આ Part ચાલુ કરતાં પહેલાં 80 ટકા લાવીશ તો…… વાળો ભાગ વાંચી લ્યો. તમને linkage કરવામાં ફાયદો રહેશે.
કેમ છે લી પબ્લીક. લાગે છે નોકરી-ધંધા થી કંટાળી ગઈ છે. કોલેજ જેવી બકચોદી કરવા ના મળે એટલે પેટ ભારે અને મગજ બહેર મારી જાય પણ હું કરીયે લા જીવન છે આ તો. આમ પણ ઘણા વખતે છાપવા બેઠો. ના લ્યા હું કાંઈ ભરાઈ નતો ગયો ક્યાંય. ( ભરાવવુ એટલે લફડા મો પડવું લા.) તમેય હું આખો દિવસ માળો દિયોર Black Hole ના જ વિચાર-વાયુ કરે રાખો છો. 😂😂
આજ ની વાત થોડીક અલગ રહેશે. કોઈ એક ચોક્કસ મુદ્દે નથી પણ જીવનની જે લપો આપણા ને રંજાડતી રહે છે. એને ભેગી કરીને એક લયમાં મૂકવા નો try કરું છું.ધીમે ધીમે કડીઓ મેળવવા નો પ્રયાસ કરજો. (અમુક English medium વાળા ઓને પણ વિનંતી કે વાંચે. એટલી અઘરી પણ નથી લા મારી લખાણ-શૈલી 😂🤫. I MEAN WRITING STYLE.
હમણાં જ અમદાવાદ નેશનલ બુક ફેર માં ગયો હતો. ગુજરાતી વાંચી શકતી છોકરીઓ તો દેખાય નહીં એટલે ત્રણ ચાર ચોપડી લઇ ને આવતો રહ્યો 😂. બુક ફેરમાં બે વસ્તુઓ common હતી.
૧) ૧૦ ચોપડી પણ પૂરી ના વાંચી હોય એ પબ્લિક હારી ૧૦૦ ફોટો તો બુક ફેર ના statue આગળ પડાવે. હરામ બરોબર જો એક ખરીદેલી ચોપડી દેખાય.
૨) Self help + Motivation books
આ બીજા point એ તો એની માને મગજ ના તાર હલાવી માર્યા. BC દર બીજા કે ત્રીજા store પર Robin Sharma દેખાય. 😂😂
અમુક ના તો titles પણ જોર હતા જેમકે, 21 દિવસમાં share market શીખો, પરીક્ષામાં માર્કસ વધારે કેવી રીતે લાવશો, ગણિત શીખો અને વધારામાં 21 રાત્રિમાં બાળક પેદા કરવાની રીતો 😂😂😂. આ છેલ્લા વાળું joke છે. જોજો પાછા ગોતવા ન જતા. ROBIN SHARMA કોક વાર તો ઠીક પણ લ્યા રોજે ચગદવા જેવી item નથી. Monk એ એક ferrari વેચી ને બે ફરારી ખરીદી લેવાય એટલું ઉભું કરી નાખ્યું છે. 🤫🤫
આપડે કોઈ ને judge નથી કરતા પણ હવે આ motivation નામક વસ્તુ થી ખીજ ચઢે છે. એમ નથી કહેતો કે લેવાય જ નહીં ને બક્વાસ છે. હું ખુદ લઉં છું ને.
મોટીવેશન કાંઈ સયાપ્પો નથી. મોટીવેશન માણસ લે છે. કેમકે જ્યારે એનું ધાર્યું કામ ન થાય. એ નાસીપાસ થઈ જાય. આ competitive world માં કામ નીકાળી દેવું અઘરીનું છે. Agreed યાર ૧૦૦ ટકા. એ વસ્તુ નો ઉકેલ motivation વાળી books કે સ્વામીજી ના videos અમુક હદ લગી કામ આવે. આપણા ને કામનું ધાર્યું પરિણામ તો આપણા decision અને accurate predictions જ આપે. આપણે મૂળ લગી પોકવા ને બદલે બીજી બધી વસ્તુઓ હારે લમણાકૂટ કરે રાખીએ છીએ. હવે નવી પેઢી ની તકલીફો જ એ છે કે એમણે દર વખત એ સોથી વધારે technological transformation જોયું છે એટલે જૂના જોગી હારે માથાફોડ કરતા દિમાગ ની નસો તંગ થયી જાય છે.
