અબે ઓ ટણપાઓ. તમારી હમણાં કહું એ BC. Panic નથી થવાનું એ વાત સાચી પણ chill મારવાનું કોણે કીધું.ગેલસફ્ફાઓ છાની-માની ઘરમાં બેસી રહો.
માફ કરના ગુસ્સામાં આમ-તેમ જતો રહું છું.😅😅
મજાક બાજુ પર મૂકી ને થોડીક વાતો કહેવાની છે. Corona થી થોડાક panic થાવ તો સારું છે. હું Medical expert નથી પણ socially કેટલીક વસ્તુઓ ને observed કરી ને કહી રહ્યો છું. તમને આ virus માટેની બધી જ information હું last માં એક link મૂકી ને એની અંદર થી સમજી લેવાનું કહીશ. WHO ની જ website છે. આપણે નથી doctor કે microbiologist. આપણું knowledge virus ની રચના સમજવામાં કાચું પડશે. ચાલે એની technical માથાકૂટમાં આપડે નથી પડવાનું. Scientist કામ કરે છે vaccines માટે. Doctors હોસ્પિટલમાં એમની ફરજ બજાવે છે. એમને support આપીએ. તમે ઘણું બધું વાંચ્યું હશે પણ દરેક what’s app news ને સાચા ન માનો.અફવાથી બચો. Official Twitter handles follow કરો. WHO એ what’s app પર એક helpline number શરૂ કર્યો છે. એનો screenshot મૂકું છું. એમાં Hi લખી ને મોકલો એટલે general information આવશે.

+41 79 893 18 92
હવે જુઓ જે લોકો Social Isolation ને નથી સમજતા અને follow નથી કરતા એમને એક મસ્ત મજાનું ખરાબ સ્વપ્ન બતાવું છું.
Social Isolation – સામાજિક અંતર
આનો મતલબ એમ છે કે તમારે ઘરમાં બેસી ને બહારની દુનિયા સાથે physical સંબંધ કાપી દેવાનો છે.
અરેય ના યાર મારે તો કામ હોય. જવું જ પડે. ના ચાલે. આવું વિચાર કરતી પ્રજા ને એક દુઃસ્વપ્ન બતાવું. Corona ની સામે સાવચેતી ન ભરી એટલે રોગચાળો વકર્યો છે. India માં રોજ ના 5000 નવા case આવે છે. Hospital એ 60 years થી ઉપરના લોકોનો ઈલાજ કરવાનો બંધ કર્યો છે. જેટલા જવાન લોકો બચે છે એટલા ને બચાવા પ્રયત્ન ચાલુ છે. Doctors મૂંઝાઈ જાય છે. કેટલા ને સાચવવાના. એક વાત છે કે દર્દી ના સગા સંબંધી ઓ માથાકૂટમાં નથી પડતાં. કેમકે તેઓ પોતે દર્દી બનીને બેઠા છે. આખી Health care system ચૂસાઈ જાય છે. ફરજિયાત બધી industry બંધ કરવી પડે છે. રોડ સૂમસામ છે. લોકો બહાર નીકળી નથી શકતા. એમના કોઈ પણ સંબંધી ને મળવા નથી જઈ શકતા. શાકભાજી અને દવાઓ નથી આવતી. કેમકે બધું બંધ છે. Communication industry પણ ધીમે ધીમે બંધ થાય છે. લોકોનું Internet નથી ચાલતું. કેમકે ત્યાં કામ કરતા લોકો નું schedule ખોરવાઈ ગયું છે. લાખો લોકો ને hospital મા સાચવતા ધીમે ધીમે Doctors નો જોશ ઉતરી જાય છે.
ફાટી ગયી ને અને જો હજુ ન ફાટી હોય ને તો પછી ભોગવજો. આ સમય આવી શકે છે. જો તમે લોકો ને અત્યારે બચાવવા માટે social Isolation ને મહત્વ નહીં આપો તો ખરેખર આવી બનશે. જાણું છું લોકો ના કામ-ધંધા બંધ થશે પણ જો રોગચાળો વકર્યો તો 1 month પછી તો ના કામ-ધંધો હશે ના તો લોકો. Economy પછી બચાવી શકાય.એને માટે market નો king customer જીવતો અને ખરીદી કરી શકતો જોઈએ. બાકી શુ તંબૂરો વેચશો. તમને લાગતું હશે કે આ કાંઈ વધારે પડતું tension લે છે. એક Italy નો picture મૂકું છું. જેમા એમને ત્યાં patients કેટલીક ઝડપથી વધ્યા એનો અંદાજ આવે. થોડું ડરશો તો નાના બાપના નહીં બનો.

