Arrange Marriage અને Love Marriage ની વાતોમાં નથી પડવું આપડે. કેમકે બેઉ માં marriage તો common જ છે,એટલે ઝાઝો કાંઈ ફરક નથી પડવાનો. હવે તમે 2 વર્ષ relationship માં રહી ને Love Marriage કરો અથવા 2 કલાક ની મીટીંગ કરી ને Arrange Marriage કરો પણ બેઉ માં થાપ ખાવાના chances સરખા જ છે.
કેમકે એવી કોઈ human analysis system નથી કે જે 2 years or 2 hours દરમિયાન તમે જે decision લીધું, એ સાચું જ પડશે એની ગેરેન્ટી આપે. આ જ કારણ છે કે Love Marriage અને Arrange Marriage ને એક ત્રાજવે તોળી ન શકાય(Like one to one comparison is not possible at all). Marriage ની dependency love કે arrange ની ઉપર નથી હોતી.તે બ્રહ્મજ્ઞાન જેને આવે એનો તો બેડો પાર થઈ જાશે. આમ જોવા જાય તો divorce નું મુખ્ય કારણ છે Marriage. 😂😂😂
એટલે love and arrange એમ બેઉ process માં failure mode છે. બેઉ કિસ્સામાં divorce થયા ના દાખલા બનેલા છે.(એટલે જ કોઈ એક process best છે એવું માનવું નહીં.)
Failure Mode for Marriage.
1) Arrange Marriage માં પણ કોઈ જાદુ તો થાવા નો નથી. બધાને BC વિવાહ અને હમ સાથ સાથ હૈ નો ચેપ લાગ્યો છે.એટલી હદે ગળી વાતો બતાવે છે કે જેની કોઈ હદ નથી. બીજી આ TV serials એ તો એવો માહોલ create કર્યો છે, કે નવી વહુ ઘરમાં આવે ને તો એને દિકરા ની સાથે room માં મોકલવાની પણ ઘરમાં પૈસા અંને gold કેટલું છે તે નહીં કહેવાનું. આ વાત થોડી આશ્ચર્ય જગાવશે પણ મોટા ભાગ ના arrange marriage માં આ psychologie જોઈ છે. આ વાત લોકો બોલે નહીં. પણ એવું behave જરૂર કરે છે.
Man what the fuck…..
જ્યાં લગી છોકરુ પેદા ન કરે ત્યાં લગી તો વહુ પર વિશ્વાસ નથી કરતા.
It’s like for a sake of pleasure they can do sex but we wouldn’t think you trust worthy for money and gold.
2) આપણી મૂવીઝ માં fake love stories ની ભરમાર આવેલી છે. પ્રેમ આપણ ને reality ભૂલાવી દે છે.Agreed પણ પછી reality accept કરી ને પચાવવાની તાકાત પણ રાખવી. પ્રેમ માં એકબીજા ના દોષ નથી દેખાતા હોય પણ love marriage પછીના જીવનમાં દેખાવા માંડે છે. તમે જેને પ્રેમ કરો તેની સારી અને તમારા મુજબ ની ખરાબ એમ બેઉ આદતોને સ્વીકાર કરતા શીખો. તમારા સિવાય બીજા ઘણા બધા પાત્રો તમારા partner સાથે જોડાયેલા હશે. તેઓ ને અપનાવી લેવા માં મુશ્કેલીઓ પડશે અને વિશ્વાસ બંધાતા વાર પણ લાગશે. પણ જો તમે તમારા partner ને તેના પરિવાર થી અળગા પાડવાનું વલણ રાખશો તો પ્રેમ નુ બાષ્પીભવન થતા વાર નહીં લાગે.
આ બધા failure mode generic છે. અપવાદો પણ હશે.
Modern Marriage-
Perfect life ની જેમ જ Perfect Marriage જેવો કોઈ શબ્દ અસ્તિત્વ નથી ધરાવતો. આ કામ engine ના ટ્યુનિંગ જેવું છે. દરેક service માં ઠીક કરાવતા રહેવાનું.😉
એટલે જ આ Modern Marriage નો concept લાવ્યા છીએ. આને તમે Arrange or Love Marriage એમ બંને માં લાગુ પાડી શકો છો.
આપણી generation એ મુખ્યત્વે તેના mummy ને એકલા House wife તરીકે જ જોયા છે. એમાં પણ અપવાદ હશે અને ઘણા ના mummy JoB and House Wife એમ બેઉ જવાબદારી ઉપાડતા હશે. આપણી generation એવા મોડ પર જાય છે જેમાં Husband & Wife ના જીવનમાં એકબીજા ને પછી 2nd most priority તેઓ તેમના career ને આપતા હશે. કેમકે ભવિષ્ય ની મોઘવારી માં બેઉ પાત્રને કમાવવા જવુ પડશે.આ generation ની છોકરીઓ વધારે ભણેલી છે.
તેથી તેમને તેનો advantage મળશે. પણ છોકરાઓ એ તેમના fathers ને બહાર કામ કરતા અને mothers ને ઘરમાં કામ કરતા જોયા છે. તો આપણી generation ના છોકરાઓ માં એક subtle perception આસપાસ ના વાતાવરણ ના કારણે બનેલું છે, કે તેઓ ને કમાતી wife ની તો expectation છે,પણ પોતાને ઘરનું કામ કરાવવામાં 50% ફાળો આપવો પડશે એનો સ્વીકાર કરતા અચકાય છે. જો તમારી wife આર્થિક મોરચે 50% ફાળો આપતી હોય તો ધરકામ માં છોકરા ઓનો 50% ફાળો અનિવાર્ય છે.
એવો પણ વખત આવે કે તમારે તમારી પત્ની માટે જમવાનું બનાવું પડે ,જો એમાં તમારો male ego તમે બાજુમાં રાખી શકો તો. આપણી generation ની છોકરીઓ ને ભણાવી ને આગળ તો કરી પણ છોકરાઓ ને ઘરકામ ના શીખવા દીધું. આ difference બહુ matter કરે છે.
Modern Marriage નો મૂળમંત્ર છે એકબીજા પ્રત્યે નું acceptance. Difference રહેવાનો પણ તમે કઈ રીતે એકબીજા ને convince કરી ને એક same ground પર આવી ને agree થાઓ છો તેની પર જ આ જુગાર નામક marriage ની અવધિ ટકેલી છે.
UNDERLINE- જો તમારો life partner બુક lover હશે તો તમે બંને easily fine tuning કરી શકશો.
😉
હવે ઉપર જેટલી વસ્તુઓ લખી છે.એને પથ્થર પર ખેંચી લીધેલી લકીર ના સમજો. દિમાગ ખુલ્લું રાખો અને કોઈ પણ જાતના assumption વગર આ modern marriage ને વાચો અને fine tuning ના રસ્તાઓ શોધતા રહો.