Story behind my Instagram Stories-1

હવે આખો દિવસ મૃગજળ ની યાદ માં પડ્યા રહેવું એ કેમનું પોસાય યારો. એ વાંચી ને ન પૂરા થયેલા સપનાઓ નો ભાર ઓછો કરવો હોય તો પછી મોજ એ લેવી જ પડે ને.

મારા Instagram ના followers મારા story મૂકવા ની ટેવ થી અજાણ નથી અને હવે તો હું Facebook પર પણ‌ share કરી જ દેતો ‌હોવુ છું. કેમકે Instagram આપણા લાડકવાયા લોકો સાથે માણેલો એક અદ્ભુત સંયોગ છે. તમે ખાસ બની જશો તો મારા Instagram માં આવી જ જાશો‌.

હશે હાલો પણ અત્યારે હું એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યો છું. મારી Instagram ની stories ને ઘણા લોકો એ માણી છે. આમે આ જમાનામાં કોક ના ચહેરા પર સ્મિત લાવું અઘરીનું છે. પણ બધા નો support મળે એટલે કામગીરી થયી જાય. આજે હું અહીં મારી Instagram ની story નું background મૂકવા નો છું. કે મેં એ વસ્તુ કેમ લખી‌. એવા કયા observation કે બનાવો બન્યા હતા જેના થકી મારે sarcasm નો સહારો લયી ને પણ philosophy ના ઘૂંટડા પાવા પડ્યા.😉😛

અને એક આડવાત મને influencer ન માનતા, મને ગમે છે અને લોકો ને સમજાઈ છે એટલે લોકો‌ stories પર reply આપે છે. બાકી છે લોકો વાતો કરે છે, એમને આપડો સ્વભાવ ખબર જ છે. Footage લેવાની નહીં પણ કમાવી જાણવા ની કલા છે. 😂

Let’s enjoy the session.

Story-1

આપણે indian હંમેશા તર્ક થી નહીં પણ લાગણીઓ થી ભીંજાઈ જઈએ છીએ. એના કારણે આપણે ઘણા decision ખોટા લઈએ છીએ પણ હશે આપણા ને એ ટેવ છે અને એ જૂના fabric ના ઢાંચા ને કારણે જ આપડે ટકી રહ્યા છીએ. 11 of December 2017 ના રોજ એક અદ્ભુત ઘટના બની ભારતવર્ષના ઇતિહાસમાં.

અનુષ્કા ના વિરાટ જોડે લગ્ન થયા.

એટલે મારી આદતો ને મુજબ હું stories run કરતો હતો ત્યાં તો ઘમસાણ મચી પડ્યું હતું. અત્ર-તત્ર-સર્વત્ર જગ્યાએ એક perfect કપલ્સ ના ફોટા જોવા મળ્યા. મેં કીધું લા થોડોક હાશકારો તો ખાવ પણ નહીં.

એક એવો ઉમળકો ચડ્યો હતો કે લગ્ન તો આવા અને જોડી તો આવી જ. એમાં પાછું મારા Bomaby રહેતા લોકોને તો અલગ જ લેવલનું શૂરાતન ચઢ્યું હતું. બધા હારા Awwww-Awwww કરી ને ઓકી રહ્યા હતાં.😂😂😂

So cute and adorable એ‌ તો માઝા મૂકી હતી. ‌

Wait હું કાંઈ આ બધા ના વિરોધ માં નથી. Marriage જેવી યુતિ તો મારા દિલમાં special સ્થાન ધરાવે જ છે. પણ આ public ને‌ છે ને બહાર નું glamour દેખાય છે. એ બે માણસો જે career oriented છે એમના sacrifice નથી દેખાતા. સારું જોવાની ટેવ પાડશો ને તો dark reality accept જ નહીં થાય. હું કાંઈ આ વસ્તુ નો દુશ્મન નથી પણ જરાક વિચાર કરજો. કેમકે સપના આપડે એમના photos જોઈ ને દેખીએ છીએ, એમણે કરેલા બલિદાન થી નહીં.

બાકી as a couple તો‌ જોડી એકદમ ખતરનાક છે. એમની માન્યવર ની એડ‌ જોયી લેજો. બધા એવા perfect combination નથી બનાવી શકતા પણ એ advertisement જોયી ને ચહેરા પર smile જરુર આવશે.

Story-2

લાસ્ટ exam એક અલગ જ feel આપે છે. એમાં ધ્યાન રહે જ નહીં કેમકે એ પત્યા પછી કયી કરી વસ્તુ કરવાની છે એની મોજમાં જ મન રચ્યું પચ્યુ રહે છે. એ ક્યારે આવી ને ફટાફટ પતી જાય એની જ ઈન્તેજારી હોય છે. એની‌ સામે પહેલી date એકદમ અલગ જ feel આપે છે. કે જે આવી તો જાય પણ કદી જાય નહીં એવી લાગણી લયી ને બેઠા રહેવાનું મન થાય.

બન્ને વસ્તુઓ identical છે તડપાવા માં પણ ફરક એક જતી રહે એની છે અને બીજીમાં આવતી રહે એની છે.

Story-3

Technology એ તો નકશા બદલાઈ નાખ્યા. હવે આપણું જીવનધોરણ બદલી નાખશે.

એક દિવસ મારી internship દરમ્યાન મને મેસેજ આવ્યો અને મારા આશ્ચર્ય વચ્ચે એ mummy નો હતો. આટલું લાંબુ ગુજરાતી વાક્ય જોઈ ને ખબર પડી જ ગયી કે mummy ને 15 minutes લાગી હશે type કરતા. જે વાત એ ફોન કરી ને અડધી મિનિટ માં કહી શકતી હતી એના માટે એણે પંદરેક મિનિટ બગાડી પણ મને આનંદ થાય છે એનો કે મેં એને કાંઈક શીખવાડ્યું.

