ભાષા-Language-भाषा

હમણાં નજીક ના સમયમાં જ એક સુખદ અનુભવ થયો. આમ તો આસપાસ ઘણીબધી વસ્તુઓ આકાર લેતી જ હોય છે. આપણે જોઈએ ત્યારે અંદાજ આવે. કોઈ કૂતુહલતા પૂર્વક વરસાદ પડવાનો હોય તો વિજળીના ચમકારા જોશે અથવા તો પવનની દિશા વિશે વિચાર કરશે અથવાતો કોઈ આવ રે વરસાદ, ઘેબરિયો વરસાદ ગાશે……

આમ તો મોજમાં અને તાનમાં આવી ને ગાવાનું લગભગ બધા ભૂલી જ ગયા છે. હાં પણ Breakup માટે હજુ પણ લોકો ગાવાનું નથી ભૂલ્યા.(Le.Channa Mereya) LOLOLOLO….😂😂😂

બસ લા બહું હસો નહીં. કોક દિ’થાશે ને તો રોતાય નહીં આવડે.(#બિનઅનુભવી)

ચાલો હશે. કોક રીતે તો ગાય છે. હાલતો Covid ને લીધે બિનજરૂરી આંટાફેરા મારતા નથી ‌પણ હમણાં પાંજરાપોળ આગળ રાત્રે પવન ખાતા ઉભા હતા.એક hotel માં food parcel કરવા માટે order આપ્યો હતો. થોડેક દૂર અમારી જેમજ order આપીને બે બહેનપણીઓ વાતોએ વળગી હતી. હાવભાવ તો કો’ક ની ફરીયાદ ના હતા. બાજુનાં Activa પર એમની એક છ-સાત વર્ષ ની બાળકી બેસી ને આકાશ સામે જોય રહી હતી. થોડીક વારમાં આકાશ માં વિજળીના ચમકારા થવા લાગ્યા. ટેણી એ ગેલમાં આવી ને ગાવા માંડ્યું.

આવ લે વલસાદ, ઢેબરીયો વલસાદ,

ઊની ઊની રોટલી ને કારેલાનું શાક…..

કાલીઘેલી ભાષામાં એણે ગાવાનું શરૂ કર્યું. હું જરાક વિસ્મય પામ્યો. કેમકે જ્યાં Food Order અંગ્રેજીમાં અપાતા હોય એવો‌ વિસ્તાર અને ત્યાં આ વરસાદનું ગુજરાતી ગીત !!!

બાળકી જાણે હકથી વરસાદ ને બોલાવતી હોય એમ ગાતી હતી. કોઈ ને સંભળાવવા માટે નહીં પણ બસ વરસાદ આવે એના માટે. વધુ સમય તો હું ત્યાં ન ઊભો રહ્યો.મને જરાક આશ્ચર્ય થયું. કેમકે આ કાંઈ radical thought નથી. જેમ કે બધા જ લોકો એમના બાળકો ને અંગ્રેજીમાં ભણાવે છે, સંસ્કૃતિ ની કોઈ ને પડી જ નથી, ગુજરાતી ભાષા મરવા પડી છે, ભાષા બચાવ અભિયાન શરૂ કરો અને અંગ્રેજી ની બાદબાકી કરો. આપણી પર રાજ કરી ને ગયા એવા લોકોની ભાષા થોડી અપનાવાય.

So and So….

ના.મારો કહેવાનો એ મતલબ નથી.

બેશક ગુજરાતી ભાષા ની schools ઘટી છે. અંગ્રેજી medium schools નું પ્રમાણ વધ્યું છે. બાકી ગુજરાતી ભાષાનું નિકંદન નીકળી ગયું છે.એવી ઉડાઉ વાતો મને સાચી નથી લાગતી. અંગ્રેજી જરૂરી છે. એક Gujarati Medium માં ભણતા છોકરા તરીકે મને knowledge gain કરવામાં language barrier નડ્યું હતું પણ એ વસ્તુ કાંઈ શાશ્વત કાળ સુધી નહતી ટકી. સમયગાળો ઓછો હતો. આના reaction સ્વરૂપે આપણે ગુજરાતી ને ગૌણ ગણતા થયા અને એક જ બાજુ અંગ્રેજી નો મારો ચલાવ્યો. ગુજરાતી તો લા આપણા ઘરની ભાષા છે. એતો છોકરાઓ ને આવડી જ જાશે ને. એવો‌ mindset developed થયો.

