Hey કેમ છો બધાં ?
આજે આશરે છ એક મહિના પછી લખી રહ્યો છું. એજ્યુકેશન પર ની સીરીઝનો જ આ સાતમો ભાગ છે. હમણાં થોડા સમય પહેલા મારા દોસ્તાર યશ સાથે થયેલી વાતચીત નો નીચોડ પણ છે. એજ્યુકેશન પર અમારી ચર્ચા 2015 થી વાર તહેવારે અવિરત ચાલતી જ આવી હતી. મૂળે અમે બન્ને નગેન્દ્ર વિજય દાદા ના ચાહકો. અમારે સતત એજ્યુકેશન પર વાતો થતી જ રહે. એક એન્જિનિયરિંગ કોલેજમાં જ્યારે સાહેબ ભણાવા બેસે અને આખો ક્લાસ ને ઝોકા આવતા જોઈ, અમે ખૂબ હસતાં.
હું પોતે Education Field માં Toys and Games બનાવવાનો પ્રયત્ન કરું છું. તેથી તે ઘણી વખતે તેમાં inputs આપતો. અમે હસતાં હસતાં વાત કરી કે આપણા ગ્રુપ નું bonding લેબ ના ૨ કલાકોમાં જ થયું છે. મેં કીધું કે સાચી વાત છે. આપણે અડધી કલાક ભણતા ને બાકી નું ગપ્પા મારવાં માં જ કાઢી દેતા. યશ કહે યાદ કર કે અડધો કલાક પણ ભણતા ? 😂😂😂
હાલ તે Higher Studies માટે વિદેશ ગયો છે. તેણે ત્યાં ની education system ની ઝલક આપી મને. તેણે મને સવાલ પૂછ્યો કે મને કહે કે આપણા institute ના Professors નું કામ શું ?
મે કહ્યુ કે ભણાવવા નું. આપણા ને guide કરવાનું. યશ ના કહેવા મુજબ આમાં ભેદ છે. કે Professor નું કામ જો ખાલી information pass on કરવાનું હોતું તો કદાચ FM Radio ની શોધ પછી બહું ઓછા લોકો teachers બન્યા હોત. આજે કોમ્પ્યુટર ના video and audio માધ્યમ દ્વારા તો આપણે easily બદલાવ લાવી શકતે. તેનો કહેવાનો મુદ્દો એકદમ સરળ હતો. કે professor નું કામ ખાલી આપણા સુધી information આપવાનું નથી. તેનું મહત્વ નું કામ છે આપણા ને તે subject સાથે જોડી દેવાનું. તેમાંથી અગણિત શક્યતા ઓ તપાસવા માટે આપણા ને motivate કરવા નું. આ છે teacher નું અસલી task. બાકી information તો આજે અગણિત માધ્યમ થી આપી શકાય છે. જો કે ટીચર્સ આજે પણ information provider જ છે. જો સાહેબ ને એ subject ભણાવતાં goosebumps જ ના આવે, તો તે teacher તેના વિદ્યાર્થી ઓ ને કઈ રીતે ઇન્ટ્યુશન આપી શકશે. એક રીત થી ક્લાસ માં આવી ને આખું presentation વાચી જનાર Professor પ્રજાતિ હજુ છે. મોટે ભાગે બધા તેવા જ છે. આપડે ત્યાં એન્જિનિયરિંગ teaching માં આવનારી પ્રજા મોટે ભાગે Industry દ્વારા રિજેક્ટ થયેલી હોય છે. બસ તેમનું લાસ્ટ સ્ટોપ teaching છે. ઘણા એવા professors ને જોયા છે. જેમના માટે PHD એ ફક્ત એક સારી University માં જોબ લાગે તેને માટે હોય છે. રિસર્ચ જાય તેલ લેવાં.
અમારી ચર્ચા દરમ્યાન મને એક અમારી કોલેજ નો કિસ્સો યાદ આવ્યો. જો કે તે કિસ્સો અમારા ઈજનેર હોવા પર કલંક છે. એક સાંજે અમે બધા unlimited pizza ખાઈ ને પાછા ફરતા હતા. ત્યા જ અમારા એક દોસ્તાર ની ગાડી puncture થયેલી જોઈ. બધા Mechanical Engineer એટલે Jack ચઢાવી ને બોલ્ટ ખોલ નાખ્યા. પણ સાલું ટાયર બહાર આવતું જ નહીં. મેં પણ પ્રયત્ન કર્યો. છતાં મારું મગજ પણ ના હાલ્યું. પાછી group માં છોકરીઓ પણ ખરી. એટલા માં એક જણ mechanic લઈ ને આવ્યો. અમે બધા સાઈડ માં ખસ્યા. તેણે એક જ ફટકો માર્યો ટાયર ના પાછળ ના ભાગે અને ટાયર બહાર. ને આમ તો તે ફટકો મારા ગાલ પર પડ્યો. મારા હાથ માં રહેલું YouTube મારી પર હસી રહ્યું હતું.
