આ શબ્દ આપણે કોઈ પણ વસ્તુ કે જેમાં બીજ માં થી અંકુર અથવા તો પાયા માં થી ઈમારત બને તેમાં મહત્વ નો ભાગ ભજવી જાય છે. આપણે આજે કાઈ પણ છીએ તેમાં આપણા ઘડતર નો ફાળો છે.
- કબીર લોહા એક હૈ ઘડને મેં હૈ ફૈર તાહી કા બખ્તર બને તાહી કી સમશેર.
આપણા ને લાગે કે આ તો ફકત બાળકો ના સંદર્ભમાં હોય છે પણ મને તો આ જીવનભર અથવાતો મૃત્યુ પર્યંત ચાલતી ઘટમાળ છે.આપણા વિચારો એ આપણા ઘડતર ની જ ગળથૂથી છે અને સમય સાથે બદલાઈ જાય છે કેમ કે ઘડતર આપણે અનુભવ અને શિક્ષકો દ્વારા સિંચન કરી એ છીએ.
મોટા ભાગે તો આપણી આસપાસ નુ વાતાવરણ જ ઘણું બધું શીખવી દે છે. બાકી શાળા ઓ એ તો બાળપણ ની પથારી ફેરવવા માં કાઈ બાકી નથી રાખ્યું.
- હું શાળા માટે કોઈ પૂર્વ ગ્રહ કે લઘુતાગ્રંથિ થી નથી પીડાતો પણ તેમની કાર્ય શૈલી થી નફરત છે કેમકે મને તેમાં નર્યો વિરોધાભાસ અનુભવાય છે. એક ઉદાહરણ આપુ.
જાપાન નુ એક પુસ્તક છે તોત્તોચાન લેખિકા તેત્સુકો કુરયોનાગી જેમણે education system કેવી હોવી જોઈએ તથા ભણાવવા નુ કઇ રીતે એવી દરેક વસ્તુઓ જે બાળકો ના જીવનમાં જરૂરી છે તેનુ તાદ્રશ્ય નિરૂપણ તેમની તોમોએ શાળા દ્વારા કરવામાં આવ્યું છે.
- આ પુસ્તક માઈલસ્ટોન છે કે education system and schools કેવી હોવી જોઈએ અને આ બુક મે વાચી છે અને આફરીન પોકારી ઉઠ્યો છુ અને સલામ છે આ લેખિકા ને.
હવે ખરો કટાક્ષ અહી થી શરૂ થાય છે કે જ્યારે મે જાણ્યું કેઆ આખુ પુસ્તક શિક્ષક બનવા માટે ના અભ્યાસ ક્રમમાં છે.અને મને આ પુસ્તક માં કરવામાં આવે લી વાત મે ક્યારેય મારા શાળા ના ભણતર દરમિયાન નતી જોઈ.😂😂
એક 70 થી 80 જણા નો ક્લાસ અને તેમને કાબૂમાં લેવા રખાતા watchmen જેવા શિક્ષક…..
- બધા એ તોત્તોચાન વાંચી હતી શિક્ષક બનવા માટે નહીં કે વિધ્યાર્થી ના ધડતર માટે…….
પુસ્તક મા શિક્ષક વિધ્યાર્થી ઓને ફુલ વિશે સમજાવવા બાગમાં લઈ જાય છે અને અમારે ત્યાં બારી ની બહાર ફુલ જોઈએ તો ફૂટપટ્ટી મારતા…….