Start Ups કહો કે ધંધો – મારી સમજણ મુજબના આટા-પાટા

Idea – Start Up – Business – Unicorn – Ventures Capitalist – Investment – Returns – Profit- Loss.

આ બધાં જ શબ્દો ખૂબ જ જાણીતા થઈ ગયા છે. છેલ્લા કેટલાય સમયથી. એન્જિનિયરિંગના બાદ જો કોઈ વાવાઝોડું આયું હોય તો તે સ્ટાર્ટ અપસનું છે. નવા વિચારો અને એકની એક ઘરેડથી કઈ નવું કરી બતાવવાની ઈચ્છા. Problem Solving, Vision અને mission.

મૂળ વિચાર સ્ટાર્ટ અપનો છે એક unique Vision સાથે કોઈ change લાવવા માટેનો પ્રયત્ન. બાકી Business ઘણા લોકો કરે જ છે. વર્ષોથી. એમાં કઈ જ નવું નથી. Demand શોધો. તેને અનુરૂપ વસ્તુઓ તૈયાર કરો અને વેચો. એકદમ સીધી રીત મુજબ. પણ કહેવાય છે કે દરેક સામાન્ય ધંધો કરતા વ્યક્તિ પાસે વિઝન વાળા ideas ઓછાં હોય છે. તથા ફક્ત વિઝન વાળા ideas ધરાવતા વ્યક્તિ પાસે સામાન્ય ધંધાનું જ્ઞાન નથી હોતું. હશે એવા વિરલા કે જેમની પાસે બંને હોય છે. અપવાદો રહેશે તેવા. હું અહીંયા જરાક broader range માં વાત કરું છું.

આજે થોડીક વાતો મારી નિષ્ફળતાની પણ કરવી છે. ક્યાં પ્રકારની મુશ્કેલી આવી તથા ક્યાં કાચા પડ્યા. સ્ટાર્ટ અપ એ જે નથી કરતા તે પસ્તાય છે. અને જે કરી ને નિષ્ફળ જાય છે તેને જોઈ ને સલાહ આપે છે,કે દોઢડાહ્યા ના થયા હોત તો ચાલી જાતે. અહિયાં આવતા પહલે જ ખ્યાલ હોય કે 1000 માંથી 1 જ વસ્તુ ચાલશે. ત્યારે તો આપડું ધ્યાન ફક્ત 1 પર જ હોય છે. બાકી ના 999ને તો આપડો confidence જ ગળી જાય છે. કેમ કે reality થોડી વધારે harshly હિટ થાય છે.

પણ કશુંક ના જ કરવાં કરતા એકવાર કરીને પણ જોઇ લેવું. કોણ જાણે ત્યાં નવું કંઇક જડી જાય. પેહલી જ શીખ તે કે સ્ટાર્ટ અપ વિઝનના કારણે સર્જન પામે છે. દૌડતા નથી. કયારેક બાંધછોડ કરીને survival જરૂરી છે. જીવન અને માર્કેટનાં રંગો જોવા મળશે તે નક્કી છે. તમારા વિઝન સાથે લોકો align થશે પણ ત્યા સુધી તમે ટકી જવા જોઈએ. આ વાચ્યા વખતે લાગે કે આ તો બધું કરવું જ પડે ને. આમ થાય તો જ હાલે બધું. પણ કેહનો ઔર કરનો મેં બોત ફરક હૈ ભાયા. આ પણ જાણીએ છીએ. ખબર બધી ત્યારે જ પડે જ્યારે તમે કુદો તેમાં. ત્યારે બધી Philosophy hard hitting થાય.

બજારને જે જોઇએ તે આપો તે છે સામાન્ય ધંધો. એટલે general business. Demand and Supply. તમને તમારા વિઝન મુજબ લોકો એમની ચોઇસ બદલે તેવી જીદ રાખી ને business કરવો તે છે મૂર્ખામી. જે મેં વધતા ઓછાં અંશે કરી. આપડી વસ્તુ 100 ટકા સારી પણ હોય, જરુરી પણ હોય ,છતાંય તમે તેને તરત વેચી નહીં જ શકો. બજારને તૈયાર કરવું પડશે. તેની જરૂરિયાત ઊભી કરવી પડશે. તો જ ટકશો.