મારા કાકા નો દિકરો મારા ત્યાં આવ્યો હતો‌ થોડાક સમય પહેલા. વાર્તાઓની ચોપડીઓ જોઈને ગાંડો થયો. મેં એને હાતીમ, સિંદબાદ ની સફરો અને અરેબિયન નાઇટ્સ ની બાળવાર્તાઓની ચોપડીઓ આપી. એ તો બત્રીસ પૂતળીઓ ની વાર્તા જાણી ને પણ ખુશ થયો. કેમકે મેં એને એમાંની શરૂઆત ની વાર્તા કહી આપી. પછી તો રામાયણ અને મહાભારત ના પાત્રો વિશે જણાવો ની જીદ ચાલુ કરી. મેં કહ્યું કે હું તને ગુજરાતી માં બાળ-મહાભારત લાવી આપે.તુ એ વાંચજે તને મજા આવશે. મને કહે કે ગુજરાતી વાંચતા નથી આવડતું. તો મેં કહ્યું કે અંગ્રેજી માં વાંચી શકાય એવી books લાવી આપીશ. તેણે અંગ્રેજી માં પણ વ્યવસ્થિત રીતે નથી‌ વાંચી શકતો એવી વાત કરી. એ પાંચમા ધોરણમાં હતો અને હા એ English Medium માં ભણતો હતો. એને રામાયણ અને મહાભારત વિશે બહુ જ જાણવું ‌હતુ. હું થોડોક curious થયો કે આ તું જે બધું મને કહે છે એ ક્યાંથી જાણી લાવ્યો. તો કહે કે YouTube ના Hindi videos પરથી.

હું પાછો ચકરાવે ચઢી ગયો. મેં કીધું તો પછી school માં તો teachers તો English માં ભણાવે છે ને ?

તો કહે ‌હા પણ સમજાવે છે Hindi માં !!!

ઓ તારી ભલી થાય(હું મનમાં બબડ્યો.)

મેં કહ્યું કે આમ કેમ હોય ?

Teachers તો અંગ્રેજી માં જ બોલે ને.

તો એણે ‌કહ્યુ કે બધા teachers શરૂઆત કરે છે પણ પછી class માં ‌કોઈને સમજાય નહીં એટલે ગુજરાતી માં બોલે.છતાય અમુક છોકરાઓને ગુજરાતીમાં તકલીફ પડે છે.કેમકે એ લોકો ની બોલી ‌Hindi છે. એટલે પછી Teachers પણ Hindi માં સમજાવે છે. અમને Hindi માં વસ્તુ સમજાય જાય છે.આખી વાત દરમિયાન એ ગુજરાતી અને Hindi ને mix કરતો હતો. હું કાંઈ એ શુધ્ધ વ્યાકરણ વાળું ગુજરાતી બોલે એવું નથી ઈચ્છતો પણ એને ભાષા અલગ ક્યાં છે એની સમજણ હોવી જોઈએ. બાકી બોલવામાં તો ભલે ને Hindi, Gujarati and English mix થાતું. આપણે પણ કરી એ જ છીએ.

પછી એણે કહ્યું કે મારે રામાયણ અને મહાભારત ની આખી story વાંચવી છે.મને ગુજરાતીમાં વાંચવાની તકલીફ પડે છે. મેં એને ધરપત આપી કે આવડી જશે તને ગુજરાતી વાંચતા. કાકી ને બોલાવીને એમને મારી બાળવાર્તાઓ ની ચોપડીઓ આપી અને એને વાંચવાની ની ઈચ્છા હતી એટલે એનું ગુજરાતી પાક્કું કરાવવા માટે એને સરળ બાળવાર્તાઓ ની બીજી ચોપડીઓ ના નામ કહ્યા. કાકા એ તો વાત નો છેદ ઉડાડતા કહ્યું કે એ તો રાગે-રાગે શીખી જશે. કાકી એ જોકે માન રાખી ને ચોપડીઓ રાખી અને મને કહ્યું કે હું એને રોજે રાત્રે વાર્તા કહીશ.

