આગળના ભાગમાં આપણે methodology વિશે ચર્ચા કરી હતી.હવે એ પ્રમાણે education field ની અંદર ફેરફાર કરવો હોય, તો કઈ રીતે કરી શકાય. એના માટે ના અલગ અલગ મુદ્દાઓ જોઈએ.
જોકે આજે મહત્વપૂર્ણ દિવસ પણ છે. National Science Day છે. જેને ભારતના ખ્યાતનામ વૈજ્ઞાનિક C V Raman ની શોધ પાછળ ઉજવવામાં આવે છે. જોકે હવે research અને innovation માં આપણું સ્થાન બધાને ખબર છે. એના વિશે ચર્ચા નથી કરવી, પણ જ્યાં સુધારા નો અવકાશ હોય. ત્યાં તો ખાસ કામ કરવાનું છે. આનો એક જ ઉકેલ છે. Education System ને ધીમે- ધીમે સુધારવી. તો હવે પાછળ જે ચર્ચા અધુરી રહી ગઈ હતી, તેને આગળ વધારીએ.
ભારત જેવા દેશમાં હજુ પણ જ્યા બાળકોને ભણાવવા માટે school પર મોકલો,એવી advertisement કરવી પડે છે.ત્યાં અલગ પ્રકારના education પર વાત કરવી હાસ્યાસ્પદ લાગી શકે. આટલી મોટી વસ્તી અને મર્યાદિત resources. છતાં પણ ગિજુભાઈ બધેકા સાહેબની દિવાસ્વપ્ન વાંચી જવી. આ ચોપડી શિક્ષણ વ્યવસ્થા કંઈ રીતે વર્ગમાં ચલાવવી.એના પર છે. દિવાસ્વપ્ન અને તોત્તોચાન, આ બંને પુસ્તકો અફલાતૂન છે. વાંચ્યા બાદ ફરીથી એવી શાળામાં અભ્યાસ કરવાની ઈચ્છા થાય.
હજુ સુધી education system માં major level એ ફેરફાર ન આવવાનું કારણ આપણી marks oriented system પણ છે. માર્ક્સ આગળ સમજણ કાચી પડી જાય છે. જ્યારે admission નો સવાલ હોય, ત્યાં તો ખાસ. પહેલાં કહ્યું હતું કે, આપણે જવાબો આપી દઇએ છીએ. સવાલ પેદા કરવાંનો સમય જ ક્યાં છે. આજે હર્ષલ પુષ્કર્ણાની ગુજરાત સમાચારની કોલમમાં પણ વાંચ્યું. કે નવા innovation કરે, તેવા mind માટે મનન-ચિતન કરવાની બાળકોને છૂટ જ નથી. બસ ગુરુત્વાકર્ષણ બળ સમજાવી દો. એના દાખલા કરાવી દો. બાકી અલગ-અલગ દળની બે વસ્તુઓ ને એક જ height થી નીચે ફેંકો, તો કઈ વસ્તુ પહેલા જમીન ને અડશે ? આવા સવાલ નો પણ જવાબ નહીં મળે. જો ગુરૂત્વાકર્ષણ ને નહીં સમજ્યા હોય તો. મને પણ મોડું સમજાયું હતું.
(એક video ની link આપું છું. જેમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને, પ્રવાહી માંથી વાયુમાં પાણીનું રૂપાંતર થાય, ત્યારે અણુ-પરમાણુ માં કયો ફેરફાર આવશે ? તેવું પૂછ્યું હતું. જવાબ સાંભળીને એમના misconceptions પર દુઃખ થશે. એક આડ વાત, video આગળ જોતા પહેલા પૂછેલા સવાલનો કોઈ એક option મનમાં નક્કી કરજો. મજા આવશે.
