Modern Marriage Part-2

શું કે બે પબ્લિક ?

મોજ હાલે કે હાલાકી ?😅

એલા જો ઈ તો રહેવાનું. Inevitable છે એ તો જીવનમાં. એને અપનાવી લેવાનું. જ્યારે તમારી કોઈ મારતું હોય તો બૂમો પાડ્યા કરતા એને enjoy કરતા શીખી લેવું પડે બાકી આપડા ને જ તકલીફ વધારે થાય.

આ તો જરાક લાગ્યું કે જે પહેલા Modern Marriage પર જ્ઞાન આપ્યું હતું એમાં થોડું depth માં જઈને બીજા perspective બતાવવા પડશે‌. લાગણીઓ ના દરિયામાં તરતાં શીખવું પડશે કેમકે ડૂબી જાશો ને તો નહીં ચાલે. જેમકે પેલા રાંઝણા મૂવી ના ગીતમાં કહે છે,
જાના હૈ પાર તેરે તું હી ભંવર હૈ, પહોચેગી પાર કૈસે નાઝુક સી નૈયા. મતલબ એ જ છે કે લાગણીઓ માં તરવાનું રાખો ને ડૂબવા નું મૂકી ‌દો. ખબર છે કે દિલ ની વાતો માં તર્ક ન લાગે પણ હવે આતો જેવું છે એવું છે‌. કેમકે 21st century ની શરૂઆત ની generation એમના સમય પહેલા mature થતી જાય છે. BF and GF ના સપના જોવે છે. હું તો ખુશ છું કે એમની ચાહત ને express કરી લે છે, પણ જોડે જોડે emotional maturity ના હોવા ને કારણે તે લોકો લાગણીઓ ના દરિયામાં ડૂબી જાય છે.

Morden Marriage ના topics ને અહીં જ જોડી નાખું છું એટલે ‌એને બીજે‌ જઈને વાંચવા ની તસ્દી નહીં લેવી પડે. કેમકે એની અંદર અમુક perspective ખૂટતા હતા. એટલે એ ઉમેરવા જરુરી હતા. હું કાંઈ આનો ખાટું નથી પણ behaviour observation પરથી વાતો કરું છું. Marriage it self એક જવાબદારી છે, પણ જ્યારે આપણા ને પ્રેમ થાય છે ત્યારે reality ને  underestimate કરીએ છીએ.

Marriage – પ્રેમ – Relationship – Sex – સંસાર – Career

આ બધું interconnected છે. એટલે મે marriage કહ્યું એટલે એમાં ઘણું બધું આવી જાય. જેમકે opposite sex પ્રત્યે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. માણસ એના genes ફેલાવવા માટે જ આ બધું કરતો હોય છે. માનવી ભૂખ અને sex માટે જ બધા પ્રયત્નો કર્યા કરે છે. એકથી survival અને બીજા થી તમારો વંશ આગળ વધે. બધી જફામારી આને કારણે છે.😂😂

દરેક છોકરા અને છોકરીઓનુ બોલવું અને ચાલવું એની ઢબ અલગ-અલગ હોય છે,પણ ક્યાંક ને ક્યાંક એમના માં એક basic line સરખી હશે. બધા જ એ line ની ઉપર નીચે આવતા હશે. તમને attraction feel થાય.તમે સામે વાળી વ્યક્તિ ના સાનિધ્ય (touch) માં આવો. Mind well કે inner beauty હંમેશા મહત્વ નો પણ 2nd stage પર નો ભાગ ભજવે. પહેલા હંમેશા physical body ના વળાંકો જ તમારા neurochemicals માં હલચલ મચાવે. ઘણા ને physical body પરથી તો કોક ને intellectual ability થી આકર્ષણ અને પ્રેમ થાય. હવે અહીં એક fallacy આવે છે. Physical attraction ને પ્રેમ માની લેવાની. 2000s kids ને ખાસ‌. પ્રેમ સમય માંગે, કેર માંગે.