મને કદી પણ કોઈ ભાષા સાથે તકલીફ નથી. વાત અહીં આવા બાળકો ની છે જે અટવાઈ જાય છે. Language કદી પણ knowledge gain કરવા માટે barrier ન બનવું જોઈએ. એને જાણવાની તાલાવેલી હતી‌ પણ એના regular ભણતર, એ પણ પાછું English માં plus tution માંથી એ નવરો પડી ને ક્યારે ગુજરાતી શીખશે ?

May be થોડાક વર્ષોમાં કદાચ એનો ઉત્સાહ પણ ઓસરી જાય. સામે ની બાજુ Gujarati medium schools પણ English નું level બાબા આદમ ના જમાના નું રાખે છે. જોકે 10 વર્ષ પહેલાં ના છોકરાઓ કરતાં આજે ના છોકરાઓ વધુ અંગ્રેજી નુ‌ જ્ઞાન ધરાવે છે. Thanks to Computer and Mobile પણ કોઈ આખી વાર્તા વાંચી શકે અંગ્રેજી માં એટલું નહીં!

આ કશ્મકશ વરચે આપણી નવી Education Policy આવી અને માતૃભાષા ને ફરજિયાત કરવાની વાત આવી. મને ગમ્યું. છતાં એક વાત યાદ રહે કે એના લીધે અંગ્રેજી નું મહત્વ ઓછું નથી થય જતું. ગુજરાતી માં આપણે એ Level ની Books and Magazines આપવા પડશે જેમાં થી છોકરાઓ સારી quality નું knowledge consume કરે.બાકી comics ની ચોપડીઓ proper design સાથે હજુ પણ નથી આવતી ગુજરાતીમાં.કેમકે ભણવાની ચોપડીઓ ના heavy dosage પછી ભાગ્યે જ કોક વાર્તા ની ચોપડીઓ માગે. આપણે આપણું content મજબૂત કરવું જ રહ્યું. પછી એ વિજ્ઞાન હોય કે બાળકોની વાર્તા. દરેક ક્ષેત્રમાં અવનવું knowledge based content આપણી માતૃભાષા માં હોવું જરૂરી છે.જો તમે માતૃભાષા ને અમુક વર્ષો સુધી ભણતરમાં compulsory કરવાના હોવ તો.બાકી તો બાળકો ને ગુજરાતી વાંચતા કર્યા પછી ‌એમા વાંચવાનું content પણ તો હોવું ‌જોઈએ ને. Content છે પણ એને comics books સ્વરૂપે અથવા તો Animation videos through narrate કરી ને મૂકવાનું છે. નવી શિક્ષા નીતિ લાગુ થશે એમાં એમણે મુક્તપણે અત્યાર ના Literacy and Numeracy ના આંકડા તારવ્યા છે. જે એટલા બધા સારા નથી.Literacy એટલે કોઈ પણ બાળકની એની માતૃભાષામાં લખવા,બોલવા અને સાંભળીને સમજી શકવાની ક્ષમતા તથા Numeracy એટલે basic arithmetic જેમકે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવડી શકવાની ક્ષમતા. આપણે ઘણા weak છીએ એ બાબતે. ખુશી એ વાતની છે કે ground reality ને accept કરી છે. હવે જૂના માળખા અને આપણા વૈવિધ્ય સભર વારસાને અનુલક્ષીને આખી નીતિ બનાવવા માટે અને એને Implementation કરવા માટે ભગીરથ પુરુષાર્થ જોઈશે. એના માટે આ જે Language ની પળોજણ હતી એને દૂર કરવી જરૂરી હતી. મૂળ વસ્તુ એ કે, બાળકો એમને English નથી આવડતું એના Inferiority complex થી ન પીડાય.

