સંબંધોની પારાશિશી 

સંબંધ એ ખૂબ જ મજા નો શબ્દ છે કેમકે આ એક જ એવો શબ્દ છે જે છેતરી પણ જાય છે અને આપણા માટે જીવ પણ આપી દે છે.

મને આમ તો મારી આજુબાજુ ચાલતી વસ્તુઓ પર વિચાર કરવાનો શોખ છે.આમે ગર્લફ્રેંડ ના હોય એટલે નવરા બેઠા આજ બધું કામ થાય.મને સમાજ ની વાતો વિરોધાભાસી લાગે છે એટલે કટાક્ષ કરી લઇ એ છીએ એનો મતલબ એમ નથી કે વિકૃત આનંદ લઉ પણ બધા સમજતા થાય અને વિચારો રજૂ કરવામાં કોઇ પાપ નથી.

પતિ-પત્ની, માં-બાપ,વેવાઈ-વરોઠ,પિતા-પુત્ર, દોસ્તી, ભાઈ-બહેન.

ઘણા બધા પ્રકારના હોય છે.ક્યાંક સ્વાર્થની સીડીમાં અને ક્યાક નિસ્વાર્થ રૂપ ઝરણા માં સંબંધ ચઢાવ ઊતરાવ અથવા તો વહેતો રહે છે યાર પણ ખબર નહીં કેમ માં અને બાળકો વચ્ચેનો સંબંધ એકબીજા વગર શક્ય નથી તેમ છતાં પણ કેમ મોટા થયા બાદ સંબંધો માં ઓટ કેમ આવે છે.

મારે મને આનો ટોપલો અપેક્ષા પર ઢોળી શકાય કેમકે જ્યારે સંબંધ સહજ અને સહજતા ને મૂકી ને અપેક્ષા અને અપેક્ષિતતા ઓનુ આવરણ ઓઢી બેસે ત્યારે મૂળીયા હલતા વાર નથી લાગતી અને ક્યારેક એકબીજા ના જીવન માં કરાતી વધુ પડતી દરમ્યાનગીરી આપણ ને ભારે નુકસાન કરે છે.થોડો સમય આઘા રહોતો સામે ચાલી ને ઉણપ અનુભવી શકાય છે.

 આ બધું મને આડંબર જ લાગે છે જાણે કે મ હું કોઈ નગ્નતા ના ચશ્માં પહેરી ને ન ફરતો હોઉં એમ.કેમકે આપણે કેમ એકબીજા સાથે આવી રીતે વર્તણૂક કરીએ છીએ? કેમ લગ્ન જરૂરી છે ? કેમ ક્યારેક કોઈ ની ઊપસ્થિત અકળામણ અને અનુપસ્થિતી એની યાદ અપાવે છે.

આવુ બધુ કેમ છે…..

અને હા એવું નથી કે આ પેઢી કાચી છે સંબંધ રાખવા માં અને આનો મતલબ એ પણ નથી કે આવનાર સમય માં આખી દુનિયા ખરાબ સ્વાર્થ માટે જ પ્રેમ કરશે.દરેક યુગ પોતાની સાથે સારી ને નઠારી વસ્તુઓ લઈ ને આવે છે ફરક એટલો કે આપણે શું સ્વીકાર કરીએ છીએ.

Advertisements

વ્યવહાર 

ભારતીય સંસ્કૃતિ માં જોવા મળતો એક પ્રકારનો રિવાજ……

આની અધોગતિ માં આશીર્વાદ ને પણ આપણે પૈસા ના વ્યવહાર થકી જોડી નાખ્યો. મૂળતહ વાત ઉમળકાથી આપવામાં આવતા આશીર્વાદ અને સ્વૈચ્છિક રીતે જે કાંઈ આપો એ ચાલે કેમકે મહત્વ ના આશિષ અને ઉમળકો હોય છે પણ અર્થઘટન માં પાવરધા આપણે એની પ્રથા જ બદલી નાખી. એક ઉદાહરણ આપુ 