તમને સાથે ઉઠતા બેસતા એક બીજાના વાણી-વર્તન અને વિચાર( Speech- Behaviour- Thoughts) પરથી તમારા attraction ને તમે પ્રેમ તરફ દોરી જાઓ છો. આ બધુ જો સુખરૂપ પાર પડે ‌તો પછી તમે આગળનું વિચાર કરો‌ છો. આ phase ની અંદર તમારૂં career તો તમારે સંભાળવાનું જ છે. લોકો એમ-નેમ થોડી કહે છે કે It’s complicated. ઘણી વાર આ વાક્ય relationship માં રહેતા લોકો બોલે છે. એમાં real problem એમની maturity related હોય છે. પ્રેમ થયા પછી તમે mutual understanding થી relationship ચાલુ કરી. તમે આગળ વધ્યા. અહીં life ની matters કે પછી તમારો partner દરેક situation માં કઈ રીતે behave કરે છે એ ઓળખવું અઘરું છે. ભલે તમે સહજ રહેવા નો પ્રયત્ન કરતા હોય પણ તમે તમારા partner ની સામે તમારી weakness છતી નહીં થવા દો. આમે male-female અલગ જ રીતે વિચાર કરે છે. જેમકે રાઓલજી એમની book રાસાયણિક ગીતમાં કહે છે કે સ્ત્રી હંમેશા romantic અને દોસ્તીવાળી feelings ને પુરુષ કરતાં સારી રીતે distinguish કરી શકે છે. એટલે એવું પણ નથી કે એ perfect distinguished કરે છે, પણ male કરતા સારું. એટલે જ તો દોસ્તારો સાથે એકદમ ખુલી ને વાત કરતો partner જેની સાથે relationship માં હશે એની સામે નિખાલસ acceptance નહીં રાખે.

વાત ને સમજો યાર. તમારો partner જો emotionally stable હશે તો‌ તમે આ void ને એની સામે express કરી શકશો. મોટા ભાગના કિસ્સાઓમાં એવું નથી હોતું. એટલે ક્યારેક કોઈ partner confused હોય છે Boy friend and Best friend વચ્ચે. 😂😅 પણ આતો હાથે કરી ને ઉભું કર્યું છે. એટલે વાત એટલી જ છે કે partner સાથે પણ ખુલી ને share કરો.ભલે તમને લાગે ‌કે‌ એ નહીં સમજી શકે ને all પણ‌ maturity તમારા જન્મથી તમને નથી મળતી. એને પણ develop કરવી પડે છે. જાણું છું કે આ વાંચ્યા પછી એમ જ બબડશો કે આ ટણપા ને જાણે કાંઈ જાઠું ને મારું નામ ખાટું એવું છે. 😂

અને relationship ની સુંદરતા અનેરી છે. એ માણતા માણતા આપણે reality ને પાછળ છોડી દઈએ છીએ. તમને એમ થશે કે આ attraction અને relationship તો આવી પણ સાલો આ પ્રેમ ક્યાં ગયો‌ ??

તો ભાઈઓ અને બહેનો ‌પ્રેમ ની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. મારા મત મુજબ પ્રેમ સમય માંગે છે. આકર્ષણ અને પ્રેમ આમ એક‌ જેવા જ લાગે, પણ છે અલગ. એમાં ભૂલ થવાના chances છે. આકર્ષણ સ્વાભાવિક રીતે આવી જ જાય છે પણ પ્રેમ તમને સાનિધ્ય (touch) માં રહેતા અનુભવાતી હુંફ છે. પ્રેમ એ ઓશો‌ સમજાવે એમ નિષ્પ્રયોજન રીતે કરવો. જેમાં મેળવવા કરતાં આપવાની feelings રહેલી હોય છે. જ્યારે તમે એમ‌ કહો કે પ્રેમ માં હું બરબાદ થયી ગયો.તો મને એ વાક્ય ભૂલભરેલું લાગે છે‌.થાય છે ઘણી વાર એવું કે તમે લાશ ને લાકડું માની ને નદીઓ ના કાંઠા ઓળંગી જાઓ અને સર્પ ને દોરડું સમજી ને દિવાલો ઓળંગી જાઓ. તમે લાગણીઓ ના દરિયામાં તરી ના શકો એટલે બરબાદ થાવ છો. એમાં પ્રેમ ને ના કોસાય. માન્યું કે તમે તમારું best આપ્યું અને સામે વાળા partner ને લાગણીઓના દરિયામાં ભીંજવી નાખ્યા પણ છતાં બી તમને પછડાટ મળી. તો એના થકી તમે પ્રેમ માત્ર ને ધિક્કાર કરો‌એ ખોટું છે.

