Live Long Democracy.

હું ઘણી વખત મારા દાદા ની સાથે રાજકારણ ઉપર ઉગ્ર ચર્ચા કરવા મંડી પડતો. ત્યારે દાદા મને ઠમઠોરતા અને સમજાવતા કે બેટા કાલે ઊઠી ને ક્યાંક બહાર જાય ને, તો પોતાના રાજકીય વિચારો ને જાહેર કરતાં પહેલા દસ વખત વિચાર કરજે. કદાચ એમને ભૂતકાળ માં કડવાં અનુભવ થયા હશે. આનો અર્થ એમ નથી કે યુવા પેઢી રાજકારણ માં રસ જ ના લે અને રામભરોસે ચાલવા દે. કોઈ પણ દેશ ની સફળતા ની ચાવી તેના લોકોની જાહેર શિસ્ત (Public Etiquette) થી આંકી શકાય છે.

રાજકારણ એક એવી જગ્યા છે, કે તેને આપણે રામ-રાવણ, સત્ય-અસત્ય અને yes or no ના format માં devide નથી કરી શકતા. Binary language હોય તો ઠીક છે. એમાં 1 & 0 એમ બેજ state હોય, પણ અહીં picture થોડું complex છે. અહીં ની દુનિયા ગ્રે શેડ્સ માં વસવાટ કરે છે. જો દિખતા હૈ વો હોતા નહીં ઔર જો હૈ વો દિખતા નહીં એવો ઘાટ રચાયેલ છે. તેથી આ બધાને દૂધમાં ધોયેલા માનવા એ sunny Leone ને વર્જિન માનવા જેવું છે. આપણા ત્યાં એક ખરાબ ટેવ છે, જે leadership નો ઝંડો પકડે એને બધું જ પકડાવી દેવાનું. પછી એને રામ VS રાવણ નો scale લઈ ને, એને ethics ના નામ એ judge કરવા વાળી પ્રજા બહુ છે.એકલો leader ગોતી લેવાથી સમસ્યા નું સમાધાન આવતું હોત તો પછી કોઈ બબાલ હોત જ નહીં ને.

એટલે જ અહીં decision લેવું લોઢાના ચણા ચાવવા જેવું છે.

એક simple હ્યુમન psychologie છે. આપણે બધા સારૂં અને ખરાબ વચ્ચે નો difference તો તરત પકડી ને judgement લઈ શકીએ છીએ, પણ જ્યારે બે ખરાબ વસ્તુ વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની આવે ત્યારે.

જેમકે

1) આ ફળ ખાવા થી 30 % કેન્સર થવા ના chances છે.

2) આ બીજું ફળ ખાવા થી 10 % કેન્સર થવા ના chances છે.

હવે કહો મને કયો વિકલ્પ પસંદ કરશો ?

જ્યારે માણસ ની સામે વત્તા-ઓછા અંશે ખરાબ જ હોય એવી 2 ચોઈસ આપવામાં આવે ત્યારે તે ગોથાં જ મારે છે.આ વસ્તુ study દ્વારા સાબિત થઈ ગઈ છે.Critical Analysis આવા સમયે જ કામ માં આવે છે અને જે નથી કરી શકતા એ NOTA ના બટન તરફ આગળ વધી જાય છે.

આવો જ scene અત્યાર ના રાજકારણ નો છે.

હવે વાત એમ આવે છે કે ભારતની રાજનીતિ ના બે મોટા પક્ષો છે. કોંગ્રેસ અને ભાજપ. એક secularism નો ઝંડો લહેરાતો રાખે છે તો બીજો હિન્દુત્વ નો. ડાબેરી ને એમ છે કે ગરીબો ની અમારા થી વધારે ચિંતા કોઈ નથી કરતું અને જમણેરીઓ ને એમ લાગે છે કે અમારા જેટલી દેશભક્તિ બીજા કોઈના માં નથી.

મિત્રો તમે કોઈ પણ વિચારધારા સાથે રહો. ચાહે એ કોંગ્રેસ હોય કે ભાજપ પણ end goal તો ભારતની પ્રગતિ ના જ રાખજો. બેઉ વિચારધારા નો અંતિમ પડાવ ભારત નો વિકાસ છે,પણ એનો મદાર તે રથ કોણ ચલાવી રહ્યું છે એની પર પણ depend કરે છેને.

