Pratilipi – યુવાનોના ભારત છોડીને પરદેશ સ્થાયી થવાના trend પાછળ તમારો અભિપ્રાય આપો.

Trend તો બહુ જ ચાલું થયો છે. મારી કોલેજ માંથી જ અડધા ઉપર નો class અત્યારે બહાર ભણવા અને settle down થવા ગયો છે. પણ આના ઘણા બધા point of view છે.
સૌથી પહેલાં તો Government નો role આવે છે. કે જેમાં તેઓ બધાને એમની લાયકાત મુજબનું education સસ્તામાં provide નથી કરતી. Reservation પણ એક factor છે. એમાં કાંઈક positive change આવે તો સારું છે. બાકી ભૂતકાળમાં જે થયું એને પકડી ને બેસી રહેવાથી કાંઈ ન મળે. હજું પણ અમુક વર્ગ શોષિત અને કચડાઈ ને જીવે છે. (એના પાયામાં આપણો મજૂરી એટલે કે labour પ્રત્યે ના સૂગ ની વાત પણ છે. બાકી foreign જયી‌ને લારી ચલાવનાર અહી એ કામ ન કરે. આપણો અભિગમ લોકોનું લેવલ એના કામ પરથી માપવા નું છે. હું ‌પણ ઘણી વાર એ ભૂલ કરું છું. જે સદંતર ખોટું છે. Level of expertise ચોક્કસ અલગ છે,

profession મુજબ પણ એને કારણ એ કોઈ ચઢીયાતુ હોય એ વાત માં સાર નથી.)
Education આવે એટલે એની સાથે પૂંછડી જેવું employment અને opportunity પણ આવે જ. Indian Industry ની અંદર એક તો ઉપલી generation સાથે deal કરવી એ માથા નો દુખાવો છે. હજું પણ લોકોની expectation એવી છે કે એમને 4 lakh વાળું package જોઈએ. (ક્ષમતા હોય કે ન હોય એની ચર્ચા અસ્થાને છે. લોકો પોતાની લાયકાત ‌ને judge કરી ‌ને સમજી જતાં હોત તો આ અત્યારે લખવું જ ન પડતે) 😂😂
હવે Industry માં survive કરવા ઘણા‌ બધા નુસખા ચાલે. કામ બાજુમાં અને એક બીજા ની ભૂલો છૂપાવવામાં લાગેલા રહે. કોઈ કામ કરવાની ઈચ્છાથી આવે તો એને એટલું બધું કામ આપી દે કે બચારો હરામી બનવા પર મજબૂર થાય. અપવાદ હશે અમુક પણ મોટા ભાગના માં આવું છે. The boss is always right વાળો phrase Industry માં આવી ને સમજાઈ ગયો. બધા boss એમનાથી sharper employee ને સહન‌ ના કરી શકે. અહીં Increment તમારા boss પાસે જ છે. એટલે ઘૂંટણ ટેકવી દો. કોઈ influence વગર ની system through evolution થાય તો બધા પોતાની ખામી સ્વીકારે.
હવે આટલી માથાકૂટ કરી ને તમે આગળ ન વધો તો પછી foreign નો scope best લાગે. ત્યાં તમને થોડીક fair system મળશે. એક માણસ તરીકે ત્યાં લોકો તમારી સાથે વર્તન કરશે. બહુ સંસ્કૃતિ અને સંસ્કારોની વાતો‌ કરતા આ દેશમાં મને જાહેર જગ્યાએ લોકો નુ‌ વર્તન જોઈને ખીજ ચઢે. સાલાઓ ને વાત કેમની કરવી એનું ‌knowledge નથી. એ બાબતે ‌તો foreign આપડા થી આગળ પડે etiquettes બાબતે.
3 year senior હોય એને Sir ના કહો તો ખોટું લાગે ‌એવી egoistic પ્રજા છે. ( આપડે ‌બધા interns અને junior માટે નિયમ બનાવ્યો છે કે Harsh જ કહેવું પણ એટલા ડરે છે કે ભાઈ લગાવી જ દે છે. 😂😅)
Foreign જાય ને ભલે ‌કદાચ industry માં ગાળ દે તો પણ પૈસા મળે એટલે public એ જ prefer કરે.
આ બધી વાતો થયી કે લોકો કેવું ‌કરે છે અને એમની expectations શું છે. એમને જો અહીં education અને basic medical services સસ્તામાં મળતી હોય તો બહાર‌ જવાનું પ્રમાણ ઘટશે. સાથે સાથે Government એ પણ system robust કરવી પડે.

