એક સંબંધીના ત્યાં જવાનું થયું. એમનો દિકરો દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. સ્વાભાવિક પણે ભણતરની વાત ચાલુ થઈ. એ હોશિયાર હતો. એટલે મેં મજાકમાં કહ્યું કે,
તું બની જઈશ Engineer અને સારી કોલેજ પણ મળી જશે.તો મને કહે ના રે, આપણે તો specific IIT માં જવું છે.
મેં કહ્યું બરોબર છે. ચાન્સ મળે તો પોકી જવાય.
મેં વાત આગળ વધારી field, અને કેમ specific IIT જ. તો કહે,
કે તેના computer science ના package સાંભળ્યા છે ?
હવે મેં તો ભોળા ભાવે ના પાડી. આપણે ઝાઝું જાણીએ તેવો ઘમંડ નહીં.
એ કહે સૌથી વધુ પેકેજ મળે છે. GOOGLE અને Microsoft ના હોય છે.
મેં કહ્યું એ બરોબર પણ Engineering જ કેમ ?
કાંઈક તો હશે ને કારણ ?
તો કહે ના બસ IIT crack કરવાની છે.
આપણે તો શુભેચ્છાઓ પાઠવી ને નીકળી ગયા. જોકે એને સમજાવી શક્યો હોત, કે તારા રસ મુજબની stream લેજે. કોલેજ પાછળ ન ભાગતો. તો પણ તેના ઘરવાળા મારી મહેનત પર પોતું જ ફેરવી નાખત.
એટલે પછી રહેવા જ દીધું.
જ્યારે રીતસરની Placement ના નામ પર લોકો ને engineering ની stream કરતાં, college ની પાછળ ગાંડા ની જેમ ભાગતા જોવું ત્યારે અહો આશ્ચર્યમ થાય!!
કે આમાં Engineering ની તો કોઈ ને પડી જ નથી. આમને તો ચાર વર્ષ પછી આવનારા પેકજ પર જ ડોળો છે. બાકી stream અને interest તો કૂવામાં ગયો.
હું interesting learning વિશે વાત કરું ત્યારે લોકો !!😁.અરે બાપરે આવું તે કાંઈ ભણવામાં હોય ?
એમા મજા પણ આવે ?🤔
ભણતર interesting હોય એવું કહીએ, ત્યાં જ students આપણાને હસી કાઢે. ખરી વિડંબણા છે. ભણવું તો ખાલી package લેવા માટે. બાકી બધું સમજ્યા એમ.(Economical stability માટે બરાબર છે.)
એટલે પછી બધા college ના professors કરતાં એના placement cell નો head કેવો છે, તે ચેક કરવા જાય છે. અમે કોલેજ માં હતા, ત્યારે અમુક માં-બાપ લગ્ન વાંચ્છુક બાળકો ને લઈ ને જેમ સામેના પક્ષે મળે. તેવી જ રીતે કોલેજ જોવા આવે. અમે Laboratory માં હોય. તો તેમને બધા equipment and professors નો ચિતાર આપી નાખીએ, પણ એ લોકોની pin સામેવાળો કેટલું કમાય છે, તેમ placement પર જ આવે. Expectations સાંભળીને અમને આફરો આવી જાય. કે ભણવા મોકલે છે, કે પછી ખાલી નોકરી લેવા.
No doubt પૈસા જરૂરી છે. ના નથી એની.આ તો stream કરતાં placement ને મહત્વ આપવું. માં-બાપ જે strem નું placement ઓછું આવતું હોય, તો એમ જ કહે એમના બાળકો ને, કે આમાં ના જવાય. જોતો placement જ નથી.
Engineering ગયું તેલ પીવા. આ mindset વિચિત્ર છે.
IIT માં મળે તો સારું જ છે. ત્યાં professor અને resources બહું સારા છે, તથા તમને એક સારૂ environment મળે.બાકી IIT ના કોર્સ ખાસા એવા NPTEL પર છે. જેને ભણવું જ છે, તેના માટે field મહત્વપૂર્ણ છે. બાકીનો રસ્તો આપોઆપ મળી જ આવે.
લગભગ હાલમાં એક આર્ટીકલ મુજબ JEE Advance માં જેટલા લોકો બેસે,અને seats of IIT નો રેશિયો ૧૧૫:૧ નો છે. બાકી ના લોકો ને IIT નથી જ મળવાની. અહીં public જેટલા કૂદકા સારી કોલેજ અને Placement લેવા માટે કરે છે, તેના દસમા ભાગની ય પ્રજાતિ Engineering માં નવું શીખીને કાંઈક બનાવવા વાળાઓની નથી મળતી. આ મસ્તમજા નું યૌવન આ competitive exams ચૂસી લે છે. બચેલી જવાની ઘર settle down કરવામાં.
