Student – પણ સર આવું કેમ થાય ?
Sir – અરેય આમજ હોય. ચોપડી માં લખ્યું તો છે.
બાળકોની જીજ્ઞાસા ની તો………..
તો Educational System પર પાછળના પાંચેક આર્ટીકલ બાદ, આપણે હવે આપણા છઠ્ઠા આર્ટીકલ તરફ જઈએ. હાલની પરિસ્થિતિ ને કારણે ફરીથી online education પર આવી પહોંચ્યા છીએ. જોકે બાળકો ખુશ થાય છે.તે જોઈને મજા આવી. પ્રેશર કૂકર જેવી રમતથી છૂટકારો મળ્યો તેમને થોડોક સમય.
હવે આ આર્ટીકલ ના મુખ્ય મુદ્દા પર આવીએ.
જીજ્ઞાસા (curiosity).
આવું કેમ ? આમાં આમ જ કેમ ?
સવાલો પૂછવા તો બાળક નો સામાન્ય સ્વભાવ છે. બાળકોને આશ્ચર્ય થયું, અને સવાલ આવ્યો નથી. દરેક બાળકમાં આ ગુણ હોય જ છે. સમય જતાં upbringing મુજબ આનું level વધ-ધટ થયા કરે. એને સંતોષકારક જવાબ મળે, તો બાળક એનો quest ચાલું જ રાખે. સવાલો અને જવાબો ની સંતાકૂકડી ચાલુ જ રહે છે.
Curiosity એટલે જરૂરી નથી કે બાળકો science and technology જ ના સવાલો પૂછવાના છે. સવાલો ગમે તે હોય શકે. ઘણા સવાલો એવાય હોય કે આપણે જવાબ આપતાં થોથવાઈ જઈએ.
આપણે ખાટલે મોટી ખોડ એ છે, કે આપણા ને question papers માં પૂછાતા પ્રશ્નો જ ગમે છે. એમાં most imp માટે તો બાળકોને અને વાલીઓને ફાંફાં મારતા જોયા હોય. કોક ની guide લઈ આવીને તેમાં tick કરેલા સવાલો ને પોતાની ગાઈડમા ટીક કરે. જેથી પરીક્ષામાં મદદ થાય. અમારા એક Guajrati ના ટીચર એવું સમજાવતા, કે પાઠ્યપુસ્તક માં લખેલી લાઈન જ બેઠી જવાબમાં લખવાની. જોકે ઘણા બાળકો class માં બધાની વચ્ચે સવાલ પૂછતાં ડરે. બધે લોચા હોય. કોર્સ પૂરો કરવાની લાહ્યમાં curiosity ને ઠનઠન ગોપાલ. જોકે જ્યારે હું ભણતો ત્યારે જવાબ મેળવવાના source ઓછા હતાં. School માં આખા ક્લાસમાં પૂછવાની હિંમત ન થાય. એટલે tution માં નકટા થઈ ને ભલે ભણવા સિવાય ચર્ચા આડે પાટે ચડી જાય. પૂછી જ લેતો. જોકે Batch tution માં એ ટેવ પણ છૂટી ગઈ. આગળ જતાં તો યંત્રવત ક્લાસમાં બેસી રહેતા. વિષય એટલો કંટાળાજનક બનાવે કે વાત ન પૂછો. પાછો mind set એવો કે પરિક્ષા માં પાસ થવાનું છે ખાલી. સમજ્યા, ન-સમજ્યા તો તેલ લેવા ગયું. નાનપણથી આ ટેવ હતી. જે આગળ જતાં ખૂબ નડી હતી.
માં-બાપ ઘણી વખત સવાલ નો જવાબ આપતાં કંટાળો કરે છે. તને નહીં સમજાય. આવા તે કાંઈ સવાલો હોતા હશે. જા તારા સાહેબને પૂછી લે. સાહેબ તો એમનો કોર્સ પૂરો કરવાની લાહ્યમાં છે. બાળક આવી ઘરેડમાં પડી ને પછી સવાલ પૂછતું જ બંધ થઈ જાય. એને ખબર હોય કે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. પૂછાવાનો જ છે. આપડે કેમ માથાકૂટ કરવી. પ્રકાશ ને સાત રંગ હોય જ છે. છોડ આમ જ ઉગે. આપણા ને counter argument કરવા ની ટેવ છોડાવી દેવાય છે. બસ accept કરી લો. ભલે Newtown ના નિયમો સાચા પણ એને counter કરે તે ખરો. નહીં તો Einstein સર્જાયો જ ન હોત. વિજ્ઞાન ને આમ ખાલી PPT ની અંદર વીડિયો બતાવીને ન શીખવાય. બેઠું આલ દો. સામો સવાલ આવે જ નહીં. સમાજવિદ્યા માં ટાઈમ લાઈન ગોખાવડાવે. અબેય history જેટલો મસ્ત વિષય. એનાથી તમને
નફરત પેદા કરાવી દે. એમાં ઘટના અને તે સમય ના જે પાત્રો હોય, તેમની situation, ત્યાર ના લોકો શું વિચાર કરતા તે. આવું કશું જ ન ભણાવાય. ફક્ત આવું થયું એ કહી દો. ક્યાં સંજોગોમાં અને કેવી પરિસ્થિતિમાં તે ઘટના થઈ, તેનો તો કોઈ અતો-પતો જ નહીં. ગણિત માટે તો special શોર્ટકર્ટ્સ થી દાખલો કેમ ગણાવાય, એની જ લાહ્યમાં રહેતા સાહેબો.
