The Education System – Part-3

ગયા ભાગમાં બાળકોના screen time અને Online તથા Offline education માં જે રીતે એક જ methodology follow થાય છે,એના વિશે વાતચીત કરી.

આજે particular કયા-કયા પ્રકારની methods નો ઉપયોગ કરી ને બાળકોથી લઈને engineering ના students ને અલગ રીતે ભણાવી શકીએ,એના પર વિચારણા કરીએ. જોકે એવી કોઈ perfect system છે નહીં. બાળકોની thinking ability મુજબ methods બદલવી પડે. આમાં sure shot ના વાગે. છતાંય જેટલી પણ methods હોય. એમાં મારા ખ્યાલ પ્રમાણે એમને spoon feeding કરવા કરતાં તેમને વિચાર કરવા પર મજબુર કરે એવું હોવું જોઈએ.

જોકે આ વાત સાચી છે હોં તમારી‌. આવું કહેનાર સૌ મળે છે, કે boss idea છે સારો. બાકી વાર્તા કરીને છૂટા પડીએ છીએ. જોકે માણસો જબરદસ્ત વિચિત્ર છે. પાર્થ ભાવસાર એ મસ્ત વસ્તુ identify કરી. કે આપણે algorithm તૈયાર કરવામાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છીએ. જે Human Emotions ને સમજી શકે પરંતુ માણસનું બીજા માણસ સાથે નું emotional bonding તૂટતું જાય છે. હશે હશે.

હાલો back to the point. સારી strategy શું હોય શકે ?

એક વાક્યમાં કહેવું હોય તો સવાલ નો જવાબ માંગવો. જવાબ આપી ને આ સવાલ છે. એવું ન કહેવું. જેમકે Newton ના LAW explain કરીને પછી એમને કહીએ.કે હવે દડો હવામાં ઉછાળશો તો નીચે આવશે. સાલી curiosity જ ખાઈ જઈએ છીએ. દીટ્ટો suspense-thriller મૂવી જોતા કોણ killer છે. એ વાત કહી દેવી. આ વાત એકદમ સરળ છે. આપણે science ના બનેલા rules ને challenge નથી કરતાં. ભલે Newton અને ફેરાડે સાચા રહ્યા પણ એમના પ્રયોગોને સાબિત કર્યા પછી જ accept કરાય. જોકે સરળતાથી યાદ કરી ને exam માં લખવા મળે. તો કોણ લમણામાં પડે. હું પણ‌ આવી જ રીતે ભણ્યો છું.

Veritasium કરી ને Science ની YouTube channel છે. એમણે એક પ્રયોગ કર્યો હતો. એક group ના બાળકોને એક વૈજ્ઞાનિક સિદ્ધાંત સમજાવી નાખ્યો અને બધું જ સમજાવી નાખ્યું. પછી discussion કર્યું તો બધા છોકરાઓ confidence માં હતાં. કે અમને સમજાય ગયું.

બીજાં group સાથે same વસ્તુ કરી પણ એમને direct સમજાવી દીધાં કરતા. એમને વિચારવા પર emphasize કર્યા. અમુક બે-ત્રણ પ્રયોગ કરી ને સમજાવ્યું. જેમાં એ પ્રયોગ success નહતો થતો. ત્યાર બાદ સાચી method follow કરી ને exect પ્રયોગ સમજાવ્યો. ખોટા પરથી પછી સાચા results પર લાવ્યા. (જાણે scientists એક જ વારમાં પ્રયોગ કરીને શોધી લાવ્યા હતા. એમ આપણે બાળકોને સમજાવીએ છીએ.)

અંતમાં બેઉ group ના બાળકોની exam લીધી. જેમને સીધા જ પ્રયોગ ના results જણાવી નાંખ્યા હતા. એમણે paradoxical સવાલોમાં ગોથા માર્યા. જ્યારે જે બાળકો ને ખોટી વસ્તુ કરાવીને સમજાવ્યું હતું. તે લોકો ના અટવાયા.

So the result is. કે તમે એમને સીધા પરિણામ ભણાવો તો‌ એ લોકો સમજી જશે એવું લાગશે પણ ઉલટતપાસ દરમિયાન જાણશો તમે કે એ લોકો આ વૈજ્ઞાનિક સિદ્ધાંતને conceptually સમજ્યા જ નથી. તો જરૂર આ વાતની છે. સીધું ધરી દેવામાં મજા નથી.

જોકે હાલની educational system ની અંદર અભ્યાસક્રમ પતાવવાની લાહ્યમાં અભ્યાસ જેવું કાંઈ રહેતું જ નથી. ખાલી standard ના ક્રમ (level) બદલાય છે.Gandhiji કહી ગયા કે સાચું ભણતર એ કે જે હાથ, હ્રદય અને બુદ્ધિ નું coordination રચે. જોકે આજકાલ ભણતર માટે કમાણીમાં coordination હોવું જોઈએ. બાકી બધું થઈ પડશે.

જોકે આ વાત Engineering Students ને પણ લાગે વળગે છે. જોકે હાલ sophisticated engineers નો રાફડો ફાટયો છે. Research Paper લખવાં ની ઘેલછા વાળા. એ‌ વસ્તુ સારી જ છે. પણ‌ paper ઉપરનું research વાંચી ને આમ ક્યાં બવાલ ચીજ‌ હૈં યે વાળી feel આવે.પછી ખોદકામ દરમિયાન કયા-કયા papers માંથી લીધું છે. એ ખ્યાલ આવે. મૂળ research કરતાં વધારે CV માં ‌મૂકવાની ચળ વધારે. Research હવામાં હોય છે. કેમકે ‌engineering ની અંદર હવે analystics ની સાથે સાથે Practicle પણ class માં જ થાય છે.

રસ્તાઓ છે જ. જો કોઈ નવો વિચાર હોય તો‌ જરૂર મને social media પર contact કરજો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s