હજુ તો લા future નો પાથ set નહીં,એની લાહ્યમાં ને લાહ્યમાં જે એક મહામૂલો રવિવાર આપણાં ને મળે છે, એમાં chill મારવાની જગ્યાએ આપણે મગજ ને લપમાં ગૂંથેલુ રાખીને એ દહાડા ને માણી પણ નહીં શકતા. Foreign જવું કે અહીં રહેવું ? GOVERNMENT Job માં કેટલા સમય સુધી મહેનત કરવી ? Job કરી ને ચાટુગીરી થકી આગળ વધી જવું કે પછી business ચાલુ કરવો. ક્યારેક આજુબાજુ start up sucess જાય અથવા તો foreign ગયેલો friend સારી life style જીવતો હોય અથવા તો પછી reservation ને કારણે કોઈ દોસ્તારો ને જલ્દી government job મળી જાય. પાછું કોક નું start up હાલી નીકળે તો એ જોઈને થોડીક ઈર્ષ્યા આવે.
આવી situation ની અંદર ક્યારેક ઈર્ષા થાય અને પાછો પસ્તાવો પણ થાય કે જો આમ કર્યું હોત ને તેમ કરી નાખ્યું હોત ના વિચારો પણ આવે અને એ સ્વાભાવિક છે. અજબ ગજબ ની રામાયણ ચાલ્યા કરેક મન ની અંદર,પણ એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ decision એ સાચું કે ખોટું એ સમયની પરિસ્થિતિ મુજબ નું હોય છે. Depending upon આપડી prediction કરવા ની રીત અને આપડો અનુભવ અને ક્યારેક તો આ બે વસ્તુઓ હોવા છતાં પણ પાછા પડાય. આ age પણ એવી હોય કે ક્યાંક ને ક્યાંક કોઈ ની સાથે વાતો કરી ને હૈયું ઠાલવવા જોઈએ. જો નજીક ના લોકો મોઢું ફેરવી લે કે પછી busy થયી જાય તો આપણે sharing કરવામાં ખોટકાઈ જઈએ,અને દુઃખ ને વલોવતા બેસી રહીએ. હા, બધા કહેતા હોય છે કે self sustainable બનો પણ ક્યારેક અર્જુન ને પણ ક્રષ્ણ ની જરૂર તો પડે ને. આપડે self ego ની અંદર આવી ને આપણે કહીએ નહીં. કે લોકો શું વિચારે આપણે માટે?
ઘણા લોકો રસ્તા પરથી જ આઘા પાછા થયી જાય.ધ્યેય લીધો હોય પણ આજુબાજુ જોઈ ને એટલુ બધુ દિલ પર લઈ લે કે bc એને જે કરવાનું હોય એજ ભૂલી જાય.
વાત ફેર નથી કરતો પણ તમને એક Industry ની ઝલક બતાવું.
Industry ની અંદર 40 વટાવી દેનારા લોકો અમારા જેવા new commers ને એવી ઠાવકી સલાહ આપે કે તમારે તો foreign જ સેટ થવું જોઈએ અને બીજી બાજુ જેટલા નવા લોકો આવે એમની MBA કરી ને મૂકી દે. સાલું આ કેવી hypocrisy હાલે. INDUSTRY ની image બગાડી ને સપ્પાઈ વાળી વાતો કરે. મેં મારી આંખ સામે 2 interns ને રડતા જોયા છે. એમને એ ખરાબ રીતે treat કરે કે દયા આવે.આ industry ની અંદર ત્રણ generation જોવા મળે છે. એક છે જે 50 years ની age વાળા છે. જે એકદમ મોટા સાહેબ થયી ને બેઠા છે. એમને ego એમના knowledge કરતાય એમની ખુરશી નો વધારે છે. બીજા માં આવે 35 year ની age વાળા જે 1980s ના nostalgia શેર કરે છે પણ એમનાથી fast generation જોયી ને દાઝે બળનારા છે. એમને એવું છે કે નવી રીત અને વસ્તુઓ કરવા કરતાં 50 year વાળી generation ની ચાટુ-ગીરી કરો. એનાથી વધારે લાભ મળે.