મારા દાદા નુ મ્રુત્યુ થયું ત્યારે મરનાર ની પાછળ એક વાસણ અને બુંદી આપવી અને રાબેતા મુજબ મે સવાલ પૂછ્યો અને જવાબ એક જ આવે કે કરવું પડે મે ખાલી પૂછ્યું કે બધા સગાઓ પાસે વાસણ છે જ તો પછી કીધું કે યાદગારી માટે છતા મારી દલીલો ચાલુ જ હતી કે મારા દાદા ની યાદગારી એક વાસણ ની મોહતાજ ન હોય તે તો તેમના કાર્ય ના લીધે ઓળખાશે જ. પછી ફૂવા આવ્યા મદદ એ કે આ પ્રથા ચાલુ કરવાનો મૂળ હેતુ એ કે પહેલા આવા જવા માટે સાધનોની સગવડ પાંખી એટલે સહેજ પણ બે-ત્રણ દિવસ થઈ જાય એટલે આપણે આવેવા મહેમાનો ને રસ્તા માં ખાવા માટેના વાસણો અને જમવાનું આપીએ છીએ.

આપડે આ વસ્તુ પાછળ નુ લોજીક ને તો અભેરાઈ એ મૂકી આવ્યા અને એક ગધ્ધા પૂંછડી પકડાઈ ગઈ.

નફરત થઈ જાય જ્યારે માણસ એનુ ગજું ન હોવા છતાં સમાજ ના ભોગે ન ફાવતા વ્યવહાર વ્યવસ્થા ની ગધેડી પકડી છે.લગ્ન, મામેરું, જનોઈ આ બધુ આવી ગયુ આમા…..

અહીયા ચાંલ્લા ના કવર ના વજન મુજબ આવતી વેળાએ નુ આમંત્રણ આપવામાં આવે છે.

ગવાડા

ગામ…
મારા ખ્યાલ મુજબ આપણી મૂળતા સાથે જોડાયેલ શબ્દ છે જે આપણ ને આપડી ભૂતકાળ ની પેઢી તેમનો સંઘર્ષ અને તેમની મીઠી યાદ સાથે જોડે છે. ગવાડા મૂળે મારું ગામ નથી આતો મારા મિત્ર નિહાર નુ ગામ છે વિજાપુર ની બાજુમાં આવેલ છે.

મારું મૂળ ગામ ઈડર(સાબરકાંઠા) પણ પરદાદા અહી અમદાવાદમાં આવી ગયા અને ત્યાર  બાદ ધર ત્રણ એક પેઢી લગી સચવાઈ ગયું પણ દાદા એ સંબંધી ને આપ્યું અને મને જીવન ભર નો વસવસો રહી ગયો કે આપણે જ્યાં થી આવ્યા જેની પર આજ ની આ પેઢી ઊભી થઈ છે એના ઇતિહાસ સમુ એ ઘર સચવાઈ ના રહ્યું કેમકે મને તો ગામ માં ઘર બહુ ગમે કેમકે મારા માટે આ એ એક અનુભૂતિ છે જે મને મારા વડવા સાથે જોડાયેલો રાખે છે.આજે હું જેવો છુ તેમાં મારા વડવાઓ એ જે શિક્ષણ આપ્યું તેનુ જ હું વહન કરી રહ્યો છુ. આખા વિશ્વમાં ક્યાંય પણ સેટ થઇ જઉં પણ મારા મૂળિયાં ગામ થકી જ રહેશે.

હમણાં જ અમારુ આખું મિત્રો નુ ટોળુ ગવાડા નિહાર ના ત્યાં ગયા હતાં જોકે આ બીજી વાર નુ હતુ અમે કુલ આઠ જણ હતા. નિહાર,ઉત્કર્ષ, શર્મા, મહેક,કાકો,ઓઝા,મિલાપ અને હું.ત્યાં તેમનુ ખેતર  પણ છે અને ખબર નહીં કેમ ગામ સાથે પ્રેમ થઈ ગયો જાતે રાંધીને ખાધુ અને ગણી ગણી ને વસ્તુઓ ન અપાય એ ગામ ના લોકો એ સહકાર આપ્યો આવો જ અનુભવ ગિરનાર વખતે ભેસાણ ગામમાં થયો હતો અમે આશરે આઠેક જણા એક મિત્ર ના ઘરે રોકાણ કર્યું  હતું અને ઘર તો મિત્ર ના પપ્પા ના મિત્ર નુ હતુ પણ જે સગવડો આપી ને સાચવ્યા હતા દાદ આપુ છુ કાઠિયાવાડી ધરતી ના સંસ્કાર ને કેમકે આટલા અજાણ્યા લોકો ને ઘરે રાખી ને સાચવી લેવા માં મારુ મન કચવાટ અનુભવે કેમકે હું કદી પણ ગામડામાં રહ્યા નથી વધુ પણ વિશ્વાસ પર દુનિયા કાયમ છે એનો અનુભવ મને કાઠિયાવાડી ધરતી એ આપ્યો.❤️❤️

