાર કરીએ છીએ.

વ્યવહાર 

ભારતીય સંસ્કૃતિ માં જોવા મળતો એક પ્રકારનો રિવાજ……

આની અધોગતિ માં આશીર્વાદ ને પણ આપણે પૈસા ના વ્યવહાર થકી જોડી નાખ્યો. મૂળતહ વાત ઉમળકાથી આપવામાં આવતા આશીર્વાદ અને સ્વૈચ્છિક રીતે જે કાંઈ આપો એ ચાલે કેમકે મહત્વ ના આશિષ અને ઉમળકો હોય છે પણ અર્થઘટન માં પાવરધા આપણે એની પ્રથા જ બદલી નાખી. એક ઉદાહરણ આપુ 

મારા દાદા નુ મ્રુત્યુ થયું ત્યારે મરનાર ની પાછળ એક વાસણ અને બુંદી આપવી અને રાબેતા મુજબ મે સવાલ પૂછ્યો અને જવાબ એક જ આવે કે કરવું પડે મે ખાલી પૂછ્યું કે બધા સગાઓ પાસે વાસણ છે જ તો પછી કીધું કે યાદગારી માટે છતા મારી દલીલો ચાલુ જ હતી કે મારા દાદા ની યાદગારી એક વાસણ ની મોહતાજ ન હોય તે તો તેમના કાર્ય ના લીધે ઓળખાશે જ. પછી ફૂવા આવ્યા મદદ એ કે આ પ્રથા ચાલુ કરવાનો મૂળ હેતુ એ કે પહેલા આવા જવા માટે સાધનોની સગવડ પાંખી એટલે સહેજ પણ બે-ત્રણ દિવસ થઈ જાય એટલે આપણે આવેવા મહેમાનો ને રસ્તા માં ખાવા માટેના વાસણો અને જમવાનું આપીએ છીએ.

આપડે આ વસ્તુ પાછળ નુ લોજીક ને તો અભેરાઈ એ મૂકી આવ્યા અને એક ગધ્ધા પૂંછડી પકડાઈ ગઈ.

નફરત થઈ જાય જ્યારે માણસ એનુ ગજું ન હોવા છતાં સમાજ ના ભોગે ન ફાવતા વ્યવહાર વ્યવસ્થા ની ગધેડી પકડી છે.લગ્ન, મામેરું, જનોઈ આ બધુ આવી ગયુ આમા…..

અહીયા ચાંલ્લા ના કવર ના વજન મુજબ આવતી વેળાએ નુ આમંત્રણ આપવામાં આવે છે.

ગવાડા

ગામ…
મારા ખ્યાલ મુજબ આપણી મૂળતા સાથે જોડાયેલ શબ્દ છે જે આપણ ને આપડી ભૂતકાળ ની પેઢી તેમનો સંઘર્ષ અને તેમની મીઠી યાદ સાથે જોડે છે. ગવાડા મૂળે મારું ગામ નથી આતો મારા મિત્ર નિહાર નુ ગામ છે વિજાપુર ની બાજુમાં આવેલ છે.

મારું મૂળ ગામ ઈડર(સાબરકાંઠા) પણ પરદાદા અહી અમદાવાદમાં આવી ગયા અને ત્યાર  બાદ ધર ત્રણ એક પેઢી લગી સચવાઈ ગયું પણ દાદા એ સંબંધી ને આપ્યું અને મને જીવન ભર નો વસવસો રહી ગયો કે આપણે જ્યાં થી આવ્યા જેની પર આજ ની આ પેઢી ઊભી થઈ છે એના ઇતિહાસ સમુ એ ઘર સચવાઈ ના રહ્યું કેમકે મને તો ગામ માં ઘર બહુ ગમે કેમકે મારા માટે આ એ એક અનુભૂતિ છે જે મને મારા વડવા સાથે જોડાયેલો રાખે છે.આજે હું જેવો છુ તેમાં મારા વડવાઓ એ જે શિક્ષણ આપ્યું તેનુ જ હું વહન કરી રહ્યો છુ. આખા વિશ્વમાં ક્યાંય પણ સેટ થઇ જઉં પણ મારા મૂળિયાં ગામ થકી જ રહેશે.