માન્યું કે મહેનત કરવી પડે,પણ જેમાં મોજ માણી શકાય એવી મહેનત કરવાની હોય ને. જે મહેનત ઢસરડા કરાવે,એને તો ગધ્ધા-મજુરી કહેવાય.
આમાં જે લોકો course કવર કરી લે છે. Topics ને સહેલાઈથી grasp કરી લે છે. તેઓને કાંઈ તકલીફ નથી. એ લોકો પેલા 115 માંથી એક માના છે. જેને IIT crack કરી છે. વાત બાકી રહેલા 115 ની છે. જેમાંના કેટલાય લોકો થોડાક માટે રહી ગયા હશે. એમણે cut off સુધી પહોંચવા માટે કેટલાય કલાકો ની practice કરી ને સમયનો ભોગ આપ્યો હશે. એવા લોકો સમજતા નથી, કે આ exam નો મૂળ હેતુ short time ની અંદર કોણ precision સાથે દાખલો solve કરે છે, એના માટે છે. કોઈ એક વ્યક્તિ same દાખલો એક મિનિટમાં ગણે તથા બીજી એ જ વ્યક્તિ એને ત્રણ મિનિટમાં ગણી કાઢે. તો આમાં ફરક ફ્ક્ત speed નો છે. Competitive exams આ જ ફરક પર ચાલે છે. ત્રણ મિનિટ વાળા માણસ ને એક મિનિટ સુધી પહોંચવા માટે કેટલાય કલાકો સુધી practice કરવી પડે છે. આ બધા લોકો પેલા 115 વાળા છે. જે ફ્ક્ત speed ના કારણે રહી ગયા છે.
તમે try આપો. પણ એ exam ને તમારો sole purpose of life તો ન બનાવો. આ નહીં તો બીજું કાંઈ નહીં. Purpose engineering હોવો જોઈએ પણ અહીં exam crack કરવાનો છે. ખાલી exam.
ઘણા અક્કલમઠ્ઠાઓ એમ કહે. અમે તો અમારા દિકરાને છેલ્લા બે વર્ષથી રમવા નથી મોકલતા. એનું tution અને પછી paper practice.
અબેય સાલે.
દિવસનું એક કલાક physical activity માટે outdoor sports રમી લેશે તો શું આઘુંપાછું થવાનું છે?
પાછા છાતી ઠોકીને કહી બતાવે. અમારો લાલ તો રમતો નથી અને ભણે જ છે.
આમ sports ની અવગણના ભણતર પાછળ થાય તે દુઃખદ છે.
આ ચર્ચામાં IIT ને લાવવાનું એક જ કારણ. Competitive Exams ની અંદર વેડફાતો સમય. એમ નથી કે , આ પ્રકારની exams નહીં આપવાની. આ exams આપતા પહેલાં તો એ નક્કી કરો કે તમારે આપવી છે,કે પછી ઘરવાળા રાડો પાડે છે,એટલે આપો છો.
આમાંથી બહાર આવો એટલે mock exam થકી તમારું અને cut off વચ્ચે નું અંતર જોવો. એક નિશ્ચિત સમય અવધિ માં એને પોકી વળવા માટે મહેનત કરો. પછી ના possible થાય તો એના પછી બીજી વસ્તુ પકડી ને આગળ વધો. આમતો એકાદ વર્ષમા તમને તમારા caliber નો અંદાજ આવે જ. મને ચીડ બસ એની પાછળ ગાંડાની જેમ મચી પડતા લોકોથી છે. જે લોકો engineers છે. Technical field ના છે. એમનો goal government job છે.
શું કામ ?
અરે યાર એક વાર ઘુસ્યા પછી safe જ ને. આ ટણપાઓનો main goal એક seat પર બેસી ને બકફાડી કરવાનો છે. એમને જે government post માટે તૈયારી કરે છે. તેના થકી ક્યો ફેરફાર ?
કેવી રીતે લાવવો ? જે સમાજ ને ઉપયોગી થાય એવું પૂછતાં જ ગેંગેફેંફે થઈ જાય છે.