અમને દુર્ગા school ની અંદર છે ને 1 to 7 ધોરણ (standard) સુધી પુનરાવર્તન આપી દેતા. જેથી અમે એમાંથી તૈયારી કરી લેતા. થોડીક ખરાબ ટેવ‌ હતી એ પણ હાલે. ત્યારે ગુજરાતી- સમાજવિદ્યા અને વિજ્ઞાન નુ બધું વાંચીને બેસતો અને પછી મમ્મી મને એક પછી એક chapters ના સવાલો‌ પૂછતી અને ના આવડે તો ક્યારેક ગાલ અથવાતો ફૂટપટ્ટી ready જ હોય. હવે પછી એ રીત ની ભણવાની મોજ નહતી પડતી કેમકે મમ્મી સવાલો ન હતી પૂછતી. એ વખતે એણે મને અક્ષર સારા કાઢતા શીખવાડ્યું અને આજે‌ મેં એને મોબાઇલ પર type કરતા. એને મુખ્ય પ્રવાહમાં ભેળવવી જરૂરી હતી. English એના માટે અઘરું હતું એટલે પછી ગુજરાતી જ સહી પણ એ શીખી ગયી. હવે મને ક્યારેય forwarded msg મોકલે અને આ જો નવું આવ્યું છે એમ કહી ને મને video બતાવે ત્યારે મેં જોયું હોવા છતાં એનો ઉત્સાહ ન જતો‌ રહે એના માટે હું ધ્યાન થી જોવું અને મારો દિકા‌ ને કાંઈક નવું બતાવ્યાં ના સંતોષ સાથે એ પાછું એનું કામ ચાલુ રાખે.

આ વાંચ્યા પછી મને મારશે કે સાલા નૌટંકી કરે છે.😂😂

પણ હવે મારે એને ટોકવી પડે છે કે માતે હવે મોબાઇલ ની બહાર આવો.

Scenario રીવર્સ થયી ગયો છે.

😂😂

Story-4

IIT-Bombay અને Mood-Indigo એ મારા મન માં અમીટ છાપ છોડી છે. December-17 ની અંદર અમે ત્યાં ગયા હતા. અમારી આઠ જણા ની ટુલ્લર હતી. Bombay આમ તો હું ત્રીજા ધોરણમાં હતો ત્યારે ગયો હતો. એના પછી છેક college માં આવ્યા ત્યારે મોકો મળ્યો મને આખું Bomaby explore કરવા નું. તમને પ્રેમ થયી જાય જો‌ તમે નરીમાન પોઈન્ટ પર ની એ સમુદ્ર ની હવાને માણી લ્યો તો. અમદાવાદ નો દરિયો એટલે કાંકરિયા. એનાથી વધારે કાંઈ ન હોય પણ અમદાવાદ પ્રેમ છે😍😍.

Bomaby પણ‌ જૂની માશુકા છે જે મળી નથી.😉

IIT-Bombay ની અંદર ના culture એક અલગ જ છાપ નાખી મારા મનની અંદર. જે પ્રકારની દંભ વગરની forward પેઢી મળી તે જોયી ને મન ખુશ થઈ ગયું. એ organisers એ Manforce condom વાળા લોકો ને sponcer તરીકે બોલાવી રાખ્યા હતા અને બાકી જે‌ subtle way ની અંદર એમણે epic રીતે condoms નું ‌presentation કર્યું હતું. માશાલ્લાહ.

A+B-Condom= HIV

IIT-BOMBAY અને જવાન છોકરા-છોકરીઓ નો આવો heavy footfall હોય ત્યારે આ વસ્તુ નું ‌marketing કરવું એ મસ્ત વાત છે. જે‌ લોકો ને એક ભણવાના મંદિર માં આ વસ્તુ અશ્લીલ (ખરાબ) લાગતી હોય એવા નકટા ઓને કહી દેવાનું કે college fest માં આનું pramotion ન કરીએ તો પછી શું ઘરડા ઘરમાં advertisement આપવાની ? 😂

કે દાદાજી……😛😂

ત્યાં બીજા પણ કેટલાક અનુભવ થયાં.

Bombay ની નરીમાન પોઈન્ટ પર અમે એક કપલ જોયું. એ લોકો smooching કરી રહ્યા હતા.ઉપર-ઉપરથી બે હવસ ના પૂજારી ઓ.😂😂

હવે અમદાવાદ માં આપડે જોયુ ન હોય એટલે સંકોચ થાય પણ બીજ બધા લોકો પણ બેઠા જ હતા. પણ અમારા એક વાંદરીના ભાઈબંધ માટે નવું હતું.એટલે એ ભાઈ ફોર્મ માં આવી ને બોલી ગયા કે એ જો‌જો‌ પેલો‌ પપ્પી કરે. 😂😂

એ કપલ બિચારું પાંચ ફૂટ દૂર હતું અને સાંભળી ને થોડુંક થોથવાય ગયું. એ બિચારા પાંચ એક મિનિટ માં તો પોટલાં લઈને ચાલ્યા ગયા. 😅😅

આવા થોડાક experience IIT ની અંદર પણ થયા. હવે યાર જવાન હૈયા ઓને ભેગા કરો તો સ્વાભાવિક છે કે આવું કરે. જો ન કરે તો પછી doubt કરવો‌ પડે.😛

3 thoughts on “Story behind my Instagram Stories-1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s