ખાલી ખોટી ચર્ચા કરી ને મગજ નો અઠ્ઠો ન કરવો. વાતો ન ગમે કે opposite view હોય તો આવકાર્ય જ છે. બાકી social media ની અંદર ચર્ચા માં સમય બરબાદ ન કરવો.
હવે તમે કહેશો કે આટલી બધી ભસડો ફેલાઈ ગઈ છે અને હવે તમે આર્ટિકલ્સ લખવા બેસો છો. મોદી થી લઈ ને મિડિયા ના ધૂરંધરો એ CAB અને NRC નો કાચો ચિઠ્ઠો ખોલી નાખ્યો છે. આમ એક-એક point પર અમિત શાહ ને જેટલી નહીં ખબર હોય,એટલી ખબર અમારા Whats App શૂરવીરો ને છે. હું ક્યારનો આ રામાયણ જોઈ રહ્યો હતો. એક average માણસ ને CAB વિશે અછડતો ખ્યાલ હતો. NRC નું નામ તો આસામ માટે સાંભળ્યું હતું પણ એથી વધારે કાંઈ ઘંટો એ ખબર ન હતી. આમે મને political લખવાનું નથી ગમતું પણ પ્રજા એ લેવલ ની ઘંટ અને બકચોદ છે કે વાત જવા દો. આપણે મુખ્યત્વે પ્રજા કેવી રીતે વર્તન કરે છે એ જ સમજવાનું છે.
તમને CAB ની એક એક કલમ ખબર છે. મારે તમને સમજવવા માં પડવું જ નથી. તમે ઓલરેડી એટલું ચગદી ને બેઠા છો કે ન પૂછો વાત.😂😂😂
હિન્દુ અને મુસ્લિમો ના બબાલના વાવેતર તો જ્યારે middle East ની અંદરથી એમના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માટે આક્રમણકારી ઓના ધાડા આવ્યા હતા,ત્યારે જ એ વખતની events એ આ રીત ના વૈમનસ્ય ના બીજ રોપ્યા હતા. દુનિયા ની અંદર બધા ધર્મો લડતા જ આવ્યા છે. આમ તો એમને ધર્મ ની રીતે denote જ ના કરાય પણ ધર્મ ના નામે લડી જ રહ્યા છે. આ હજારો વર્ષોથી ચાલતા ઈતિહાસ ની વાત છે.
હવે જોવો કે ભારતના રાજા માં સંપ ન હતોને બહારની પ્રજા ફાવી ગયી ને આ ને તે કરી ને orgasms અનુભવતી વાતો નો કોઈ મતલબ નથી. ભૂતકાળ ફ્ક્ત ત્યારે થયેલી ભૂલો માંથી સીખ લેવા માટે છે. બાકી એને તમારા નાના ભાઈ ની જેમ પંપાળી ને ના રાખો. કોઈ પણ વારસો એની ભૂતકાળ ની ભવ્યતા પર ટક્યો નથી.જરાક ભૂતકાળ માં જઈ ને જોઈ લઈએ. એના માટે પ્રખર જ્ઞાની હોવ એ જરૂરી નથી. અંગ્રેજો આવ્યા એ પહેલાં થી આ બે કોમ વચ્ચે વિખવાદ છે. બહુ જૂના ઈતિહાસ પર ચર્ચા કરવામાં કોઈ સાર નથી. એવા મુદ્દા ઉખેડવાથી કાંઈ ફરક નથી પડતો.
ગાંધીજી આવ્યા જ્યારે દક્ષિણ આફ્રિકા થી અને ભારતની economical and social સીચ્યુએશન થી વાકેફ થવા ફર્યા બે વર્ષ સુધી. He was the best thinker of that time. બાકી આ ધોતી ધારી ની વાત કોઈ માને જ નહીં. એમણે જોયુ કે ઈતિહાસ રક્તરંજિત છે. હરેક વખત બહારી તાકાત સામે ઝુકી જનાર પ્રજા છે પણ દંભી પણ એટલી જ છે. પોતાની ખામી સ્વીકાર કરવામાં એમને પેટમાં શૂળ ઉપડે છે. આટલા બધા variable વચ્ચે એમણે અલગ વિચાર કરી ને બધા ને ભેગા કરવા નો ભગીરથ પ્રયાસ કર્યો અને એ જીવતા રહ્યા ત્યાં સુધી એમણે એ કાર્યવાહી બખૂબી બહાર પાડી. એ જાણતા હતા કે આ રાજા અને મહારાજા ની system નહીં ટકે આવનારા ભવિષ્યમાં. લંડન જઈ ને ભણવાની સાથે સાથે તેઓ અંગ્રેજોની નાડ પણ પારખી આવ્યા હતા. અહીં ફરી ને ખબર પડી ગયી કે આ પ્રજા નો દંભ દૂર કરવા માટે સત્ય ના કડવા ઘૂટ અને એમની અંદર ના આત્મવિશ્વાસ નો સંચાર કરવા અહિંસા નો પ્રયોગ કરાવ્યો. ગાંધીજી ની અહિંસા નીડરતા ઉપર ટકેલી છે. બાકી સ્વરક્ષણ અને નબળા પર થતા અત્યાચારને રોકવા માટે એ હિંસા નો આશ્રય પણ લેશે.