Link – https://youtu.be/XkBM-gXQChI )
આપણાને ભારતના ઋષિ-મુનિઓ પ્રત્યે ખૂબ જ માન છે. એમની અમુક વૈજ્ઞાનિક શોધોને જાણીને છાતી ગજગજ ફૂલે છે. આર્યભટ્ટ, વરાહમિહિર, સુશ્રુત અને એમના જેવા કેટલાય હતા. જેમણે પોતાની આખી જીંદગી research પાછળ ખર્ચી નાખી. એમનો હેતુ સવાલનો જવાબ મેળવવામાં હતો. તમે કોઈ પણ available ચોપડી refer કરો. જેમાં એમનું કાર્ય લખેલું હોય. એમાં આર્યભટ્ટના દરેક ગાણિતિક કોયડાઓ ઉકેલવા માટે એક ચોક્કસ પેટર્ન દેખાશે. સવાલ મનમાં આવ્યો, કે આ સૂર્યની ગતિ કેવી છે ?
જવાબ માટે જરૂરી ગાણિતિક સમીકરણો શોધ્યા. આપણે સવાલ આપી દીધા. એના જવાબ ઝડપથી કંઈ રીતે મળી શકે. તેના પર જ કામ કર્યું. આખી competitive exams ની દુનિયા આ સિધ્ધાંત પર હાલે છે.તમે કહેશો કે, એ તો researchers હતાં. એટલે એમણે આમ કર્યું, પણ મુદ્દાની વાત આ જ છે. સવાલોમાં થી જવાબો શોધવાના. બેઠા સમીકરણોથી દાખલો સોલ્વ કરવાથી નવીન વિચારો ન ઉદભવે.
મારા ધ્યાનમાં એક બાળક હતું. જેણે નવમા કે દસમા ધોરણમાં એક સવાલ પૂછ્યો. સાહેબ બોર્ડ પર અમીબા (એક કોષીય સજીવ) કેવી રીતે ખોરાકના કણોની પાચનક્રિયા કરે છે.એના વિશે ભણાવતા હતા. એ બાળક ના મનમાં થયું કે આ અમીબા રહ્યું એક કોષીય સજીવ. આને ખોરાકનો કણ સામે આવ્યો એની ખબર કેમની પડી ? આને તો આંખ પણ નથી.
સવાલ વ્યાજબી હતો પણ, textbook અને ભણાવનાર સાહેબ એ વાતનો છેદ ઉડાડવા કહ્યું. કે મોટા ધોરણમાં અભ્યાસ કરવાથી સમજણ પડી જાશે.
બીજી વખત સાહેબ અમેરિકા નું space shuttle સમજાવી રહ્યા હતા. એની પહેલા સાહેબ સાદા એરોપ્લેન ના ઉડ્ડયન નું વિજ્ઞાન ભણાવવી ચૂક્યા હતા. એ બાળકને થયું, કે આ શૂન્યાવકાશમાં હવા તો ગેરહાજર છે. તો પછી space shuttle ને અલગ દિશામાં વાળવું હોય તો ? એરોપ્લેન દિશા બદલી શકે, કેમકે હવાનું દબાણ એની પાંખો દ્રારા બદલવામાં આવે છે. જેથી દિશા બદલાઈ જાય.સાહેબ એ કહ્યું કે ભાઈ, અત્યારે કોર્સ પતાવવા દે. હશે અમેરિકા પાસે એવી ટેકનોલોજી.
આ કિસ્સો મારી આંખ સામે થયેલો છે. હજું પણ એ બાળક યાદ આવી જાય છે.મૂળ વાત એ જ છે, કે સાહેબનો અહમ્ એક બાળકના પ્રશ્નથી ઘવાઈ ના જાવો જોઈએ. ન ખબર હોય તો સાથે મળીને શોધ કરીએ.Textbook ગમે એટલી સુધારીએ પણ પધ્ધતિ જૂની રાખીને, આપણે change ની આશા રાખીએ છીએ.
આવા કેટલાય misconceptions છે. સવાલો આવવા જ જોઈએ. જો બાળક સવાલ ન પૂછે. તો એ કાંઈ સમજ્યો જ નથી.
શું curiosity કરતાં course વધારે મહત્વપૂર્ણ છે?
ખુદ સોચ વિચાર કરીએગા.
રસ્તાઓ છે જ. જો કોઈ નવો વિચાર હોય તો જરૂર મને social media પર contact કરજો.
Baaat to sahi kiye ho janab! 🙌🏻
LikeLiked by 1 person
Thanks a lot..
LikeLike