IF YOU SCORE 80%
ગઈકાલે રાતે ફ્રીઝલેન્ડ માં ગયો હતો. એક પનીર વ્રેપ(wrap) નો ઓર્ડર આપ્યો અને બેઠો ત્યાં રાહ જોતો. આશરે રાત ના સાડા દસ થયા હતા. એક ફેમિલી બેઠું હતુ.મમ્મી પપ્પા અને બાર કાતો તેર વર્ષ નો દિકરો હતો. આમ તો કોઈ ની અંગત વાતો સાંભળવા ની કુટેવ નથી. પણ જોકે હું નજીક બેઠો હતો એટલે પિતા અને પુત્ર નો સંવાદ કાને પડ્યો.
તેમનુ કહેવુ હતુ કે આ વખતે તુ 80 % લાવે ને તો તને આ વસ્તુ લાવી આપે…..
હવે તમે બધા કહેશો કે બરાબર તો છે આ વાત કે, માર્ક લાવે તો જ reward મળે ને.જરાક વિચાર કરો આપણે છોકરા ને સ્પર્ધા મા ઉતારી દઈએ છીએ. પરંતુ આપણે તેને તેની જાત સાથે સ્પર્ધા કરવા કરતા ક્લાસ માં જેનો ફર્સ્ટ નંબર આવે એની સાથે race કરાવી એ છીએ.
આની byproduct સ્વરૂપે બાળક એ વસ્તુ માણવા ની જગ્યાએ એને પ્રથમ આવવા માટેનુ સાધન સમજી લે છે. પછી ભલે એ ભણવાનું હોય કે રમવાનું તેની મજા નથી લેતો અને જ્ઞાન ની જગ્યાએ માહિતી પ્રદ શૈલીને જ્ઞાન સમજે છે.
આ કમ્પેરીઝન અને સ્પર્ધા નું વાતાવરણ એ બહાર આવી ને એના professional area માં સરમુખત્યાર કરે છે. અને બીજું કોઈ સારું કામ કરે તેમાં થી શીખવા ની જગ્યાએ તેને પાછો કેમનો પાડવો તેમાં જ રચ્યો પચ્યો રહે છે.આ ટાંટિયા ખેચ અને બીજા ની લીટી ભૂંસી દેવા ની વાત ભારત માં જોવા મળશે.
આપણે બાળકો ને કોઈ એની ઉંમર ના બાળકો સારું કામ કરે તો એને તેની સાથે દોસ્તી કરવા માટે encourage કરો નહીં કે આપણા બાળક ના મન માં બીજા બાળકો પ્રત્યે ઈર્ષ્યા પેદા કરો…..
આની effect બહાર કેવી આવે છે તેને સમજવા નો પ્રયત્ન કરો…
જેમકે એક workplace માં આપણો કલીગ સારૂ કામ કરે તે જોઈ ને તમને insecurity feel થાય તેની પાસેથી શીખવા ની બદલે ,તો આ વસ્તુ આપણે ને નહીં પણ આખા દેશ ને પાછળ લઈ આવે છે.ત્યારબાદ આપણે તેને પાછો પાડવા માટે યેનકેન પ્રકારની યુક્તિ લડાવ્યા કરીએ અને રાજકારણ રમીએ તેનાથી ખોટી વસ્તુ બીજી કાઈ નથી. અહીં ના work culture ને કારણે મે ઘણા લોકો ને વિદેશ માં સ્થાયી થતા જોયા છે. મને જાત અનુભવ છે કે જ્યારે પણ કોઈ કામ ને નવી અથવા અલગ રીતે કરવા નો પ્રયત્ન કર્યો છે. ત્યારે સાથ આપવા નુ તો બાજુ માં રહ્યું પણ પગ ખેચવા આખું ગામ આવે છે.
અને હું પણ ધણા સમય સુધી આ વસ્તુ થી જકડાઈ ને રહ્યો હતો પણ પછી some how વાત સમજી અને પછી સમજાયું કે ખોટા રસ્તે ચાલ્યો અને ત્યારબાદ હું પોતે બીજા ની ટેલેન્ટ ને દિલ થી આદર આપતા શીખ્યો .
આપણે ભવિષ્ય ની પેઢી ને teamwork ના પાઠ ભણવા ના છે. અંદરોઅંદર ની સ્પર્ધા થી insecurity feel નથી કરાવવા ની. આમાં ને આમા ભૂતકાળમાં રાજા રજવાડા માં સંપ ન હતો. ધર્મ પાછો એક છતાં એ વિખૂટા હતા. જે એક નાલેશી ભરી વાત છે.
અને ભૂતકાળ ની વાત આપણે તારીખયું યાદ રાખવા માટે નથી વાગોળતા પણ એ ભૂલો ભવિષ્ય માં ન થાય તે માટે યાદ રાખી એ છીએ.અહીં કોઈ વ્યક્તિ ethics and moral ને લઈ ને ચાલે તો એનો પગ તૂટી જતા વાર નથી લાગતી. અહીં ક્લાસરૂમ માં થી supervisor બહાર નીકળે ત્યારે કાચિંંડા ની જેમ રંગ બદલતી પ્રજા છે. આમાં ethics ની વાતો પથ્થર પર પાણી છે.
This article has been taken from Anviksiki WordPress, which is my personal blog.
Change will be there but it must start form individual attitude.