આ લખવા નું કારણ એ જ કે બાપુ શું છે એ ખબર પડે. એમનેમ થોડી એ જમાના ની અંદર ના ઉધોગોપતિ થી લઈ ને ગરીબો તથા intellectual લોકો એમના એક અવાજ પર સ્વરાજ લેવા એમની આખી જિંદગી આપી દે. આ ધોતી પાસે હતું જ કાંઈક એવું. એમની ઘણી વાતો મને આજ દીન સુધી ખબર નથી પડી પણ એના કારણે આખો બાપુ નક્કામો છે એમ કહો એ ના હાલે.
Partition વખતે ની situation બધા ને ખબર છે કે કયી situation ની અંદર ભાગલા પડ્યા. એ બાપુના દિલ પર લાગેલો ઉઝરડો હતો કે મારા આટલા લાખ પ્રયત્નો અને unbiased behaviour હોવા છતાં પણ એ Muslim league ને ના સમજાવી શક્યા અને એ વેળા એ પણ કોમવાદી તત્વોએ કાપા-કાપી કરી નાખી. સરદાર પટેલ અને નહેરુ ને પ્રજા નો રૂખ ખબર હતી. કોઈ પણ Muslim league નો વડો Muslims ની મૂક કે કીધેલી સંમતિ હોય તેની પર જ ભાગલા નો અમલ કરાવવા બેઠા હતા.એમાના ઘણા લોકો ને એ વાત મંજૂર ન હતી કે સાંપ્રદાયિકતા ના આ ધાર પર ભાગલા ન પડાય અને એટલે જ અમુક મુસ્લિમ બિરાદરો એ પાકિસ્તાન ને ઠુકરાવી દીધું અને ભારતમાં સ્થાયી થઈ ગયા.
પાકિસ્તાન બન્યું અને ભારત એ બિનસાંપ્રદાયિક ના દમ પર સંવિધાન ની રચના કરી.
ગાંધીજી ના જવાની સાથે સાથે પ્રજા દંભી ધર્મ ના પછવાડે ખબર નહીં કયી ઠાવકાઈથી ભૂતકાળમાં રાજ-મહારાજા ઓ એ જે ભૂલો કરી હતી એનો વાસ્તો આપી ને minority તરફ ભેદભાવ ચાલુ કર્યો. સાથે-સાથે psuedo Secular પ્રજા એ પણ selective થયી ને દરેક minority ના problem ને objectified કરવા નો પ્રયત્ન કર્યો. બાકી આ દેશ ના સંવિધાન ને બિનસાંપ્રદાયિક જાહેર કરવાથી થોડી થયી જાય છે. બાકી હવે તો કોઈ પણ ધર્મ પાળવા ની છૂટ ન આપો તોજ બિનસાંપ્રદાયિકતા આવે બાકી તો ધર્મ એવો દંભી થયી ગયો છે કે સાચું ને ખોટું અલગ પાડતા નાકે પાણી આવે છે.
હવે થોડી current situation પર આવીએ.
Social media ના ઘોડા પૂરની અંદર એવો જુવાળ આવે છે કે પૂછો નહીં. એક પેલા બાપુ હતા કે કોઈ પણ જાત ની technology વગર બધા ને ભેગા કરી ને શાંતિ થી સત્ય અને અહિંસા ના માર્ગદર્શન પર આખી ચળવળ ઉભી કરી શક્યા. હવે એવો સપૂત તો રહ્યો નથી પણ આપડે social media through ઝડપથી ભેગા થયી જઈએ છીએ પણ જે discipline બાપુ એ follow કરાવ્યું હતું એની લંકા લગાવી નાખી છે. તમે મુદ્દે વાત કરવા ની જગ્યા એ બધા ને attention જોઈએ છે. Camera પર રડી ને sympathy gain કરવી છે. દસ વર્ષ ની છોકરી ને જોડે protest lead કરાવી ને Facebook પર લાઈક અને શેર ઉઘરાવી લેવા છે. આ જેટલા બી social entertainment ના page follow કરું છું એનાથી ત્રાસી જવાય છે. એ લોકો ભીડ ને ગાંડી થતી જોઈ એમના social visitors કેટલા જલ્દી વધશે એની લાહ્યમાં બેઠા છે.