બીજો એક perspective Sadhguru એ આપ્યો. કે બહાર જાવ પણ કયા aspect સાથે જાઓ છો એ જુઓ. જો તમે એવું કાંઈ ભણવા જતા હોવ જે તમને ‌અહી ન મળે તો તમે જાઓ. તમારો Goal clear રાખો. એમનો મતલબ એ હતો કે પૈસા માટે ન જાઓ તમે. પણ મારા મુજબ પૈસા કરતાં પણ તમારી future generations માટે સારા‌ education અને medical services ની માંગણી કરવી એ ખોટું નથી. સદગુરુ ની વાત સાચી છે પણ અહીં ના વાતાવરણમાં જે intellectual માણસો છે. જેમની પાસે talent છે.તેઓ જતા જ રહે છે.
જે લોકો અંજાઈ ને જાય છે ત્યાં કે ચાલો ચાલો સોમ થી શુક્ર કામ અને શનિ-રવિ મોજ જ મારવાની છે તો એવા લોકો ભલે ‌જતા. એમને જીવનમાં જીજ્ઞાસા કરતા પૈસા ને importance આપ્યું છે તો પણ ભલે. દુઃખ ‌ત્યારે થાય જ્યારે કાંઈક નવું કરી શકતો માણસ અહીં ની system થી કંટાળી ને જાય.
જે લોકો એક સારી life style માટે જાય છે એ લોકો પણ ખોટા નથી પણ મને એમનું interpretation ખોટું લાગે છે. જે લોકો ફ્ક્ત કમાવા અને મોજ કરવા જાય છે એ લોકો ભૂલે છે કે એમના જીવનમાં જે મજા છે એ તેમની આસપાસ રહેતા વ્યક્તિઓ ના કારણે છે. એ materialistic વસ્તુઓ મજા આપે પણ એક હદ સુધી. Routine તો ત્યાં પણ સરખું જ રહેશે. એટલે પછી જો આમ life નો goal ન હોય તો ગમે ત્યાં settle down થશો પણ satisfaction નહીં મળે.

So આ કાંઈ 0 or 1 જેવો ખેલ નથી. તમે શું મેળવવા જાઓ છો એની પર છે. તો જાઓ પણ ત્યાં જઈને એવું કરવા નો પ્રયત્ન કરો કે અહીં એની effect પડે. બહાર જવું એ સારું જ છે પણ દિવા‌ જેવા બનજો જેથી અજવાળું આપો પછી તમે ક્યાં છો એનો કાંઈ ફરક ન પડે. હજું તો મંગળ પર જવાની વાતો હાલે છે. ચોક્કસ જાઓ. Technology બનાવો પણ પૃથ્વી ને પણ રહેવા લાયક રાખજો.

2 thoughts on “Pratilipi – યુવાનોના ભારત છોડીને પરદેશ સ્થાયી થવાના trend પાછળ તમારો અભિપ્રાય આપો.

  1. સુંદર લેખ અને અવલોકન!

    હળવાશમાં – આપણે વસ્તી વધારાની એટલી સમસ્યા છે કે જે ૧૦-૧૫ ઓછા થયા! કંટાળો ત્યારે આવે જ્યારે આવા એકાદ નરવિરને વિમાનમથક લેવા જવાનું હોય! અડધી રાતે જવાનું અને પછી આખા રસ્તે એક જ વયવંચો સાંભળવાનો કે અહીંયા તો બહુ ગરમી છે, લોકોને ટ્રાફીક સેંસ નથી વગેરે વગેરે. નરવિરએ ભુલી ગયા હોય છે કે એમની જીંદગીના પ્રથમ ૨૨ વર્ષ તેમણે અહીયા જ કાઢ્યા છે!

    બાકી તો – સારું કામકાજ, સુવિધા , ભવિષ્ય માટે ત્યાં જવું એ opportunism કહેવાય. ખોટું નથી પણ તેનાથી પણ એક ઉપરની કક્ષા આવે કે જેમાં માણસો પરિસ્થિતીથી ભાગતા નથી અને તેની અંદર રહીને સુધારવાનો પ્રયત્ન કરે છે!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s