Technical mind વાળી આવી પ્રજાતિ ને એક વખત મહેનત કરી ને જીવનભર સરકારી નોકરી કરવી છે. ત્યારે મને જીગરભાઈના શબ્દો યાદ આવે છે.
વાંચો એમનો આર્ટીકલ.
1. Financial Freedom
2. Early Retirement
3. Do what you love to do
ઓફીસના મિત્રોને (ફોર ધેટ મેટર નોકરિયાત વર્ગને) ઉપરની બાબતોમાં કોઈ રસ કેમ નહી પડતો હોય? શું આ બાબતો ધ્યાન આકર્ષક નથી? Economically sound ન હોવાના કારણે એકદમ કૂદકો મારીને સપના પૂરા કરવા દોડી નથી પડાતું,, પણ થોડા સમય પછી (ઉદાહરણ તરીકે ૧૦ વર્ષ પછી) એવું ન કરી શકાય?? અરે, કેમ ન કરી શકાય?? જીંદગી ના લક્ષ્ય, ખ્વાબ, ઇચ્છા વગેરે પૂરા કરવા “નોકરી છોડવી” એવો શબ્દ પણ ઉચ્ચાર્યો કે માણસો ઉંચાનીચા (literally ઉંચાનીચા) થવા લાગે છે. (અનુભવ) પણ કેમ?? નોકરી માટે દિલથી સન્માન, પણ એનો અર્થ એ તો નથી કે જીંદગીભર એમાંથી બહાર જ ન નીકળવું. રિટાયરમેન્ટ પછી પણ છેક અંત સુધી પેન્શન મળે જ રાખે એવો આગ્રહ અને એ ખાતા ખાતા મરી જવું.. યાર, જીંદગી બહુ નાની છે… અડધી તો જતી રહી. અડધી બાકી છે. (એનીય ગેરંટી નહી) માનસિક શાંતિ મળે, પૃથ્વી પર અવતર્યા નો સંતોષ મળે એવું કંઈક કરીએ….. ચલો સેફઝોન માંથી બહાર નીકળીએ.. ચલો કંઈક ગમતું કરીએ.. ઉપરના ૩, જીવનની મંઝિલ તરફ લઈ જનાર પ્રેક્ટિકલ રસ્તા ન બની શકે?? (જોકે મંઝિલ બાબતે ય કોઈકે સરસ કહ્યું છે, “મંઝિલ કા તો પતા નહી, અપના તો સફર હી જન્નત હૈ યારો”) પણ સવાલ એય છે કે જીવતેજીવ જન્નત ની ઈચ્છા કોને છે?
આ આખી વાત એટલે કરી કેમકે આપણી educational system અને આપણી માનસિકતા જ એવા છે. જેના કારણે આ પ્રકારની system ઉભી થઈ છે.એક એન્જિનિયર જ્યારે એમ જ કહે, કે આપણે ફ્ક્ત લગ્નમાં સારી છોકરી મળે, એટલે સરકારી નોકરી ગોતીએ છીએ. આપણી bureaucracy માં કામ કરવા નહીં,પણ જેની કામના કરી હોય. તેવી કામણગારી કન્યા વાટે સરકારી નોકરી ગોતે છે. 😂
હવે તો એમ થાય છે કે સરકાર પોતે સરકારી નોકરી ના સ્વયંવર જ ગોઠવે. એટલે વાત પતે.😁
તો point આજ છે. કે competitive exams પાછળ વધારાના સમયનો વેડફાટ ન કરો. Government ભરતીમાં જગ્યા ઓછી જ હશે. એમાં luck factor એ selection process માં કામ કરે જ. મારો કહેવાનો અર્થ એ છે. કે બીજી field પણ છે. જે વણખેડાયેલી છે.તેમા પ્રયત્ન કરો. બાકી આખો દિવસ ઈતિહાસની તવારીખ યાદ કરી ને કોઈ ફાયદો નથી.
આપણે જ Design IN/Make IN/Self-reliant ઈન્ડિયા ના મૂળિયાં છીએ.બટાકા છોલવાની છરી પણ ચાઈનાથી આવે છે.ગુજરાતથી એની factory 12k KM દૂર છે. છતાંય અહીં retail માં દસ રૂપિયામાં પડે છે.મંગાવીને વેચવું સહેલુ જ છે, જાતે બનાવી ને વેચવામાં. આ mindset બદલવાનો છે. કમીશન કમાવા પરથી હવે જાતે મશીન પર વસ્તુ બનાવવાની છે.
સરસ લેખ છે
LikeLiked by 1 person
Khub khb aabhar
LikeLike