હમણાં મારા એક મિત્રે એક MEME share કર્યો જેમાં નથુરામ ગોડસેને RSS નો કાર્યકર્તા બતાવવા માં આવ્યો હતો.

(ગોડસેએ જે કર્યું તે અક્ષમ્ય (unforgiving) હતું. બાકી ગાંધી ને જ્યારે ગોળી મારી ત્યારે કદાચ એ ભીડ એ તેને મારી નાખ્યો હોત,પણ એ મારા ગાંધી ના સત્ય અને અહિંસા ના પાઠ ભણેલી ભીડ હતી. જેમણે ગોડસે ને હાથ પણ ના લગાવી ને મૃત્યુ પામેલા ગાંધી ને સાર્થક કર્યા.)

હવે જ્યારે તમે કોઈ પણ વિચારધારા ને પૂરી સમજ્યા વગર આંખો બંધ કરી ને તેના બીજા આયામો નો વિચાર કર્યા વગર તેનો અમલ કરો. ત્યારે destruction જ થાય. આપણી digestive system માં hydrochloric acid પેદા થાય છે જેથી કરીને food digest થઈ જાય.પણ એનો મતલબ એમ નથી કે જ્યારે digestive system weak લાગે ત્યારે બહારથી એક ગ્લાસ hydrochloric acid ગટગટાવી જઈએ. એ વિચાર ધારા ને પૂરી સમજ્યા વગર તેનું interpretation કર્યું તો boss તમે વાટ લગાવી શકો છો.(જેમ ગોડસેએ કર્યું)

હિન્દુત્વ ના હિમાયતી એવા અટલબિહારી બાજપેઈ પણ RSS થી આવતા હતા.એમની liberal વિચાર ધારા જોઈ ને લોકો એમ વિચાર તા કે આ માણસ આવા હિન્દુવાદી સંગઠન માં થી આવે છે, છતા પણ liberal thoughts ધરાવે છે. લોકો એમને એમ કહેતા કે you are the right person with wrong party. ત્યારે અટલબિહારી કહેતા કે જો આ વૃક્ષ ના ફળ સ્વરૂપે જો મારામાં કડવાશ હોવ તો પછી આ વૃક્ષ માં કડવાશ છે એવું તમે કઈ રીતે કહી શકો.

વંશવાદ અને પરિવાર વાદ તો BJP અને congress બેઉ માં છે. ફરક ખાલી ઊપર ની અને નીચેની cadder નો છે.

હવે છેલ્લે એક વાત કહી દઉ છું પછી તમ તમારે નક્કી કરજો કે કઇ બાજુએ જવું.

આપણે ત્યાં એક કહેવત છે કે

વધુ ડાહ્યો ત્રણેય બાજુ થી ખરડાઈ જાય.

Meaning-એક વાર એક ખૂબજ વિદ્વાન માણસ જંગલમાં થી રાત્રિ ના સમયે પસાર થઈ રહ્યો હતો. આ વ્યક્તિએ તેનું જ્ઞાન તેની curiosity ના કારણે મેળવ્યું હતું. હવે અમાસની રાત્રે ફક્ત તારાઓના અજવાળે ચાલતો જતો હતો. એવામાં એનો પગ કોઈ વસ્તુ ને અડ્યો.

અંધકાર ને કારણે કાઈ દેખાય નહીં પણ ભાઈ ની curiosity એટલી કે રહે વાયુ નહીં. વાંકા વળી ને હાથમાં લીધું અને આંખોની નજીક લાવ્યો પણ કાઈ ખબર ના પડી. પછી એણે નાકે લગાવી ને સુંઘી જોયું તો પણ ખ્યાલ ના આવ્યો અને છેલ્લે એણે જીભની ઊપર મૂકી જોયું ને ત્યારબાદ ખબર પડી કે સાલું આતો ગાયનું છાણ હતું…..😂😂😂

એટલે જ વધુ ડાહ્યો હોય ને એની આંખો,નાક અને જીભ બધું ખરડાઈ જાય.

આપણે ત્યાં આવી પ્રજા હજુ વસવાટ કરે છે. Intellectual બનો પણ વ્યવહારુ જ્ઞાન થી અમુક નિર્ણય લો એવી મારી નમ્ર વિનંતી છે.

Be a Right-winger with liberal thoughts.😉

सरकारे आती रहेगी और जाती रहेगी पर ये देश अमर रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहेना चाहिए।

Atal Bihari Bajpai.

Live Long Democracy.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s