આ અવદશા હતી so called mechanical engineers ની. મને તો ઢાંકણી માં પાણી લઈ ને ડૂબી જવા નું મન થઈ ગયું હતું. અમે કાગળ પર ના સારા ઈજનેર હતા. જોકે ના તો અમને કઈ નવું બનાવી શકતા આવડતું, ના તો અમને જે હતું તે રિપેર કરી શકતા આવડતું. અમે ના ઘર ના,ને ના ઘાટ ના રહ્યા હતા. આ કિસ્સો યાદ કરી ને હું નેં યશ વળી પાછી આ Education ની વાતે ચડ્યાં. અમને બધું ઇજનેરી કોલેજોમાં ભણાવવા માં આવતું પણ તેનું 10 ટકા પણ અમે apply નહતા કરી શકતા. અમારા ઘણાં professor આવી ને વાચી જતા. અને એ આખો class સૂતો હોય. પાછળ GRE,CAT and GATE ની preparation ચાલે. આ હાલ હતો.
અમારી વાત દરમ્યાન તેને એક કિસ્સો કીધો. કે મેં Jet Propulsion ભણવા નો એક course લીધો હતો.જે એક ઇન્ડિયા ની ટોચ ની કહેવાતી સંસ્થા હતી. યશ ના મુજબ કોઈ માણસ Airoplane ભણાવે ને તો એના માં આખાં subject ને રજૂ કરવા ની eagerness હોય. યશ એ કીધું કે તેમણે શરૂ કર્યું types of aeroplane. એના બાદ તો તરત જ સીધી classical ગણતરી શરૂ કરી નાખી. યશ ના કેહવા મુજબ આ શાખા પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ ખૂબ જ developed થઈ છે. As a Professor તેઓ Subject ની અંદર વિદ્યાર્થીઓ નો રસ જાગૃત થાય તેવી વાત જ ના કરે. એકદમ mechanised aspect લઈ ને બોલે જ રાખે. આમ તો સાહેબ તેવા હોવા જોઈએ કે તે ભણાવે તો મડદા પણ ઊભા થઈ જાય.
આ વાત સાથે હું 100 ટકા agree થયો. જેમકે સાહેબ ભણાવે ત્યારે Masters પતાવ્યું હોય. ત્યારે બે – ત્રણ વર્ષ સુધી PHD ની તૈયારી કરે. તે જ કોલેજમાં કોઈ સિનિયર પ્રોફેસર જોડે subject લેવાનો. બીજા જે છોકરીઓ ભણતા હોય તેમને આ જ project નો એક નાનકડો ભાગ આપવા નો. એવા બે – ત્રણ વર્ષ કાઢો એટલે પેપર બગાડવા માટે કરેલું રિસર્ચ તૈયાર. પેપર બગાડવા માટે નું એટલે કે સાલું મોટા ભાગે કોઈ Industry માં તે apply કરી શકાય તેવું હોતું જ નથી. બસ ખાલી પ્રોજેક્ટ ના નામ ફેન્સી આપી દો. આતે કાંઈ રીત છે. બધા projcet ઈન્ડસ્ટ્રીમાં apply કરવા શક્ય નથી તે માન્યું. પણ અહીંયા તો બધા આ એક જ ઘરેડ ના બંધાણી છે. બસ ચૂંથવું એક જ નિયમ. આ નજરે જોયેલું સત્ય છે. પેપર પર મોટી વાતો. બાકી industry વાળા ભગાડી મૂકે જો લઈને જાય તો.
એટલે જ હાલ સૌથી સરળ વસ્તુ એન્જિનિયરિંગ છે. 🙂
Curiosity is the key.
અમારી વાતચીત નો અંત એક ખૂબ જ શેખચલ્લી આઈડિયા દ્વારા થયો. કેમ ઇજનેરી કોલજોમાં દરેક semester માં ફક્ત એક જ પ્રોજેક્ટ પતાવવા નું task હોવું જોઇએ. જેમકે આખો Project એવી રીતે ડિઝાઈન કરેલો હોય કે જેમાં જે તે સેમસ્ટર નાં subject નું અમુક જ્ઞાન કામ માં લાગે જ. ઈજનેર ની ખરી જરૂર Workshop માં છે. જ્યાં તેને કઈ ક Create કરવા માટે મળશે. બાકી તો કાગળ પર ના ઈજનેર રહી જાશું.
હાલો ત્યારે વધુ આવતા અંકે.