દરેક જણ જો એ depth ને સમજી શકતું હોત તો હું અત્યારે આ લખતો પણ ના હોત. માન્યું કે તકલીફ પડશે પણ સ્વીકાર કરી લો.(મંજા ટાઈટ થયી જાય.જાણુ છું પણ કરવું પડશે. બાકી આખી જિંદગી કોસતા ફરજો.)પ્રેમ તો લગ્ન વિના પણ ટકે જ છે ને પણ એ ટકાવા વાળા કૃષ્ણ અને રાધાની maturity વાળા નથી હોતા. જગતના નાથ ને પણ એમનો પહેલો પ્રેમ ન હતો મળી શક્યો. એનું દુઃખ એમને મૃત્યુ સુધી હતું પણ એ અટકી ન હતા ગયા. કૃષ્ણાયન માં એમનો સંતાપ અનુભવી ને તમે સમજી શકશો. એમનો રાધા માટે નો પ્રેમ અમૂલ્ય હતો પણ જ્યારે વૃંદાવન છોડવા નો વખત આવ્યો ત્યારે દુઃખ પડવા છતાં એમણે સહજ થયી ને છોડી દીધું. હલી તો પ્રેમ માં ભગવાન ‌પણ ગયો તો આપણે શું ચીજ છીએ.

(આ પરિસ્થિતિમાં અમારા મોરી સાહેબ નું quote યાદ રાખવું કે એવાતો ઘણા છે જે યુગ પલટાવી ગયા પણ બહુ ઓછાં છે જે પ્રેમ માં ફાવી ગયા. 😂😂)

પ્રેમ ના એક અલગ અંદાજ સ્વરૂપે Live In relationship પણ આવી છે. જે એક પ્રકારની મોર્ડન સમાજ વ્યવસ્થા છે. જેમાં તમે તમારા partner જોડે રહી ને એમને ઓળખવા નો પ્રયત્ન કરો છો. એમાં chances છે કે તમે એનો real સ્વભાવ જાણી લ્યો. પ્રેમ થયા પછી Live In relationship માં રહેતા રહેતા તમને જો તમારા partner માં ન ધારેલી વસ્તુઓ જોવામાં આવી તો પછી તમે એને છોડી દેવાના bold decision લેતા અટકાશો. તમને ખબર છે જ્યારે તમે ઘણું બધું લાગણીઓ સહિત કોક ના માં invest કરશો ને તો પછી તમારાથી એને છોડી નહીં શકાય. તમે વધુ ને વધુ invest કરતા જશો. Live In સારું જ છે સીધા marriage કરવા કરતાં પણ બકા તમને પહેલા થી જ ખાતરી છે કે બધા perfect નથી હોતા થોડુંક plus- minus બધામાં હોવાનું તો પછી Live In નો અર્થ થોડોક કાચો પડે છે. Live In કરી લો પણ જો marriage પછી partner ના family સાથે અથવા તો partner તમારા સિવાય જેટલા પણ લોકો જોડે emotionally attached છે એ બધા સાથે પનારો પડશે. તો પછી Live In relationship માં આ point નો ઉકેલ મળી જાય તો બલ્લે બલ્લે.🙂🙂

પ્રેમ આમતો relationship and marriage પછી અપેક્ષા (expectations) માં પરીણામે છે.અહીં થી જીવનની roller-coster ride ચાલુ થાય છે. Marriage એક વ્યવસ્થિત સમાજ રચના છે.જેમાં 2 વ્યક્તિ એમના genes ને આગળ વધારી શકે છે‌. પહેલે થી નક્કી કર્યા મુજબ કે તેઓ એમના marriage ના સમયમાં બીજા જોડે સંબંધ નહીં રાખે. (Marriage એટલે માં-બાપ કરાવે અને સમાજ ના ડરથી થાય એવા નહીં. અહીં બે પાત્રો એ એમની મરજી મુજબ કરેલા marriage ની વાત છે. એની અંદર જે fallacy (misconceptions) બને છે.એની વાત કરવા ની છે. જુઓ શબ્દો નો‌ મર્મ (meaning) પકડજો.) એક વ્યવસ્થિત generation ના ઉછેર માટે marriage નું successful જવું આવશ્યક છે. એટલે આ લેવલ એ પહોંચી જાઓ એની પહેલા mind clear કરી લેજો. ઘણા સમજોતા કરવા પડશે. સમજોતા એટલે નસબંધી નથી કરવા ની લા.😂😂😂

