The Education System – Part -1

ચંદ્રકાંત બક્ષી ના એક લેખમાં વાંચ્યું હતું કે મારા બા કહેતા કે ભણેલા કરતા છોકરો‌ ગણેલો સારો અને મેં એમાં એક ઉમેરણ કર્યું. કે ગણેલા કરતાંય ફરેલો ( વિવિધ જગ્યો જોયેલી હોય એવો) સારો. જોકે આ કૌંસ ન મૂક્યો હોત તો ફરેલાં ને ખોપડી ફરેલાં સાથે જ‌ સરખાવી દેતાં.😂

Education બહું મોટો word છે. Define કરવામાં થાય એવું કે કર્યા બાદ આ perspective તો ચૂકાઈ ગયાં ની feeling આવે. Corona એ જ્યારથી mass gathering ની‌ વાટ લગાવી છે. ત્યારથી જ education system ને સંપૂર્ણ પણે online કરવા ની ફરજ પડી છે. પહેલા Engineering ની‌ પ્રજા મસ્તીમાં certificate લેવા EdX and CoursEra પર આંટા મારી આવતી. હવે તો બધું જ Online. જોકે Engineering Drawing ની sheet માં ‌Glass Copy કરેલી છે કે નહીં એ Online Class માં ગોતવુ એટલે Mechanical and Civil engineering ના સાહેબો ને માથા નો દુખાવો.

(Engineering Drawing એ દરેક stream ને ભણાવાતો subject છે. ફ્ક્ત Mechanical and Civil વાળાઓને છેક સુધી course માં આવે છે. પરોક્ષ રીતે.Glass Copy એટલે સીધી ભાષામાં છાપ પાડવી. કોઈ એક જણ દોરે બધા જ સાધનોની મદદથી અને ‌પછી‌ એની‌ sheet ના પડછાયા માંથી copy કરી ને દોરવું એટલે GC. વિસ્તૃત જાણકારી માટે Mechanical and Civil Engineer ને પૂછવું.મને ખાતરી છે કે તમે જ્યાં રહેતા હશો એ building માંથી જ ચાર engineer મળી આવશે.😂😂)

ભલું થજો આ Online Education નું. બચારા છોકરાંઓ જે છેલ્લી પાટલીએ બેસીને મોબાઇલ મચેડતા. એ હવે ઘેર બેસીને મચેડે છે. હશે ત્યારે Change is always inevitable. જોકે મારા ખ્યાલ મુજબ Core Branches (Mech,Civil, Electrical) ને Online પૂરેપૂરી ભણાવવી અશક્ય છે. જોકે Practicle માટે તો colleges ને ઓપન રાખવી જ‌ પડશે.

જોકે આ Lockdown એ મને એક વસ્તુ સમજાવી કે ભણતર ને classs room માંથી બહાર કેમનું લાવી શકાય. Please હું અહીં Practical Learning ના નામે ચરી ખાવા નથી આવ્યો. Plus મને સંપૂર્ણપણે એમ નથી લાગતું કે હાલ ની education system સાવ જ ખરાબ છે.છતાય હાં 70 % જેટલું તો લાગે જ છે કે એમાં ખરાબી છે. મારો કહેવાનો મતલબ એમ છે કે આપણે classroom ની બહાર એને explore નથી કર્યું. અમુક selected schools ખરેખર practical learning પર સારું કામ કરે છે પણ mass movement નથી એમાં. કારણ એ છે કે Practical Learning નું outcome subjective છે. હાલની education system ની અંદર. કેમકે એવા પ્રકારનું education તમને હાલની પરીક્ષામાં સારા માર્ક્સ લાવી આપશે એવો વાયદો નથી કરી શકતું. પણ બાળક ને concept સારી રીતે સમજાયો છે એની ખાતરી આપી શકે છે. જોકે એના Output નું measurement આખી અલગ system થી લેવામાં આવે છે.

જુઓ એક ઉદાહરણ આપું.

હાલની બધી મોટા ભાગની પરિક્ષાઓ એક ચોક્કસ સમય મર્યાદામાં તમારી accuracy તપાસે છે. તમારી intelligence નો એક ભાગ check થાય છે. એના સિવાય ના પાસાઓ પર વિચાર નથી કરાતો અને એના પરથી જ Admission and all ના decision લેવાય છે‌. જોકે આ પધ્ધતિ સરળ છે. એટલે હાલે રાખે છે‌. જોકે આ વસ્તુ rat-race creat કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓ નો મોટા ભાગનો સમય સાલો પરીક્ષાઓ માં જ જાય છે‌. એમને નવું કરવાની કે નવું વિચારવાની તક જ નથી આપતા. Einstein તો કદાચ બચારો JEE અને CAT પાસ કરવામાં જ એનું Imagination વાપરી નાખતે.