જોઈ લો ધારી ને કે એમની ભૂલો એ એમને ક્યાં પહોંચાડી નાખ્યા. ફ્ક્ત 6.3 કરોડ વસ્તી છે. ગુજરાત જેટલી,પણ ત્યાં social Isolation ને મહત્વ ન આપ્યું. એના જેવું આપણે થશે કે નહીં એ સમય બતાવશે પણ આંખ સામે ના Data ને નજર અંદાજ ન કરાય. બાકી અહીં વસ્તી વધારે અને લોકો સમજદાર ઓછા છે. આટલા મોટા દેશમાં આટલી વિકરાળ જનસંખ્યા ને કાબુ કરવી. જો સરકાર પડી ભાંગે અથવા તો દેશમાં આંતરિક અરાજકર્તા પણ ફેલાઈ શકે. એટલે કહ્યું કે જો તમને એમના ભવિષ્ય ના ખતરા ન દેખાતા હોય તો please વડાપ્રધાન ની વાત માનો. Isolation કરો. શક્ય એટલું Human interaction ઘટાડો.
એકદમ crucial position અને business ચાલું રાખવા ના છે. Pharmaceutical અને Food industry એ આ વાયરસ ન ફેલાય એટલે તકેદારી રાખવી પડશે. રોજની દવાઓ અને અનાજ ના supply chain ને ચાલુ રાખવો પડે. 1.3 billions લોકો ને ખાધાખોરાકી અને દવાઓ આપવાની છે. તમે વિચારો યાર એક pharmaceutical industry બંધ થાય અને દવાઓ નું કાળાબજાર ચાલુ થાય ને તો વાટ લાગે.
એટલે જ સારું એ છે કે આ વાયરસ ની પહોંચ અટકાવી એ. એક વાર એ ફેલાતો અટકાવો જરુરી છે. એના case ઓછા હશે તો Doctors સારી રીતે એનો ઈલાજ કરી શકશે. આપડે China જેટલા strong નથી. હજુ ત્યાં શું ચાલે છે એનો real data આપણી પહોંચમાં નથી. જરાક સમજો ભીડમાં ન જાઓ અને બધા precautionary steps લો.
આપણી ઉપરની generation હજુ પણ નથી સમજતી કે social Isolation માં રહીએ. ઘરના નોકર અને એમના સિવાયના દરેક લોકો ને સમજાવીએ અને ઘરમાં રહેવા કહીએ. ઘણા લોકો ની રોજીરોટી પણ અસર પડશે. એમને કપાતા પગારની રજા ન આપો. તો જ એ લોકો ઘરે બેસીને isolation follow કરશે. તમે પણ આવી રીતે તમારા efforts આપી ને લોકો સુધી વાત લઈ જાઓ. હજુ government એ clear guidelines નથી આપી કે કયી industry ને બંધ રાખીને ખતરો ટળી જાય એવું કરીએ. અમુક crucial સિવાય ની industry બંધ કરવી જોઈએ. તત્પુરતા સમય માટે. તમારા family ને પણ બહાર જવા-આવવા માટે strict guidelines આપો. તમે સમજો અને એમને આવું સમજાવો. તો જ એ લોકો માનશે. મારો આ જ પ્રયત્ન છે કે Government at least અમુક industry અને public transport બંધ કરે. ચોક્કસ વસ્તુઓને ચાલુ રાખો.
એક આડવાત કે આ દુનિયામાં છેને વસ્તુઓ grouping ના સિદ્ધાંત પર ચાલે છે. માણસ લોકો ને ભેગા કરી ને કામ કરતા શીખ્યો એટલે ટક્યો છે. We are the fucking collective intelligence. We used to think through individual intelligence which is shaped through collective intelligence. એટલે જ સહીયારા પ્રયત્નો કરો આને માટે.
બાકી મારે શું એવો attitude તમારા ભેગો આખી માનવજાત ને લઈ ડૂબશે. તમને ખબર છે આજથી હજારો વર્ષો પહેલાં આપણા વડવાઓ એ સાચું decision લીધું અને આ દુનિયામાં ટક્યા. એમનું એક ખોટું પગલું અત્યારે આપણું અસ્તિત્વ ભૂસી દેત. એટલે કે આપણે હોત જ નહીં. I hope કે આપણે આવી ભૂલ નહીં કરીએ.
For current generation –
બધો મદાર તમારી પર છે. તમે જ સમજાવો બધા ને. ડર તો ડર. ઘરના ને ધાક-ધમકી પણ આપો. Social Isolation જ એક tool છે. આની સામે લડવા માટે. બાકી vaccines હોય તો માણસો ની આટલી ફાટે જ નહીં.
Togather we’ll hunt down this beast.
आप भगवान पर भरोसा करते हैं ?
क्या पता भगवान हमारे भरोसे बैठा हौ।
A dialogue from a movie called Manjhi- The mountain Man.
Thanks a lot for support dear.
LikeLiked by 1 person