હમણાં જ અમારુ આખું મિત્રો નુ ટોળુ ગવાડા નિહાર ના ત્યાં ગયા હતાં જોકે આ બીજી વાર નુ હતુ અમે કુલ આઠ જણ હતા. નિહાર,ઉત્કર્ષ, શર્મા, મહેક,કાકો,ઓઝા,મિલાપ અને હું.ત્યાં તેમનુ ખેતર  પણ છે અને ખબર નહીં કેમ ગામ સાથે પ્રેમ થઈ ગયો જાતે રાંધીને ખાધુ અને ગણી ગણી ને વસ્તુઓ ન અપાય એ ગામ ના લોકો એ સહકાર આપ્યો આવો જ અનુભવ ગિરનાર વખતે ભેસાણ ગામમાં થયો હતો અમે આશરે આઠેક જણા એક મિત્ર ના ઘરે રોકાણ કર્યું  હતું અને ઘર તો મિત્ર ના પપ્પા ના મિત્ર નુ હતુ પણ જે સગવડો આપી ને સાચવ્યા હતા દાદ આપુ છુ કાઠિયાવાડી ધરતી ના સંસ્કાર ને કેમકે આટલા અજાણ્યા લોકો ને ઘરે રાખી ને સાચવી લેવા માં મારુ મન કચવાટ અનુભવે કેમકે હું કદી પણ ગામડામાં રહ્યા નથી વધુ પણ વિશ્વાસ પર દુનિયા કાયમ છે એનો અનુભવ મને કાઠિયાવાડી ધરતી એ આપ્યો.❤️❤️

ગામ ની બીજી વસ્તુ મને ત્યાં નુ આકાશ ગમે અમે બધા મોડી રાત લગી ધાબા પર જ હતા ફોટોગ્રાફી ચાલુ હતી અને ફાટી ત્યારે જ્યારે મહેક એ કીધું કે સાલું ફોટા માં નવ જણા આવ્યા છે સાલી ફાટી ગઈ હતી કેમકે અંધકાર અને શાંતિ ઘર ની પાછળ ખેતર અને જ્યારે પોતાની શ્વાસ અને ધડકન સંભળાય અને આવા સળી કરવા વાળા દોસ્તો હોય એટલે હોરર મૂવી ની યાદ અપાવી દે.પછી બીજા દિવસે ની ચૂલા પર ની ખિચડી અને છાશ મજા આપી પણ ટાઈમ નો ખ્યાલ ન રહેતા થોડી બળી ગઈ અને કૂકર એ આંખો એ પાણી લાવી દીધા અને ભૂતો ની વાતો એ બાથરૂમ જતા એ બે જણ ને જોડે લઈ જવા પર મજબૂર કરી નાખ્યા કેમકે ડર વાતાવરણ માં થી પેદા કરવામાં આવ્યો હતો પણ મજા કાઈક અલગ હતી અને ટોળી આપડી હોય ત્યારે તો સ્મશાન પણ આનંદમયી લાગે છે.

આ રહ્યી ભૂતોની ની જમાત.

બીજા માં ખિચડી.
અને આમ બે દિવસ ની જાત્રા પૂરી કરી.

Conclusion-જો આપણ ને ખબર જ નહીં હોય કે આપણે ક્યાંથી આવ્યા છીએ તો આપણે ઓળખાઇશુ કેમના.#shashitharoor

આજ નુ યુવાધન

હું ઘણી વાર ઘરે દાદ અને દાદી સાથે ચર્ચામાં ઊતરી જતો કે કઈ પેઢી વધુ સારી તમારીકે પછી અમારી ?????

અને પોત પોતાના વિચારો રજુ કરતા અને એના પર થી હું અમુક તારણો પર આવ્યો હતો બેશક તમને ન પણ ગમે કે તમે સહેમત ન પણ થાઑ. 

એમની પેઢી મારા મુજબ બહુ નીતિ નિયમો અને આજ્ઞાંકિત વાતાવરણ માં ઉછેર પામેલી અને અમે એક તરફ ના કહી શકાય એવા મુક્ત વાતાવરણમાં ઉછેર થયો મને તે પેઢી ની એક વાત ગમતી કે આજે આપણે સતત કાઈક નવું ને નવું માગી એ છીએ કેમકે ઝડપ જાણે ટીવી ના પરદા પર ફરતા દ્રશ્ય ની જેમ લોહી માં વણાયેલી છે અને આમે ટેકનોલોજી નો બદલાવ અમારી પેઢીમાં સૌથી વધુ આવ્યો છે એટલે ઝડપ એ અમને ધીરજ થી કામ લેવડાવવા માં કાચા છીએ પણ બીજી બાજુ બદલાવ ને અપનાવી લેવા માં પાવરધા છીએ.

અહીં વાત કમ્પેર કરી ને કોણ કોના થી ચઢીયાતું છે તેની નથી પણ બેઉ વિચારધારા ને સાથે લાવી ને તેમાં થી બેસ્ટ રીઝલ્ટ લાવવુ એ મારો ધ્યેય છે. બેશક જો બેઉ પેઢી પોતાનો કક્કો ખરો કરવામાં રહે તો શીખી રહ્યા આપણે એક બીજા સાથે થી.મારા મને તો મને એવા ઘરડા લોકો ગમે છે જે લોકો બદલાવ ને સ્વીકારી ને આપણા સાથે કદમ મિલાવીને હાલે અને આ બદલાવ ના ભયસ્થાનો વિશે સાવચેત કરે તેમના અનુભવો પરથી પણ બદલાવ ને સમજ્યા વગર અપનાવ્યા વગર બૂમાબૂમ કરતા જડ લોકો નથી પસંદ.