બાળકને સંતોષ થાય તેવી રીતે એને જવાબો ખોળી આપવામાં મદદ કરવી જોઈએ. જો તેને ખરેખર જાણવાની ઈચ્છા હોય તો તેના જે તે સવાલ ને લગતું reading મટીરીયલ આપો. એને કહો કે આ વાંચી જા. આમાં તને સવાલ નો જવાબ મળી જાશે. તે ધીમે ધીમે જવાબ જાતે મેળવશે. ઘણાબધા informative questions ના જવાબ readymade મળી જ જાશે. જ્યારે એનાં માં તર્ક શક્તિ ખીલશે ત્યારે તે જવાબો પર સામી counter argument કરશે. તમે બાળક ને બળજબરીથી વાંચવા બેસાડીને, તેની પાસે પરીક્ષામાં પૂછાય એવા જવાબ ready કરાવશો,તો એ મોઢું જ બગાડશે. કેમકે આપણે કોઈ પણ વિષય બાબતે સવાલ મનમાં સ્ફુરે, તેવો પ્રબંધ કરતા જ નથી. આની મોટી અસર તો બાળક મોટા માધ્યમમાં જાય ત્યારે ખબર પડે છે. સવારથી સાંજ સુધી તે teachers ને સાંભળી ને પાછો આવે છે. જાણવાની ઈચ્છા હોય તો વિષય રસથી ભણાય. જોકે teachers નો ઉત્સાહ પણ જોઈએ. ટીચર્સ જાણે મરેલા મડદાં ની જેમ એક જ પાઠ્યક્રમ (course) વર્ષોથી ભણાવતા હોય,એમ પોપટની જેમ બક-બક કરી ને ભણાવે જાય. આ સવાલ ના જવાબ અને દાખલા ના steps સરળતાથી યાદ રહે તેના માટે નીત નવા નુસ્ખાઓ લાવે.
આપણા ને જવાબો તૈયાર કરવાની ટેવ છે. એટલે જ નવા સવાલો આવવા પર લમણે હાથ દઈને બેસી જઈએ છીએ. જો બાળક ના મનમાં આવતા સવાલો ના જવાબ મેળવવા માટેની જીજીવિષા પ્રગટાવી દઈએ તો તે નવા સવાલો જોઈને ડરવાની બદલે બાળક રોમાંચિત થશે. RJ ધ્વનિત ની એક બચપન બચાવો ની talk હતી. તેમાં guest એ ઈઝરાયેલ નું એક ઉદાહરણ આપ્યું હતું. કે ઈઝરાયેલ માં માતા-પિતા એમના બાળકો શાળાએ થી આવે એટલે એમ નથી પૂછતાં કે આજે શું ભણ્યો ? તેઓ એમ પૂછે છે કે આજે તમે ટીચર્સ ને કયો મસ્ત પ્રશ્ન પૂછ્યો ? આ વસ્તુ સાચી કે ખોટી તે નથી ખબર, પણ વિચાર ખૂબ જ સારો છે. દરેક બાળક જો પ્રશ્ન પૂછશે તોજ તો તે ટોપિક માં involvement લેશે. આ રીતનું encouragement ખોટું નહીં. મને એક કિસ્સો યાદ છે. શાળામાં સાહેબ વિજ્ઞાન ભણાવતા અને શબ્દ આવ્યો કે દૂધ નું pasteurization કરવામાં આવે છે. સાહેબ એ કીધું કે ઘરે કેમ દૂધ ને ગરમ કરી ને પાછું ઠંડું કરે છે. દૂધ નોર્મલ રીતે ઉનાળામાં 40 થી 45 °C એ ફાટી જાય છે. ગેસ પર ગરમી તો 100 °C જેટલી હોય છે. તો ત્યારે કેમ નથી ફાટી જતું ? કાલે આનો જવાબ લઈને આવજો.