જોકે મને ય ખબર છે કે આ સરખામણી વ્યાજબી નથી.છતાય યાર જે rat-race વાળી વાત ખૂબ જ કઠે છે. આપણે કેમ ફ્ક્ત એક જ પ્રકારની Analytical Intelligence ને પ્રાધાન્ય આપ્યું છે. એવી possibilities વાળા students નું શું ? કે જેમની Imagination skill સારી છે. જેઓ અલગ રીતે વિચાર કરે છે. આપણે કેમ બધાને એક જ ત્રાજવે તોલી દઈએ છીએ‌. NO DOUBT કે જે છોકરું Aloha જેવા coaching class માં જઈ ને 946 * 978 નો જવાબ 20 seconds માં આપે છે‌. તેઓ છે જ હોશિયાર. એમાં ના નથી. જોકે એ એક પ્રકારની intelligence છે‌. એને બધાના માટે ‌માપદંડ બનાવવું કેટલું યોગ્ય છે ?

લોકો ને Imagination skill boost up કરવાની વાત કરીએ ને તો એમ જ કહે કે લા પરીઓ ની કહાની ક્યાં લગી. પણ ભાઈ મારા Art એ science થી દૂર નથી. પહેલા બધા science equipment એ science fiction જ હતા.Yet the thing is કે આ perspective તમારૂં બાળક મોટું થઈને કેટલા કમાશે એનો sure shot નથી આપતું. એટલે બસ લોકો એમાં પડતાં નથી. આ rat-race એ તો જવાનીઓ બરબાદ કરી છે. વિચાર કરો કે તમે જેટલો સમય તમારી competitive exam clear કરવામાં લગાવો છો. એટલો જ સમય બીજું કાંઈ નવું. જે તમારું passion હતું એમાં લગાવો તો. (અમુક લોકો ને ખરેખર Government Job માં જઈ ને દેશની મદદ કરવી હોય છે. આ ઉપરનું વાક્ય ફ્ક્ત સારી છોકરી મળી જાય એવા આશયથી Government Exam દેનારાઓને કહી રહ્યો છું.)

આ તો બધા આડંબર છે જે આપણી educational system એ creat કર્યા છે. મૂળ મુદ્દાની વાત એ જ છે કે આપણે આ બધાં ની અંદર થી એક એવી પેઢી તૈયાર નથી કરી શકતા જેના વિચારો પોતાના હોય. જેમનો પોતાનો આગવો perspective હોય. બાકી Yuval Noah Harrari ની Book 21 lessons for 21st century નો એક મહત્વનો મુદ્દો ટાંકી રહ્યો છું. કે આપણે 21 મી century ની અંદર કેવા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ.

So what should we be teaching? Many pedagogical experts argue that schools should switch to teaching ‘the four Cs’ – critical thinking, communication, collaboration and creativity.3 More broadly, schools should downplay technical skills and emphasise general-purpose life skills. Most important of all will be the ability to deal with change, to learn new things, and to preserve your mental balance in unfamiliar situations.

How to deal with change ?

આ શીખવાડવાનું છે. Covid આયો. આખી અલગ situation છે. આ પ્રકારની situation સાથે એ લોકો અનૂકુળતા સાધી લે તો જ ટકી રહેશે. ડાર્વિન કાકા આ જ તો કહી ને ગયા છે. કે એજ પ્રજાતિ ટકશે જે પર્યાવરણ સાથે તાલ મિલાવીને ચાલશે.Plus book ખૂજ સરસ છે. GUJARATI માં full flagged અનુવાદ પણ છે. વાંચજો.

બાકી Practicle learning તો આજ કાલ fashionable word છે. બધી schools provide કરે છે. (હાં school ના brochure માં 😂😂😜😜) જોકે મને આનો વચલો માર્ગ તૈયાર કરવામાં રસ છે. જેમાં હાલ બેઉં બાજુમાં સચવાઈ જાય. પછી ભલેને આગળ જઈને આપણે next generation ને અનુરૂપ ફેરફાર કરીએ.

વાત છે Toys and Games ની. આ concept કેટલા અંશે યોગ્ય છે કે નહીં Educational system ની અંદર એ એક કોયડો છે‌. છતાંય મજા તો કોયડા ઉકેલવામાં જ આવે.

જો કોઈ ને discussion કરવું હોય તો ચોક્કસ કરશું. આ Mail ID પર અને હા social media પર પણ.

harsh3gandhi@gmail.com

આ series ચાલુ રહેશે.

2 thoughts on “The Education System – Part -1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s