ગામ ની બીજી વસ્તુ મને ત્યાં નુ આકાશ ગમે અમે બધા મોડી રાત લગી ધાબા પર જ હતા ફોટોગ્રાફી ચાલુ હતી અને ફાટી ત્યારે જ્યારે મહેક એ કીધું કે સાલું ફોટા માં નવ જણા આવ્યા છે સાલી ફાટી ગઈ હતી કેમકે અંધકાર અને શાંતિ ઘર ની પાછળ ખેતર અને જ્યારે પોતાની શ્વાસ અને ધડકન સંભળાય અને આવા સળી કરવા વાળા દોસ્તો હોય એટલે હોરર મૂવી ની યાદ અપાવી દે.પછી બીજા દિવસે ની ચૂલા પર ની ખિચડી અને છાશ મજા આપી પણ ટાઈમ નો ખ્યાલ ન રહેતા થોડી બળી ગઈ અને કૂકર એ આંખો એ પાણી લાવી દીધા અને ભૂતો ની વાતો એ બાથરૂમ જતા એ બે જણ ને જોડે લઈ જવા પર મજબૂર કરી નાખ્યા કેમકે ડર વાતાવરણ માં થી પેદા કરવામાં આવ્યો હતો પણ મજા કાઈક અલગ હતી અને ટોળી આપડી હોય ત્યારે તો સ્મશાન પણ આનંદમયી લાગે છે.

આ રહ્યી ભૂતોની ની જમાત.

બીજા માં ખિચડી.
અને આમ બે દિવસ ની જાત્રા પૂરી કરી.

Conclusion-જો આપણ ને ખબર જ નહીં હોય કે આપણે ક્યાંથી આવ્યા છીએ તો આપણે ઓળખાઇશુ કેમના.#shashitharoor

આજ નુ યુવાધન

હું ઘણી વાર ઘરે દાદ અને દાદી સાથે ચર્ચામાં ઊતરી જતો કે કઈ પેઢી વધુ સારી તમારીકે પછી અમારી ?????

અને પોત પોતાના વિચારો રજુ કરતા અને એના પર થી હું અમુક તારણો પર આવ્યો હતો બેશક તમને ન પણ ગમે કે તમે સહેમત ન પણ થાઑ. 

એમની પેઢી મારા મુજબ બહુ નીતિ નિયમો અને આજ્ઞાંકિત વાતાવરણ માં ઉછેર પામેલી અને અમે એક તરફ ના કહી શકાય એવા મુક્ત વાતાવરણમાં ઉછેર થયો મને તે પેઢી ની એક વાત ગમતી કે આજે આપણે સતત કાઈક નવું ને નવું માગી એ છીએ કેમકે ઝડપ જાણે ટીવી ના પરદા પર ફરતા દ્રશ્ય ની જેમ લોહી માં વણાયેલી છે અને આમે ટેકનોલોજી નો બદલાવ અમારી પેઢીમાં સૌથી વધુ આવ્યો છે એટલે ઝડપ એ અમને ધીરજ થી કામ લેવડાવવા માં કાચા છીએ પણ બીજી બાજુ બદલાવ ને અપનાવી લેવા માં પાવરધા છીએ.

અહીં વાત કમ્પેર કરી ને કોણ કોના થી ચઢીયાતું છે તેની નથી પણ બેઉ વિચારધારા ને સાથે લાવી ને તેમાં થી બેસ્ટ રીઝલ્ટ લાવવુ એ મારો ધ્યેય છે. બેશક જો બેઉ પેઢી પોતાનો કક્કો ખરો કરવામાં રહે તો શીખી રહ્યા આપણે એક બીજા સાથે થી.મારા મને તો મને એવા ઘરડા લોકો ગમે છે જે લોકો બદલાવ ને સ્વીકારી ને આપણા સાથે કદમ મિલાવીને હાલે અને આ બદલાવ ના ભયસ્થાનો વિશે સાવચેત કરે તેમના અનુભવો પરથી પણ બદલાવ ને સમજ્યા વગર અપનાવ્યા વગર બૂમાબૂમ કરતા જડ લોકો નથી પસંદ.