સવાલ સરળ હતો. જોકે એ સમય પર માહિતી ના સ્ત્રોત ઓછા. એટલે બધાને સવાલ challenging લાગ્યો. બીજા દિવસ એ જવાબ આવ્યો. કે કદાચ બેક્ટેરિયા ને 40 to 45 °C તાપમાન માફક આવતું હોય શકે. એથી વધારે કે ઓછું નહીં. જોકે ક્લાસમાં થી એક જ જણે તુક્કો માર્યો હતો. તે જવાબ સાચો હતો. તેણે વિચાર કરીને, ઘરે મમ્મી સાથે વાત કરી ને તીર માર્યું હતું. બીજા કોઈ પણ લોકોએ વિચાર કરવાની તસ્દી ન હતી લીધી. એ જોઈને દિલ દુખ્યું હતું. કે સાવ આવું. કોઈ સામી દલીલ પણ ન હતું કરતું. આ તકલીફ આજે પણ છે.
હાલ બધાને એમ છે કે યાર Google બાબા છે ને. કોઈ પણ સવાલ આવાં દો. આપણે Google પર લખીને જવાબ લેતા આવશું. મારે એક clarification આપવું છે. Information અને knowledge વચ્ચે એક પાતળી ભેદરેખા છે. Google પર માહિતી મળે છે. એક પ્રકારનો બેઠો જવાબ. No doubt as a information ના source માટે લાજવાબ છે. જોકે knowledge એટલે જે તમારા અંત:કરણ માંથી ઉદ્ભવ્યું છે. Like a new thought. જે તમારા મનમાંથી આવ્યો છે. હા information હતી અને તેના પરથી નવી વસ્તુ સૂઝે તેવું બને. Information એ knowledge માટે ની પ્રેરણા બની શકે છે. Google એ information નો source છે. આપણા ને તે information supply કરે. આપણે તેને applied કરવાની છે. કોઈ વસ્તુ સુલઝાવવા માટે. Google applied કરતાં ન શીખવી શકે. દરેક સવાલનો બેઠો જવાબ ન પણ હોય. આપણું દિમાગ પણ વાપરવું જોઈએ. Google બાબા પર થી જવાબો બઠાવાથી કાંઈ નો વળે. Knowledge based education નો આ ફાયદો છે. આપણાં ને જાતે વિચારતા કરે.
સવાલ તમને ક્યાં લઇ જાય તેનો એક સાચો પ્રસંગ કહું.મારો મોટો ભાઈ એ ઉનાળાની રજાઓમાં ઘરે આવતો. દાદા એ અમને Chess રમતાં શીખવાડ્યું. અમે બન્ને કોમ્પ્યુટર પર ચેસ રમતા. Windows 98 માં inbuilt ગેમ આવતી. કોમ્પ્યુટર અમને બંનેને હરાવી નાખતું. મારો ભાઈ પૂછે કે દાદા આ કોમ્પ્યુટર કોણે બનાવ્યું ? દાદા કહે કે આપણા જેવા માણસો એ જ બનાવ્યું. મારો ભાઈ કહે, આ કેવું ? આપણે બનાવ્યું, છતાં આપણાને હરાવી જાય. બસ એના મનમાં પીન અટકી ગઈ. કે હવે તો આ કોમ્પ્યુટર ને શીખીને જ રહું. આજે મારો ભાઈ કોમ્પ્યુટર engineer છે. આ જીજ્ઞાસા એ તેને એનું career પસંદ કરવામાં મદદ કરી. હાલમાં engineering વાળા ને computer science કેમ લેવું જોઈએ ? એમ પૂછીએ તો કહે એમાં package વધારે મળે. જોકે મને વસ્તુઓને ખોલીને repair કરવાનો શોખ લગાવનાર તેજ. કોઈ વસ્તુ બગડે. તો તેને ખોલીને એની કાર્ય રચના જાણવાની એનામાં અજીબ તાલાવેલી હતી. જે આજની તારીખે પણ મારા પ્રેરણાસ્ત્રોત છે.
હવે વાત કરીએ education માટે બાળકોમા curiosity કેમની પેદા કરવી.આનાં માટે અમારી team હાલ Games and Toys develop કરી રહી છે. જેના થકી અમે બાળકોની curiosity ને બુસ્ટ મળે તેવો પ્રયાસ કરીશું. અમારો મૂળ હેતુ તેમને વિચારતા કરવાનો છે. તેની આગળ નો રસ્તો તે ખુદ નક્કી કરશે.
Saras
LikeLiked by 1 person
Khub khub aabhar
LikeLike