એક Typical start up and સામાન્ય ધંધા વાળા માં આજ ફરક છે. એક સહેલાઇથી વળી જાય છે. જેમ બજાર ફરે. જ્યારે ઍક સ્ટાર્ટ અપ વાળો તેની જીદ નથી મૂકી શકતો. કેમ કે તેના વિચારો નો ego તેને રોકે છે. પણ એક સામાન્ય ધંધો ચલાવતો માણસ ફક્ત એના દિવસનું rotation calculate કરે છે. આ ફરક મેં અનુભવ્યો હતો. સ્ટાર્ટ અપ વાળા સાથે ભાર બહુ હોય છે. કે મારે જે કરવું છે તેની પર જ અડગ રહેવાનું. કેમકે આપણે ખોટા છીએ તેનો સ્વીકાર આપડો ઇગો આપડાને ઝટ કબૂલ નથી કરવા દેતો. Superiority Complex આવે છે. તેના જ કારણે.

એકાદ ભૂલ થશે તો શીખશે તે વાત સાંભળવામાં ખૂબ જ motivation આપે છે. જ્યારે થયું ત્યારે એમ જ લાગે કે શું જરૂર હતી આવું કરવાની. અનુભવ મળશે જ. કોઈ પણ કામ કેમ ના હોય. આમાં મારા મુજબ તમે વિઝનને serve કરવા જાઓ છો કે પછી પૈસા generate કરવાં. આમાં અટવાઈ જવાય છે. વિઝન લોકો સુધી લઈ જવામાં દસકો લાગી જાય. ત્યા સુધી તમે જ ના હોવ તો પછી કોઈ મતલબ નથી સરતો.

નવી Product Line ને માર્કેટિંગ કરવી. Manufacturing cost ઓછી કરવામાં પૈસાની એક vicious સાઇકલમાં ન ભરાઈ જઈએ તેનું ધ્યાન રાખવું પડે છે. તેમાં જ આગળ વધવું કઠિન થઈ જાય છે. ભૂલો ચોક્કસ આપણી જ હોય છે. આમાં કોઈ પણ પ્રકારની blame game નથી. ફક્ત હાલ સુધી થયેલા અનુભવો જ છે.

Government Support છે પણ તમારા સુધી લાવવામાં ખાસા અટપટાં પાસાઓ નડે છે. બધું જ જો જાતે થાય તો જ Well and Good છે. તેવું મને લાગે છે. અને હા struggling phases માં કયારેક ઘરવાળા પણ ડગી જાય છે.એમ નહીં કે તેમને તમારી કબોલિયત પર ભરોસો નથી પણ તે બધા લોકો એ જીવનના ઘણા પાસા જોયા હસે અને તેમાં નિષ્ફળ પણ થયાં હશે. તેથી જ આપણાને તેઓ પ્રોટેક્ટ કરવાં પ્રયત્ન કરતા હોય છે. Rolf Dobellie કહે છે તેમની બુકમાં કે 1 success stories ની પાછળ 999 ફેલ Stories હોય છે. ત્યારે આ લાઈન વાચીને વિચાર હતો કે આપડે તો 1 માંજ આવીએ ને. ભાઈ ફેલ થોડીક થશે. પણ reality માં પછી એમ માનીએ કે 999 માં આવ્યા છીએ તો પણ coller તો tight રાખી ને જ ફરશું.😂

વિઝન અને Mission મહત્વના જ છે. કેમ કે તે ઇજન છે કોઈ પણ સ્ટાર્ટ અપ માટેનું. હાં કયારેક પૈસાની પાછળ દૌટ મૂકી જ દઈએ છીએ. તેનો સહજ સ્વીકાર જ છે. કોઈ પણ પ્લાન પેહલેથી ફૂલ પ્રૂફ નથી બનાવી શકતો. ઉડાન ભર્યા પછી નાના – નાના correction તેને ગંતવ્ય એટલે કે destiny સુધી લઈ જશે. અને હા હજી આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ લાવવાનું નથી વિચારવાનું. So this is the dilema જે મેં ફેસ કરી રહ્યો છું. બાકી નવી વાતો અને અનુભવો આવતી ફેરી એ.

આ લખવાનો મતલબ એક જ છે. કે મેં જે ભૂલો કરી તે જ ભૂલો મારા આગામી સાહસ કરવા વાળા ના કરે. નવી ભૂલો હંમેશા આવકાર્ય જ છે. તો ચાલો ફરી મળીશું.

PS – બસ જે ભૂલો કરી છે તે ફરીથી repeat નથી કરવાની. અને નવી ભૂલો થાય તે ચાલે. પણ ભૂલો તમારું Survival ના જોખમાવી જોઈએ. તે પેહલી શરત છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s