માનીએ છીએ કેઆ પેઢી માં અમુક ખામીઓ છે અને તેને સુધારવા માટે આપડી ઊપર ની પેઢીએ આગળ આવવું પડશે કેમકે આ generation gap નામક શબ્દ એ ધણુ બધુ સહન કરાવ્યું છે મને આપણે ભેગા થઈ ને એવા સમાજ ની રચના કરવાની જરૂરિયાત છે જેમાં આ બે પેઢી સાથે કામ કરે અને આવનારી પેઢી માટે ચક્ષુ બને.

આ બખવા નુ પ્રયોજન ફક્ત એટલું હતુ કે બે પેઢી વચ્ચે નો સેતુબંધ કાયમ રહે કેમકે હું આના થી દઝાયેલો છુ તેથી મે મારી આવનારી પેઢીને માટે ના દરવાજા ખુલ્લા રાખ્યા છે તેમને સમજી ને અપનાવે પ્રેમ ની ગાંઠ થકી નઈ કે જોહુકમી થકી કેમકે બેઉ ને એક બીજા ની જરૂરિયાત છે અને આમ પણ યૂવાની માં પ્રશ્નો વધુ અને અનુભવ ઓછો હોય છે અને ઘડપણ માં વાત ઉલટી થઈ જાય છે.

ધંધો

બે અક્ષરો નો શબ્દ અને દરેક પ્રોધ્યોગિકી સંસ્થાન મા ભણતા student નુ સપનું કે કરવો તો ધંધો જ છે પણ બધા સફળતા નથી મેળવી શકતા જાણુ છુ અને જેને પૈસા ની તાતી જરૂરિયાત છે તે આ સાહસ કરવામાં પાછો પડે પણ તેમાં એ અપવાદ હશે. કેમકે ધંધો સમય માગી લે અને સફળતાની ખાતરી આપી શકવી અઘરી છે.

નોકરી કરવી એ કાઇ ખોટું નથી પણ મારા મન મુજબ ગુલામી છે અને આ મારો અંગત અભિપ્રાય છે બની શકે વિચાર સરણી મુજબ તેઓ સાચા હશે પણ ધંધો નાનો હોય પણ આપડા વિચાર મુજબ કામ કરવા ની અને ભૂલો કરી ને શીખવા ની મજા અલગ છે.બની શકે કે ધંધો કરી ને બધા ઍલન મસ્ક ન બની શકે પણ આપણી મરજી થી જીવવા ની અને કોઇ ની જોહુકમી ની ચિંતા નહી એમાં મારા મુજબ મજા છે.

મોટી કંપની મા આપણ ને challenging લાગતા પ્રોજેકટ મલે પણ મારા મને નાનુ પણ આપડા દમ પર કરવામાં આવ્યું હોય એવું કામ મહામૂલુ છે.

અને સફળતા ની શક્યતા ઓછી હોય એટલે પ્રયત્ન પણ ના કરીએ એ ખોટું છે. કેમકે નોકરી કરતા લોકો ને પુછ્યું તો કહે ધંધો કરાય અને ધંધા વાળા નોકરી નુ કે એટલે આપડ ને જે ગમે એ અલ્લડ બની ને કરવા નુ અને એ અભિગમ જ આપડ ને આગળ લઈ આવશે……

નોકરી માટે લઘુતાગ્રંથિ નથી પણ બસ એક જ ધૂન છે મન માં ધંધો (અને નોકરી ન મળે એટલે આજ એક ઉપાય છે.)😂

એક અનુભવ

(કોલેજમાં l and t કંપની આવી 25 હજાર રૂપિયા માં એટલે સુરતના એક મિત્ર ખ મજાક કરી કે આના થી વધારે તો સુરત માં હીરાઘસુ નો પગાર છે અને ઉમેરી ને કહ્યું કે નાનો ધંધામાં કમાવી લેવાય ત્યાં એક બીજા દોસ્ત એ કહ્યું કે બકા reputation તો l and t ના સાહેબ બનવા માં છે નાના ધંધામાં ઈજ્જત શું તારી. ત્યારે એક મિત્ર એ સરસ જવાબ આપ્યો કે જો કરસનદાસ પટેલ એ ઘર ઘર જઈ ને સાબુ વેચવા માં ઈજ્જત નો વિચાર કર્યો હોત તો આજે નિરમા કંપની ઊભી ના હોત.)

બાબાજી અબ આપ હી સહારા 😂

ભારત માં બાબાજી ઑ ની સંખ્યા કેટલીક…!!!??

કદાચ દસ લાખ લોકો એક ફેમસ બાબાજી અને બાબાજી માટે કાઈ બોલાય નહીં નહીં તો મારા મારી થઇ જાય….

આ ઢોંગી બાબાજી માટે કેટલીય વાર મુવી આવી છે અને કટલાય પકડાયેલા છે પણ આ ભારત મારો દેશ વળ વળી ને બાબાજી ઓની વાંહે જ જાશે જાણે બાબાજી તો કંઈ એ ઉખાડી ને આવ્યા હોય.

બાબાજી ભગવાન નો નહીં પણ ડરનો ધંધો કરતા ફરે છે અને ભવિષ્ય જાણે તે લખવા ના હોય એમ એને બદલાવવા માટે વિધિ કરવી એ એમનો જન્મ સિધ્ધ અધિકાર છે.વાંક પ્રજા નો છે જે ખત્તા ખાઈ ને પણ સુધરવાની નથી જ હવે બાબાજી નુ સાનિધ્ય પામવા એકાંત માં જવુ છે અને પાછુ સર્વસ્વ અર્પણ કરી દેવુ છે તો પછી બાબાજી શું ચીજ છે હું એ ઝાલ્યો ઝલાઉ નહીં. પછી બે – ત્રણ વાર થઈ ગયા પછી યાદ આવે કે ધોકા હો ગયા રે યેતો…..😂😂😂😂

ધોકા ની કઉ હમણાં જખમારવા ગઈ તી ગુફામાં…..

એક સીધી વાત છે કે દબાયેલા અને કચડાયેલા લોકો ના મસીહા છે આ બાબાજી ઓ અને અંધ પ્રજા તેમના અહેસાન તળે દબાયેલી છે.કોઈ ગરીબ ને રોટી કપડાં ને આશરો આપોને તો તે પછી તમારા માટે કાઈ પણ કરવા તૈયાર થઈ જાય છે.

પણ વ્યક્તિ પૂજા ની એક હદ નો કિસ્સો કહું કે હવેલી ઓમાં સ્વામી શ્રી હીંડોળા પર ઝુલતા હોય અને આજુબાજુ પંદર એક બૈરા હોય કોઈ પંખો નાખે તો કોઈ પાન ખવડાવે ને કોઈ પગ દબાવી આપે જાણે સાક્ષાત કૃષ્ણ ભગવાન બિરાજમાન છે અને સ્વામી શ્રી પાન ની પીંચકારી મારે ને એ અક્કલ મઠ્ઠા ઓ તેની બુંદ ને પામવા માટે ઝધડો કરે.😂😂😂

આ કિસ્સો મારા દાદાજી એ કહ્યો હતો અને આ બઘા થી દૂર રહેવું એવી સલાહ આપી હતી.

મને ધરમ સંપ્રદાય સાથે કોઈ જ તકલીફ નથી પણ વ્યક્તિ પૂજા થી ઊંચા આવી ને વિચાર પૂજા કરે એવી અપીલ છે.

  • Sixer- બસ બાબાજી આપ કા હાથ મેરે પર રખના….બાબાજી ઈન માઈન્ડ બચ્ચી સર કી ક્યાં બાત હૈ તુમ કહો તો…….😂

ઘડતર

આ શબ્દ આપણે કોઈ પણ વસ્તુ કે જેમાં બીજ માં થી અંકુર અથવા તો પાયા માં થી ઈમારત બને તેમાં મહત્વ નો ભાગ ભજવી જાય છે. આપણે આજે કાઈ પણ છીએ તેમાં આપણા ઘડતર નો ફાળો છે.

  • કબીર લોહા એક હૈ ઘડને મેં હૈ ફૈર તાહી કા બખ્તર બને તાહી કી સમશેર.

આપણા ને લાગે કે આ તો ફકત બાળકો ના સંદર્ભમાં હોય છે પણ મને તો આ જીવનભર અથવાતો મૃત્યુ પર્યંત ચાલતી ઘટમાળ છે.આપણા વિચારો એ આપણા ઘડતર ની જ ગળથૂથી છે અને સમય સાથે બદલાઈ જાય છે કેમ કે ઘડતર આપણે અનુભવ અને શિક્ષકો દ્વારા સિંચન કરી એ છીએ.

મોટા ભાગે તો આપણી આસપાસ નુ વાતાવરણ જ ઘણું બધું શીખવી દે છે. બાકી શાળા ઓ એ તો બાળપણ ની પથારી ફેરવવા માં કાઈ બાકી નથી રાખ્યું.

  • હું શાળા માટે કોઈ પૂર્વ ગ્રહ કે લઘુતાગ્રંથિ થી નથી પીડાતો પણ તેમની કાર્ય શૈલી થી નફરત છે કેમકે મને તેમાં નર્યો વિરોધાભાસ અનુભવાય છે. એક ઉદાહરણ આપુ.

જાપાન નુ એક પુસ્તક છે તોત્તોચાન લેખિકા તેત્સુકો કુરયોનાગી જેમણે education system કેવી હોવી જોઈએ તથા ભણાવવા નુ કઇ રીતે એવી દરેક વસ્તુઓ જે બાળકો ના જીવનમાં જરૂરી છે તેનુ તાદ્રશ્ય નિરૂપણ તેમની તોમોએ શાળા દ્વારા કરવામાં આવ્યું છે.

  • આ પુસ્તક માઈલસ્ટોન છે કે education system and schools કેવી હોવી જોઈએ અને આ બુક મે વાચી છે અને આફરીન પોકારી ઉઠ્યો છુ અને સલામ છે આ લેખિકા ને.

હવે ખરો કટાક્ષ અહી થી શરૂ થાય છે કે જ્યારે મે જાણ્યું કેઆ આખુ પુસ્તક શિક્ષક બનવા માટે ના અભ્યાસ ક્રમમાં છે.અને મને આ પુસ્તક માં કરવામાં આવે લી વાત મે ક્યારેય મારા શાળા ના ભણતર દરમિયાન નતી જોઈ.😂😂

એક 70 થી 80 જણા નો ક્લાસ અને તેમને કાબૂમાં લેવા રખાતા watchmen જેવા શિક્ષક…..

  • બધા એ તોત્તોચાન વાંચી હતી શિક્ષક બનવા માટે નહીં કે વિધ્યાર્થી ના ધડતર માટે…….

પુસ્તક મા શિક્ષક વિધ્યાર્થી ઓને ફુલ વિશે સમજાવવા બાગમાં લઈ જાય છે અને અમારે ત્યાં બારી ની બહાર ફુલ જોઈએ તો ફૂટપટ્ટી મારતા…….

નરેન્દ્ર મોદી

અરે બધા ને જે કહે એ પણ આપણ ને તો ગમે છે તે વ્યક્તિ.બધા માણસો 100 ટકા સાચા નથી હોતા કેટલાય લોકો ને ગમો અણગમો હશે તેમની સાથે તેમની નીતિ અને કાર્ય સામે પણ હું તો ફોલોઅર છુ તેમના વક્તવ્ય શક્તિ નો, તેમની વિચારસરણી નો અને તેમની વાત ને ડિલિવરી કરવા ની સ્ટાઇલ નો.રાજનીતિ એ કાદવ છે એમાં રમવા માટે કુષ્ણ ની જેમ વરતાઈ જવું પડે કેમકે આ રાજનીતિ છે.

  • અને મને ગર્વ છે તેમના પર પણ ના તો હુ મોદીવાદી છુ ના તો મોદી વિરોધી હુ તો તેમના સારા ગુણો ને મારા માં ઉતારવા માગુ છુ.મને મોદીજી ગમે છે તેમના વિચાર ના લીધે તેમની આવતીકાલ ના સમય ને પારખવાની આવડત ના કારણે અને તેમનો નેવર ગીવ અપ નો અભિગમ જ કાફી છે યુવાન ઓ માં ઉન્માદ જન્માવવા.ક્યારેક સમય કાઢીને તેમની લખેલી ચોપડી નુ વાચન કરજો કદાચ તેના પરથી તેમની વિચાર શક્તિ સાથે સહમત થશો.

આ લખવા નો આશય વ્યક્તિપૂજા થી ઉપર ઉઠી ને વિચાર પૂજા નો છે જે આવતી કાલ ના ભારત ને આગળ લઇ આવશે.

જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા તમને

ચિંતન કણિકા- અવિરત પ્રગતિ કરવામાં જ આપણી ગતિ હોય છે. ચરૈવેતિ….. ચરૈવેતિ….

કાળ

ઈશ્વર દ્વારા કરવામાં આવેલી ખૂબસૂરત રચના કે જેણે ભૂત-વર્તમાન-ભવિષ્ય માં માનવી નુ દરેક નજરાણું કેદ કરી રાખ્યું છે.

આમાં થી મારા મુજબ મને ભવિષ્ય વધુ ગમે છે કેમકે જયારે પત્તા ની બાજી માં બંધ દાવ હોય ત્યારે રમવાની મજા કઇક જુદી જ છે અને માણસ ને જે વસ્તુ પર તેનો કાબુ નથી તે ને જાણી લેવા ની અદમ્ય ઈચ્છા હોય છે. એટલેજ તો ભવિષ્યમાં બે રોટલા સાચવવાની લાહ્યમાં વર્તમાન નો એક રોટલો ગુમાવી બેસે છે.ભવિષ્ય એક અકળ કોયડા સમાન છે કે ઈસ મોડ પે ક્યાં હોગા તેનો અંદાજ લગાવો અઘરો છે.

તેના લીધે જ માનવ ભૂતકાળ અને ભવિષ્ય ના જન્મ ના પાપ અને વર્તારા વચ્ચે તેનો અમૂલ્ય આજ ગુમાવી બેસે છે.એક જગ્યાએ વાંચ્યું હતું કે આપણે ભૂતકાળ તારીખયું યાદ રાખવા માટે નથી પણ ત્યારે કરવામાં આવેલી ભૂલ ભવિષ્ય માં ન થાય તે માટે ભૂતકાળ યાદ રખાય છે.

આમ તો મને ભવિષ્ય સાથે કોઈ દુશ્મની નથી પણ અકળ સ્વભાવ ને કારણે નિર્ણય લેવા માટે અડચણ અનુભવી એ છીએ. કેમકે જવાની ના ઉંબરે પહોંચ્યા પછી પણ એક સવાલ આવે કે હવે શું કરશું તો સ્વાભાવિક છે કે આપણા ઘડતર નો પાયો કાચો છે.

Sixcer- સ્ત્રી અને ભવિષ્ય વચ્ચે કઈ સામ્યતા છે ???

Both are unpredictable…😂😂

અકળ અને અગમ્ય

Teacher’s Day

શિક્ષક-ગુરૂ-આચાર્ય-સર-ટીચર-મેડમ. 

શબ્દો અનેક પ્રકારના હોય પરંતુ લાગણી એક જ પ્રકારની રહેશે. મારા પોતાના જીવનમાં શિક્ષકોનો ફાળો અમૂલ્ય રહ્યો છે. હું મારા દરેક સાહેબ ઓ નો રૂણી રહીશ જેમણે મને 10 મા ના મુકામ સુધી પહોચવા માં મદદરૂપ બન્યા છે.

પણ ત્યાર બાદ મારા અંગત અનુભવ મુજબ હું diploma and degree દરમિયાન એખ સાચો શિક્ષક ગોતી ન શક્યો કેમ કે મોટા ભાગ એ અમુક શિક્ષક ઓ ઉપર લાગણી આવતી જ ન હતી.આમાં અમુક અપવા પણ હતા.

કેમકે અહીં મોટા ભાગે professional relationship હતી જૈ કેળવણી કલતા પરીક્ષા ના માકૅ સુધી મયૉદિત રહેતી. ગુરુ અને શિષ્ય વચ્ચે નો સંબંધ પિતા અને પુત્ર તુલ્ય હોય છે પણ હું બડભાગી તેને પામી ના શક્યો.

કદાચ શિક્ષક પ્રત્યે ધિક્કાર ની લાગણી જન્માવવા મા educational system નો વાંક હતો અથવા તો મારૂ ઓછુ result જવાબદાર હતું.

એક ઠોઠ વિધ્યાર્થી ની આંગળી પકડીને એક શિક્ષક તે ને મઠારે તે ફક્ત વાર્તા ઓ મા જ વાચ્યું હતું. ખરો શિક્ષક તે છે જે સમજવી જાણે.

(લોકો ને એવુ લાગે કે ભાઇ આને ટકાવારી નથી આવતી એટલે educational system ના રોદણાં રોવે છે પણ એક દિવસ હું તેનુ તટસ્થ મૂલ્યાંકન કરી ને જ જંપે.)

Conclusion…

વાંક અંગ્રેજો નો નથી જેમણે આપણી શિક્ષણ વ્યવસ્થા ખોરવી વાંક આપણો છે કે આપણે આપણા વારસા નુ મહત્વ ન સમજી શક્યા.