Her Beauty

ગુજરાતી માધ્યમ માં ભણતી એવી ઘણી generations બહાર નીકળી છે, જેમાં છોકરો અને છોકરી એક બીજા સાથે વાત કરે, તો હોહાપો મચાવી દેવાતો.મને યાદ છે કે મારે એક છોકરી સાથે વાતચીત કરવા નો મોકો મળ્યો હતો ત્યારે મને 10 જણાએ આવી ને પૂછ્યું હતું કે તમારા બેઉ નું ચક્કર હાલે છે કે ?😂

હવે ની generation પ્રમાણમાં મુક્ત થઈ છે, અને તેમજ હોવું જોઈએ. તમે જ્યારે teenage દરમિયાન oppositie sex સાથે હરી-ફરી ને વાતો નહીં કરો તો આગળ જઈને ઘંટો તેની સુંદરતા ને પચાવી શકવાના.

ક્રોસિંગ ગર્લ ના લેખક રવી વિરપરીયા એક સરસ વાત કરે છે.તેમની Book માં તેઓ school માં teenagers ને training આપવાની વાત કરે છે. Teenage વખતે જ છોકરા અને છોકરીઓ ના શરીર અને સ્વભાવ માં ઘણો ફેરફાર આવે છે, અને તેના માટે તેમને તૈયાર કરવા જોઈએ.છોકરાઓ ને task આપવા માં આવવો જોઈએ કે તેમણે 10-15 minutes સુધી એક સુંદર શિક્ષિકા ની આંખો માં આંખ પરોવી ને રાખવી અને તેમની સુંદરતા ને માણી શકવાની ની તાલીમ લેવી. હવે તમારા માંથી ઘણા લોકોને આ હાસ્યાસ્પદ લાગશે પણ આવા task ના સમયે તમારા Body Temperature અને Heart beats માં પહેલી વખતે dramatic ફેરફાર આવશે અને એક સમય પછી તમે કોઈ પણ oppositie sex ની વ્યક્તિ સાથે easily comfortable થઈ શકશો પણ training તો લેવી પડશે ને. હવે ખબર પડી કે કેમ આ task જરૂરી છે. બાકી તો વાત કરતા કરતા જ જીભના લોચા વળી જશે.આંખો માં આંખો નાખવા ની વાત તો દૂર રહી.

છોકરાઓ ને એજ પાઠ ભણાવવા નો છે કે તેઓ છોકરીઓ ને sex object તરીકે ના જોવે અને આને માટે teenage થી સારો કોઈ સમય નથી.

તોત્તોચાન book ના લેખિકા તેત્સુકો કુરિયોનાગી તેમના નાનપણની school life નો એક મહત્વનો પ્રસંગ ટાંકે છે.તેમના તોમોએ school ના પ્રિન્સિપાલ સાહેબ છોકરાઓ અને છોકરીઓ ની એક બીજા પ્રત્યે ની શરમ દૂર કરવા માટે એક મૌલિક પ્રયોગ કરે છે. તેઓ એક મોટા bath tub માં બાળકોને નહાવા ની મજા કરાવે છે. શરૂઆત માં બાળકો કપડાં ઊતારતા સંકોચ અનુભવે છે.પણ પાછળ થી બધા સહજ રીતે મસ્તી મજા કરે છે.

આ તમને અજુગતું લાગે એ સ્વાભાવિક છે.બાળકો નાના હોય ત્યારે તેમને oppositie sex વિશે જાણવાની અદમ્ય તાલાવેલી હોય છે. તેથી તેમની મૂંઝવણ દૂર કરવાનો આ એક માર્ગ છે અને આવા બીજા પણ રસ્તા છે. તેવું school ના પ્રિન્સિપાલ નું માનવું છે. આ ઉંમર દરમિયાન આવતી ઉત્તેજના વિકૃતિ માં ના ફેરવાય તેના માટે જરૂરી છે આવા પ્રયોગ. તેઓ બાળપણથી જ oppositie sex થી હળીમળીને તેમના વિશે સભાનતા કેળવવા માડશે તો teenage માં તેમના oppositie sex ની સુંદરતા પચાવી શકશે. કેમકે મને તો તેમના body parts વિશે જાણકારી છેક 10th ના syllabus માંથી અને મુખ્યત્વે Porn Films માં થી મેળવી હતી.Porn Sites પર girls ને sex object તરીકે જ બતાવાય છે.

આ જાણકારી આપણ ને બીજા વ્યવસ્થિત source પાસે થી આપવામાં આવવી જોઈએ. તોત્તોચાન ના પ્રિન્સિપાલ નો આજ motive હતો કે છોકરા અને છોકરીઓ વિના સંકોચે oppositie sex સાથે મળે અને સહજતાથી behave કરે.

કેમકે આગળ જઈ ને કોઈ સ્ત્રી નું આગમન થાય જીવનમાં ત્યારે તમે એને સમાજ ની નજરમાં પત્ની અને એકાંત માં sex object માનતા હોવ તો તમારી વિચારસરણી પશુ થી પણ બદતર છે. અહીં પત્ની ના નામ પાછળ પોતાનું નામ લખાવવા માં પોતાને શૂરવીર સમજતા husbands ની આખી જમાત બહાર ફરે છે.ફક્ત તેમના ego ના સંતોષ માટે. કેમકે નામ એની પાછળ લાગે જેને તમે ખરીદી ને લાવ્યાં હોવ. ભવિષ્યમાં જ્યારે woman આર્થિક રીતે ઘર ને મદદ કરશે ત્યારે man ને પણ ઘરકામ માં સરખો ભાગ પડાવો પડશે. તો જ ભવિષ્ય ના સંબંધો ટકાવી ને મજબૂત બનાવી શકાશે.

Underline- જ્યારે તેણે હાથ ની નજાકતથી લહેરાતા વાળને સરખા કર્યા, ત્યારે તેણે મને અજાણતા જ અવ્યવસ્થિતતા ની કિંમત સમજાવી દીધી.😍

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s