કનૈયાકુમાર આઝાદી ના rythem ની અંદર ગાયનો ગવડાવે છે. સત્યાગ્રહ થતો નથી ને ખાલી ખોટી સપ્પાઈ કરવી. તમને પ્રજા એ નકારી કાઢ્યા તો આખી પ્રજા મૂર્ખતા ભરી છે એવું લાગે છે એમને. તો પછી મૂર્ખ public માટે કેમ સમય બગાડવો. કામ ધંધો કરો ને politics મૂકી ને. દરેક વખતે અમારા અધિકાર ની લડાઈ ને તમે ઉંચા અમે નીચા ના સૂત્રો થી તમે ભડકાવો લોકોને. જે દિવસે એ ભીડમાં થી જેટલા લોકો પૈસા કમાવી ને આગળ આવી જશે તો શરત મારી ને કહું છું કે એ લોકો નીકળી જશે તમને મૂકી ને. એમને પછી આ વસ્તુ તાયફા વાળી લાગશે. આગળ વધો ને બરાબર નો મોકો નથી મળ્યો એના રોવા ધોવા માં ક્યારેય આગળ નહીં અવાય. આમે ૧૩૫ કરોડ ની અંદર privileged મળે તો પણ ફાયદો ઓછો જ થાય છે. સાલા જ્યાં 4000 લોકો ની ભરતી માટે 10 લાખ અરજી આવે તો પછી એમાં અનામત હોય કે ના હોય એનાથી કાંઈ ફરક બહુ મોટો નથી પડી જવાનો. બેઉ બાજુ merit high જવાનું.
મોદી-શાહ એટલા પણ મૂરખ નથી કે દેશ ના 20 કરોડ મુસલમાન લોકો ને નજરઅંદાજ કરી ને નિણર્ય લે. બધા ને વાતો ગાંધીજી ના સત્યાગ્રહ જેવી કરવી છે પણ એને આચરણમાં કોણ મૂકે. બસ ખાલી હૈશો હમ્બો કરી ને સત્યાગ્રહ સફળ થતાં હોત તો આ દેશ ક્યારનો આગળ પહોંચી ગયો હોત. લોકો વાંચતા નથી અને છાપરે ચઢીને બૂમો પાડે છે. વાટકી નાની ને ચણા ઝાઝા, ગામ નાનું ને **મારીના ઝાઝા એવો ઘાટ છે. મને બેઉં બાજુ ના extremists થી નફરત છે. ના કોઈ વાંચન અને સમજ વગર યાહૂ કરી ને કૂદી પડતા લોકો કરતા તો વાંદરા સારા BC.
બીજી એક આડવાત તમે જેવી કોઈ વસ્તુ social media પર આવે છે તો એની આગળ પાછળ જોયા ને જાણ્યા વગર બૂમાબૂમ કરો છો. એમાં પાછા foreign ગયેલી public ખાસ. એ લોકો જાગે ત્યારે આપડે સૂતા હોઈએ અને આપડે જાગીએ ત્યારે એ લોકો સૂવે. વાત જાણ્યા વગર ત્યાં કૂદકા મારે. એમાંના ઘણા લોકો ખાલી અમારા લોકો એ મૂક્યું એટલે પછી અમે ના મૂકીએ તો પછી intellectual ના કહેવાઈએ. આવા ડર થી fake news પણ જોયા ને જાણ્યા વગર ફેલાવે. તમે ત્યાં ગયા છો તમને india ની ફીકર છે ના નહીં અને મને તમારા પ્રત્યે એવો કાંઈ ખરાબ ભાવ પણ નથી. Atleast તમને ત્યાં ground reality ની ખબર ન હોય તો થોડો સમય આપી ને સમજી લો. તો પણના સમજો તો પછી એવું જ કહેવાય કે secure life માટે ત્યાં settle down થવા ગયા ને પછી અહીં ની મેથી મારો છો.
😂😂😂
(ખોટું ન લગાવતા.તમે ત્યાં જયી ને secure life ની અપેક્ષા રાખોએ વ્યાજબી છે. એ વસ્તુ તમને India માં ન મળી એટલે ગયા ને. તમારી choice કરવા સ્વતંત્ર છો તમે અને આપણા ભારત નું જ નામ ઉપર આવશે.જરાક આ બધા મુદ્દા પર જોયી વિચાર કરી ને લખો. કેમકે તમે ત્યાં ભારત ને represent કરો છો. )
હજું આ generation એક better India ની કલ્પના કરે ત્યાં તો બધા ને રોડ પર આવી ને show કરવા છે. આમ ન થાય આંદોલન. હજુ bill ના સમર્થન વાળા ઉતરશે તો શું દેશ ને civil war પર લયી જવો છે. બધા protest peaceful જ ચાલું થાય ને પછી violence થી પૂરા થાય. કેમકે એના માટે એક perfect leader જોઈએ જે guide કરી શકે. બાકી તો video બનાવી ને famous થવા વાળા ઘણા છે.
આમ ગાંધીજીને આઝાદી નું ગીત ગાતા imagination કરો. આઝાદી……હમેં અંગ્રેજો સે ચાહીએ……. આઝાદી….😂😂😂
એમણે કામ કર્યું હતું બૂમો પાડવા ની જગ્યા એ.
કામ કરવું પડે. ભીડ ભેગી કરવા ને સત્યાગ્રહ ન કહેવાય.