Sarcasm-કટાક્ષ-Meme-બકચોદી

હા અમે છીએ બકચોદ પ્રજા. Sarcasm અમારો ધર્મ બની ગયો છે.અમને બકચોદી ફેલાવવા નો શોખ છે. આ તો સાલું આ system ની દેન છે. No doubt કે technology ના reforms એ પણ ઘણો ભાગ ભજવ્યો છે, પણ મૂળ વાત એ છે કે આ વસ્તુ ઘુસી કયી રીતે.જે સમાજ ફ્ક્ત શાહબુદ્દીન રાઠોડ ના પતિ-પત્ની વાળા અને ડાયરામાં ચાલતા jokes પર હસી ને humor ની મજા લેતો હોય. તે અચાનકજ stand-up comedian ની મજા લેતો ક્યારથી થયી ગયો.
આ observation, જે લોકો Bell Curve ની અંદર middle portion મા આવે છે એવા લોકો માટે છે. Exceptional લોકોએ ઉડતું તીર એમની પાછળ લેવું નહીં.😝😝

આપણા behaviours ની અંદર evolution દરમ્યાન ઘણા ફેરફારો આવ્યા અને આ અવિરત વહેતો પ્રવાહ છે. Genetically આપડા મગજ ની algorithms હંમેશા એક patters ને ફોલો કરી ને decision લેવા ટેવાયેલી છે. જેમકે Rolf Dobelli એ એક મસ્ત વાત કહી હતી કે માણસ ની અંદર evolution દરમ્યાન fear ને એકદમ સાચા praportion માં મૂકી હતી જો ઓછી હોત તો તે animals થી ના બચી શકતો અને excessive amount નો ડર તો આપણી ઉત્ક્રાંતિ જ અટકાવી દેત. માણસ આ લેવલ એ એમનેમ નહીં આવ્યો પણ પાછળ હજારો વર્ષોથી ચાલી આવતી ઉત્ક્રાંતિ નામક ચીજ નો હાથ છે. કોઈ એક વસ્તુ નું excessive pressure આપડા ને એનો antidote બનાવવા માટે મજબૂર કરે છે. માણસ- જાતે ઈવોલ્યુશન દરમ્યાન આ જ વસ્તુ કરી હતી અને અત્યારે પણ એ જ કરી રહ્યો છે. પહેલા જીવ બચાવો એ પ્રાથમિક જરૂરિયાત હતી. હવે એ સમય નથી રહ્યો પણ હવે આ race ની અંદર ટકવા ની જરૂર છે. એટલે જ એણે pressurized environment ના antidote તરીકે humour ને આગળ કરી.

જોવો જરાક કે આ stand up comedy નો આફરો ક્યાંથી આયો. અચાનક જ લોકો ને બકચોદી ગમવા લાગી એવું નથી. ઘણા સમયથી ધૂંટાયા કરતું હતું, પણ હવે full fledged ની અંદર બહાર આવી ને પ્રકાશિત થયું છે.તમે બધા ને performance pressure ની અંદર જ ડૂબાડી ને રાખો એટલે પછી માણસ શ્વાસ લેવા માટે ક્યાંક તો આઘો પાછો થાય જ ને. અમારી પેઢી પાસે થી અપેક્ષા વધારે છે અને મોટા ભાગના છોકરા-છોકરી ઓનાં માં બાપ ભણેલા નથી કેમકે resources અને બીજી વસ્તુ ના ઠેકાણા ન હતા.એટલે એમણે એમના સંતાનોને આમાં ઉતાર્યા. પોતાના છોકરાં ઓને સારું education આપી ને આગળ લાવવા એ કાંઈ ખોટું કામ નથી પણ parents આડઅસરો ને નજરઅંદાજ કરે છે.

આ અમારા જેવા લબરમુછીયા ઓ એક તો પહેલા થીજ કન્ફ્યુઝન માં હાલતા હોય છે અને અમારી આજુબાજુ માહિતી (information) નો એવો ધોધ વહે છે કે અમે વિચાર કરવા નું જ ઓછું કરી નાખ્યું છે. હવે આમાં competition નામનો કીડો add થાય છે. કેમકે આમાં એવું છે જ નહીં કે હોશિયાર લોકો આ બધું feel નથી કરતા અને failure લોકો ને જ આ વસ્તુ affect કરે છે. ના આ just એક pressurized environment ની આડઅસર છે.અમુક પબ્લિક આજુબાજુ ના ચૂતિયાપા જોઈને ને ત્રાહિમામ પોકારી જાય છે. જરાક stand up comedy ના બધા video જોવો. બધા લોકો એવું જ content પર joke બનાવે છે કે જેની ઉપર તેઓ ને ગુસ્સો છે, system ની અંદર ethics follow કરવા જતાં એ માણસ ઉંધા માથે પછડાટ ખાધી એનો બળાપો છે. તો ક્યાંક society ના ગૂંગળાવી નાખતા પણ ન છૂટકે માનવા પડતા નિયમો પણ છે જ. બે પેઢીઓ વચ્ચે નું અંતર એ તો stand up comedy ને ભરી ભરી ને content આપ્યું છે.

પણ હવે કાંડ જ એવા થાય છે કે શું કહેવું ?

study pressure ની વાત નથી. એ તો આમે રહેવા નું. એક લેવલ નું excellence પામવા માટે આંખ ખેંચાવા ન લાગે ત્યાં લગી મહેનત કરવી જ પડે. પણ વાત એમ છે કે કોