ગઈ વખતે તો topic થોડોક આડો-અવળો જતો રહ્યો હતો. પણ આજે મારે Mobile Phones ના Education Field માં વધતા વપરાશ માટે વાત કરવી છે.
Mobile Phones કે પછી screens નો સંપૂર્ણ ઉપયોગ બંધ કરવા વિશે વાતચીત નથી કરવાની. એ પ્રકારનો વિચાર જ હાસ્યાસ્પદ છે. Technology ના world ની અંદર આજે એને reverse પૈડાં ન લગાવી શકાય. પણ એના ઉપયોગ ને right direction ની અંદર guide કરવો જરૂરી લાગે છે.
જેમકે હાલ Online Education System નો ઉપયોગ અનિવાર્ય થઈ ગ્યો છે. Due to Corona. પણ મારા મત મુજબ Online Education તમે Mature વિદ્યાર્થીઓ માટે effectively use કરી શકો છો. 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને Online Lecture માં attention માં રાખી ને ભણાવવા એ અઘરું task છે. છતાં આ situation જ્યાં લગી છે ત્યાં સુધી તો આજ પધ્ધતિ સરળ છે. જોકે બાળકો નો screen time વધી જાય છે. એ લોકો Actively 4 to 5 કલાક વિતાવે છે. ઘણા scientific papers સ્ક્રીન ટાઈમ ની બાળકો ના મગજ પર કેવી અસર થાય છે એના વિશે લખી ચૂક્યા છે. છતાંય આની લાંબા ગાળે કેવી અસર આવશે એ તો આવનારો સમય બતાવશે. 60 વરસ લગી Mobile Phone સતત use કરનારી generation 90’s ની હશે. અમુક experiment સમય માંગે છે. એટલે ભવિષ્ય જ આપણાં ને સાચું result આપશે. RF(Radio Frequency) ના માનવ પર ના સંશોધન પણ આ જ દિશામાં છે. અમુક ખરાબ અસર બતાવે છે પણ લાંબા ગાળે ની અસરો ફ્ક્ત probability પર આધારિત છે. આપણી generation આ પ્રયોગ ને સાબિત કરવામાં મદદ કરશે ભવિષ્યમાં. જોકે એટલું બધું પણ હાનિકારક નહીં જ હોય. હાલ તો એવું માની ને ચાલો. મારૂં મંતવ્ય એ છે કે અમુક topics ને Game and Toy સ્વરૂપે આપણે સમજાવી શકીએ છીએ તો એમાં નાહકનો screen time કેમ વધારવો. એટલો સમય એમને કોઈ મસ્ત animation movies જોવા દો.
જોકે મને તો Offline અને Online Lecture વચ્ચે ઝાઝો ફરક નથી લાગતો. Technology એ ફ્ક્ત presentation (રજૂઆત) કરવામાં ફેરફાર કર્યો છે. બાકી Black Board ની જગ્યાએ PPT ચાલે છે. ગણિતના સમીકરણો એક પછી એક F5 key દબાવતા આવે જાય છે. વિજ્ઞાન ના પ્રયોગો videos માં રહેલાં છે. Language ને Social Sciences ખાલી વાંચવા પૂરતાં ભણાવાય છે. Learning નો જે મૂળ અર્થ છે કે નવો વિચાર પ્રગટાવવો એનું તો નામો નિશાન નથી. આ બધાં ની ઉપર Online Education એટલે તાલ મળે નહીં.
આમે બાળકો ને Google કરતા શીખવાડતા પહેલા આપણે એમને વિચાર કરવા માટે પ્રોત્સાહિત (મોટીવેટ) નથી કરતાં. આ જબ્બર loop hole છે. Information ઘણી આપીએ છીએ પણ એનો ઉપયોગ કરી ને એમાંથી નવું જ્ઞાન પ્રગટાવવામાં આપણે નથી માનતાં.
Online Education ખોટું નથી પણ જેમ સાહેબ ક્લાસમાં હાજર રહીને ભણાવતા છતાં અમે મોબાઇલ વાપરતા. કેમકે ટપ્પો જ ના પડતો. (જોકે ફ્ક્ત બે જ નિરમા ના એવા સર હતા જેમનું ભણાવેલુ આ જ લગી યાદ છે. જોકે એ વાત teaching methods ની છે.) મૂળભૂત વસ્તુ એ છે કે આપણે method સરખી જ રાખી. Offline and Online માં. ખાલી રંગો અને વિડિયો આવ્યા. Effectiveness તો હજું પણ હિંડોળા જ લે છે. Offline class ની અંદર પણ activity and touch based ભણતરને આપણે પ્રાધાન્ય નથી આપ્યું. છોકરાંઓ ફક્ત મૂક પ્રેક્ષક તરીકે બેઠેલા જોવા મળે છે. ના આવડે તો સવાલ પૂછવામાં પણ ડરે છે બાળકો.
મારો મુદ્દો આ છે. ભણતર ને Online કરો કે Offline પણ જે વિચાર ની ચિનગારી છે એજ નહીં આવે તો ઠનઠન ગોપાલ થઈ ને રહી જાશે. ગઈ વખતે વાત કરી હતી.એમ જ કે Toys and Games ને વૈકલ્પિક સ્વરૂપે પદ્ધતિસર introduce કરી શકાય એમ છે. શીખવું જરૂરી છે તમે કેટલી ઝડપથી શીખો છો એ ગૌણ વસ્તુ છે. (Sansa Stark (GOT)).
હું આ વિચાર પર કામ કરી રહ્યો છું. જો કોઈ ને પણ discuss કરવું હોય તો મારા social mediaપર મને contact કરી શકશે.
– બાળકો ને વિચારતા શીખવી દો spoon feeding કર્યા કરતાં. તો આપણે ત્યાં પણ innovators પાકશે.