માનીએ છીએ કેઆ પેઢી માં અમુક ખામીઓ છે અને તેને સુધારવા માટે આપડી ઊપર ની પેઢીએ આગળ આવવું પડશે કેમકે આ generation gap નામક શબ્દ એ ધણુ બધુ સહન કરાવ્યું છે મને આપણે ભેગા થઈ ને એવા સમાજ ની રચના કરવાની જરૂરિયાત છે જેમાં આ બે પેઢી સાથે કામ કરે અને આવનારી પેઢી માટે ચક્ષુ બને.

આ બખવા નુ પ્રયોજન ફક્ત એટલું હતુ કે બે પેઢી વચ્ચે નો સેતુબંધ કાયમ રહે કેમકે હું આના થી દઝાયેલો છુ તેથી મે મારી આવનારી પેઢીને માટે ના દરવાજા ખુલ્લા રાખ્યા છે તેમને સમજી ને અપનાવે પ્રેમ ની ગાંઠ થકી નઈ કે જોહુકમી થકી કેમકે બેઉ ને એક બીજા ની જરૂરિયાત છે અને આમ પણ યૂવાની માં પ્રશ્નો વધુ અને અનુભવ ઓછો હોય છે અને ઘડપણ માં વાત ઉલટી થઈ જાય છે.

ધંધો

બે અક્ષરો નો શબ્દ અને દરેક પ્રોધ્યોગિકી સંસ્થાન મા ભણતા student નુ સપનું કે કરવો તો ધંધો જ છે પણ બધા સફળતા નથી મેળવી શકતા જાણુ છુ અને જેને પૈસા ની તાતી જરૂરિયાત છે તે આ સાહસ કરવામાં પાછો પડે પણ તેમાં એ અપવાદ હશે. કેમકે ધંધો સમય માગી લે અને સફળતાની ખાતરી આપી શકવી અઘરી છે.

નોકરી કરવી એ કાઇ ખોટું નથી પણ મારા મન મુજબ ગુલામી છે અને આ મારો અંગત અભિપ્રાય છે બની શકે વિચાર સરણી મુજબ તેઓ સાચા હશે પણ ધંધો નાનો હોય પણ આપડા વિચાર મુજબ કામ કરવા ની અને ભૂલો કરી ને શીખવા ની મજા અલગ છે.બની શકે કે ધંધો કરી ને બધા ઍલન મસ્ક ન બની શકે પણ આપણી મરજી થી જીવવા ની અને કોઇ ની જોહુકમી ની ચિંતા નહી એમાં મારા મુજબ મજા છે.

મોટી કંપની મા આપણ ને challenging લાગતા પ્રોજેકટ મલે પણ મારા મને નાનુ પણ આપડા દમ પર કરવામાં આવ્યું હોય એવું કામ મહામૂલુ છે.

અને સફળતા ની શક્યતા ઓછી હોય એટલે પ્રયત્ન પણ ના કરીએ એ ખોટું છે. કેમકે નોકરી કરતા લોકો ને પુછ્યું તો કહે ધંધો કરાય અને ધંધા વાળા નોકરી નુ કે એટલે આપડ ને જે ગમે એ અલ્લડ બની ને કરવા નુ અને એ અભિગમ જ આપડ ને આગળ લઈ આવશે……

નોકરી માટે લઘુતાગ્રંથિ નથી પણ બસ એક જ ધૂન છે મન માં ધંધો (અને નોકરી ન મળે એટલે આજ એક ઉપાય છે.)😂

એક અનુભવ

(કોલેજમાં l and t કંપની આવી 25 હજાર રૂપિયા માં એટલે સુરતના એક મિત્ર ખ મજાક કરી કે આના થી વધારે તો સુરત માં હીરાઘસુ નો પગાર છે અને ઉમેરી ને કહ્યું કે નાનો ધંધામાં કમાવી લેવાય ત્યાં એક બીજા દોસ્ત એ કહ્યું કે બકા reputation તો l and t ના સાહેબ બનવા માં છે નાના ધંધામાં ઈજ્જત શું તારી. ત્યારે એક મિત્ર એ સરસ જવાબ આપ્યો કે જો કરસનદાસ પટેલ એ ઘર ઘર જઈ ને સાબુ વેચવા માં ઈજ્જત નો વિચાર કર્યો હોત તો આજે નિરમા કંપની ઊભી ના હોત.)