Modern Marriage નો મૂળમંત્ર છે એકબીજા પ્રત્યે નું acceptance. Difference રહેવાનો પણ તમે કઈ રીતે એકબીજા ને convince કરી ને એક same ground પર આવી ને agree થાઓ છો તેની પર જ આ જુગાર નામક marriage ની અવધિ ટકેલી છે. સ્વીકાર છે ને થોડોક અટપટો શબ્દ છે. એમાં બેઉં પાત્રો વચ્ચે ખેંચતાણ ન ચાલે. તમારા partner સાથે જોડાયેલી દરેક વ્યક્તિ વ્યવસ્થિત હોય‌ એ માન્યતા લઈ ને ના ચાલતા. ઘણી વાર નજીક ના લોકો એવા હોય જેને તમારો partner સહન કરે રાખતો હોય. અમુક દુખાવો હોય જેમાં એ ભાગ ને કાપી ને છૂટો‌ પણ ન કરી શકાય કે ના દવા થાય. એ જ્યાં લગી હોય ત્યાં સુધી સાચવવું પડે. આવી નોટો બેઉં પક્ષે મળે. ઘણી વખતે તમારો‌ partner એમની લાગણીઓ માં ખેંચાઈ જાય અને તમને પણ ignor કરી દે. એટલે આ બધી સંભાવનાઓ છે. એમાં પછી ખેંચતાણ ન કરવી. હા પણ કોક એક ની પાસે insight હોવી જોઈએ જે બીજા ને સમજાવી ને સાચું ચિત્ર બતાવે. આના માટે તમારે partner નો સ્વીકાર કરવો પડે ને. તમને લાગતું હશે કે આ હું સ્વીકાર-સ્વીકાર ની પત્તરખાંડે છે, marriage કર્યા તો એ સ્વીકાર કર્યો જ ને પણ લ્યા સ્વીકાર ‌તમારે તમારા અહમ સાથે કરાવાનો છે, શરીર નો તો કરી જ લેશો 😂😂. એમાં કોઈ ને કહેવું ના પડે. બધા ready જ બેઠા છે. 😅😅

હા ક્યારેક લાગણીઓ માં ઓટ આવે. એટલે જ તો શરૂઆતમાં emotional maturity ની વાત કરી હતી. કે એ હશે તો જંગ જીતી જાશો. આ બધુ લખવાની જફામારી નું કારણ જ એ છે કે તમે marriage પછી આ બધા chutiyap ની અસર તમારા પ્રેમ પર ન આવવા દો. ચાલો‌ હવે એનું કારણ કહું. જુઓ લાઈફ માં લોકો ની success formula તમારી પાસે પૈસો અને power કેટલો છે એ જોઈને judge કરતા હોય છે. જે ખોટી વસ્તુ છે પણ જમાનો judge કરે છે એટલે તમે કાંઈ બધાના વિચારો ને control ના કરી શકો. એટલે તમને હંમેશા હૂંફ ની જરૂર પડે. એ વખતે partner જ કામમાં આવે પણ તમે ઉપર બતાવેલ વાતો ને નજરઅંદાજ કરી ને આજુબાજુ ની લપોને વધારે મહત્વ આપશો તો એ હૂંફ નહીં રહે.

આ તો તમારા career ની વાત થયી પણ બીજો એક મહત્વ નો મુદ્દો છે‌‌.

SEX.