સારા એવા Research papers and Journals અંગ્રેજીમાં જ available છે. Albert Einstein નો theory of relativity નો લેખ પહેલા German ભાષામાં છપાયો હતો. એના પછી એનું translation થયું.આપણા research paper Hindi માં છપાય એવો વિચાર જ શેખચલ્લી લાગે. આપણે થોડાક વધુ પડતાં obsessed છીએ અંગ્રેજી થી એનો જીવતો જાગતો પુરાવો આપણી signature છે. મારી ખુદની sign અંગ્રેજી માં છે. નાના હતા ત્યારે થી એમ‌જ હતું કે sign તો English માં કરીએ ને એનો‌ swag પડે. School માં જે છોકરો ક્યાક થી cursive writing શીખી ને આવે તો એનો અલગ જ swag પડતો. એટલે મેં પણ મસ્ત અંગ્રેજીમાં sign કરી ને બધા documents કરાવ્યા. ઘરે દાદી અને મમ્મી ગુજરાતી માં સહી કરે તો ત્યારે અજુગતું લાગતું કે આમને કેમ અંગ્રેજી નથી આવડતું. હવે જઈ ને ભાન પડ્યું કે આ શેખી મારવાની વસ્તુ નથી. આ વિચાર પણ‌ Narendra Modi ની‌ signature જોઈને આવ્યો હતો. કે આ મોટો માણસ કેમ ગુજરાતી માં sign કરે. કેમકે મોટા માણસો અંગ્રેજીમાં sign કરે એવો એક તરફી વિચાર મનમાં હતો. છેક ત્યારે ભાન થયું કે માતૃભાષામાં પણ signature કરાય.

અંગ્રેજી જરૂરી છે જ એટલે બાળકને એનો પણ પાયો પાક્કો કરાવો પડશે.જેથી એ વાંચીને સમજી શકે. કેમકે આપણે ‌આપણા મન સાથે વાતો મુખ્યત્વે માતૃભાષામાં કરતા હોઈએ છીએ. કોઈ વિચાર હોય કે પછી કોઈ imagination. આપણે માતૃભાષામાં જ કરીએ અથવાતો આપણે મોટા થઈએ ત્યારે જે ભાષા આજુબાજુ ચાલતી હોય. એટલે જ સફરજન વિચારતા લાલ ફળ આવે મનમાં અને Apple વિચારતા પણ લાલ ફળ આવે. તમારૂ પાયા નું ‌શિક્ષણ જો એક ભાષામાં થાય તો તમારી imagination skill ને boost મળે. એના પછી‌ ભલે તમે અંગ્રેજી ભણાવો. વાત એ જ છે કે ભાષા એ હોય જેમાં તમે સમજી શકો. એ કામ માતૃભાષા જ સરળતાથી કરી શકે.બાકી તમે જે વસ્તુ સાંભળી ને જોઈ રહ્યા છો એનો મતલબ સમજતા જ તમને વાર થાય તો તમે ઝડપથી catch નહીં કરી શકો. દીટ્ટો તારે ઝમીન પર ના ઈશાન અવસ્થી ની જેમ.

બાકી ‌English medium ની‌ school ના નામ પર Hindi માં સમજાવો તો પછી તેનો કોઈ અર્થ નથી સરતો.

બાળકો સફરજન-Apple-सेब માં જ ગૂંચવાઈ જશે.🍎

અપવાદો હશે જ. કોઈ ગુજરાતી માધ્યમનો છોકરો અંગ્રેજી ખૂબ જ સારું જાણતો હશે અને કોક અંગ્રેજીમાં ભણતા ગુજરાતી પણ સરસ જાણતો હોય. સમજણ મહત્વની છે નહીં કે Language પણ હજુય જ્યાં લગી અમદાવાદની restaurants માં લોકો જેટલા confidence થી Excuse me બોલે છે. એટલા વિશ્વાસથી ભાઈ અહીંયા આવો ને એમ નથી કહી શકતા.

119436842_3297763183645673_8673137677320364254_o

2 thoughts on “ભાષા-Language-भाषा

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s