છેલ્લા માં આવે છે મારી age ની generation. જે નવું શીખવા કરતા નવું કરી બતાવવાની ખેવના રાખે છે પણ આ બકચોદ industry એમને help ના કરે. એ 50 year વાળી generation ને ચિલ્લમ-પટ્ટી કરી ને કામ કરાવાની ટેવ પડી છે. એટલે જ તો પછી નવી public ગાળો ખાધા કરતા foreign ભાગી જાય છે. અમુક મજબૂર લોકો નીચા નમીને કામ કરે છે,અને અજાણતા જ એમના જેવા બનવા લાગે છે.
આ real scenario છે. Exceptional cases પણ હશે એટલે ઉડતું તીર લેવાની છૂટ નથી.😅
કોઈ new comers ને એની capabilities improve કરવા માટે pressure માં રાખી ને એની અંદરથી best બહાર લાવવા માટે કરવામાં આવતી કવાયત વ્યાજબી છે. પણ એની ખાલી ખોટી આંગળી કરી ને એને frustration માં આવતો જોઈ ને વિકૃત આનંદ લેનારા હરામખોરો નો તોટો નથી. સરેરાશ new comers એકદમ honest અને કામ માટે સમર્પિત હોય છે.
જુઓ 100 વાત ની એક વાત છે.
વાંચો, જુઓ અને ફરો.
જેટલું સમજો છો એના પરથી નિર્ણય કરો. સાચો અને ખોટું પડવા ની સંભાવના છે. થાશે લ્યા. પણ જો load લયી ને જીવનની મારી ન લેતા. Share કરો. એક વખત ખુલી ને દિલનો ઉભરો કાઢી ને જોવો મજા આવશે. ઘુંટાયા કરતા તો સારું જ લાગશે.
એક book છે The art of thinking clearly.
આજ ના લોકોની મનોસ્થિતિ જોયા પછી લાગે જ છે કે psychologist લોકો હરખાતા હશે.🤫😂
પણ એ book વાચી ને critical thinking કરો ને નિર્ણય લ્યો. એ લેખક ખુદ આટલો critical thinking કર્યું હોવા છતાં પણ અમુક વસ્તુઓ fate પર મૂકી દે છે લ્યા. આપણા હાથમાં આપડો જ છે બીજું ઘંટોય કાંઈ નથી. એ વાંચ્યા પછી એવું નથીકે તમે sexy decision લેતા થયી જાશો. એમાં તમને એ શીખવા મળે કે આપણા નિર્ણય લેતા પાછળ કયી psychology કામ કરે છે.
બાકી તો कर्मनेवाधिकारस्ये माफलेषुकदाचन.
ગ્રામર mistake ની ભૂલ ચૂક માફ.
Conclusion-
આ બધી કથા કરવાનું કારણ એ જ કે આજુબાજુ જોઈ ને દુઃખ થાય છે.આપણે એક frustrated generation તરીકે નથી બહાર પડવાનું. બધા લોકો અટવાયા કરે છે. સાલા હરામખોરો આની કરતા તો BC girlfriend બનાવો, પ્રેમ કરો ને એકબીજાની વાર્તા ઓ ને વહેંચવા નો પ્રયત્ન કરો.
બાકી તો ફૂલવડી લયી ને આયા હતા ને કેળું લયી ને જવાના.
😂🤫