તમને થશે કે હવે તું આયો મેઈન વાત પર.😅😆

Sex એટલે ખાલી marriage પછી વાળું એમ નહીં. Relationship માં કરી ને performance check કરી લો તો‌ બી હાલે.🤭🤭 આતો જોઈને અનુભવેલું કામમાં આવે. આમાં મૂળ મુદ્દો sex થકી બાળક આવે એ સમયગાળામાં તમારો પ્રેમ બાષ્પીભવન ન થયી જાય એનો છે. ઓશો એ એમની book સંભોગ સે સમાધિ તક માં પ્રેમ ના માટે sex ને essential ગણાવ્યો હતો. એના વગર પ્રેમ સંભવીત જ નથી. આ વસ્તુ સત્ય છે. Sex નો અસ્વીકાર તમને પ્રેમ પામવા જ નહીં દે. એટલે એને મુક્ત રીતે સ્વીકારી લો તો જ પ્રેમ પામી શકશો. Sex ની ઉર્જા નું જ પ્રેમ માં રૂપાંતર થાય છે. તો પ્રેમને પામવા sex જરૂરી છે. કેમકે sex ની extreme edge એટલે કે orgasm દરમ્યાન તમને timelessness અને egolessness નો અનુભવ કરો છો.

હવે જુઓ આપડે છે ને marriage ને sex થી એટલું બધું obsessed કરી નાખ્યું છે ને કે લોકો ને બસ ઉંધા ચત્તા aspect જ નજરમાં આવે છે. Sex એ સર્જન શક્તિ નું point છે. હવેની વાત જરાક તમને પચે નહીં એવી છે પણ સત્ય છે. કોઈ બાળકને જન્મ આપવો એટલે એક નવા જીવનું સર્જન કરવું. મેં એક session માં અભિષેક અગ્રાવત ભાઈ ને એક વાત કહેતા સાંભળ્યા હતા.
કે સુંદરતા ની વ્યાખ્યા કોને કહેવાય ?

ત્યારે એમણે બહું જ મસ્ત જવાબ આપ્યો હતો કે તમે કોઈ સ્ત્રી ને ગર્ભ ધારણ કરે ત્યાં થી લયી ને બાળક નો જન્મ થાય ત્યાં સુધી એને જોયી છે ?

જ્યારે એક નાનો જીવ બીજા જીવની અંદર આકાર લેતો હોય એનાથી સુંદર વસ્તુ બીજી એક પણ નથી. તમને જીવનના અસ્તિત્વ નો પાયો ખબર પડે જ્યારે તમે એક જીવની અંદર બીજા જીવને આકાર લેતો જોવો.

એ process દરમ્યાન તમારા state of mind નો પણ એ બાળક પર અસર પડશે. તમે જો sex ને લાગણીઓ વગરનું ખાલી જનનાંગો ઘસી ને મજા કરવાનું સાધન માનો ને તો ખોટા છો તમે. તમે એ દરમ્યાન સર્જનહાર ની category achieve કરો છો. એ સર્જન નું નિમિત્ત તમે છો.

કોઈ પણ artist એનું best સર્જન ક્યારે આપી શકે ?

જ્યારે એનું મન state of peace ની અંદર હોય. આપણે માનવ નું સર્જન ફ્ક્ત કરવા માટે ગમે તેવી પ્રેમ વગરની પરિસ્થિતિમાં કરી નાખીએ તો પછી આવનારા બાળક પર પણ એની ખરાબ અસરો ‌પડે. વાત ને સમજો કે એક પ્રેમપૂર્વક અને સ્વીકાર સાથે ના સાહચર્ય થી તમે એક અજાણ્યા મહેમાન નું સર્જન કરો તો એની effect અલગ જ રહેશે.

એટલા માટે જ કહું છું કે આ બધી વસ્તુઓ એક બીજા સાથે interlinked છે. એને અપનાવી ને માણો. દરેક moment દુઃખી કે સુખી હોય એ જરૂરી નથી પણ તમે એને permanent ના બનાવો.

તો આ વાત છે મૂળે. તમ તમારે પ્રેમ કરો. દિલ ખોલીને કરો પણ એને અપેક્ષા નું આવરણ ન આપો. સહજ રહો. મને ખ્યાલ છે કે બધું આ લેવલ નું control ન થાય પણ જો ખબર‌ હોય તો ઓછું તો કરી જ શકો.

તો આ છે જીવનની ઘટમાળ.
પ્રેમ અને સેક્સ માટે ની philosophy માટે Osho નું પુસ્તક મસ્ત છે.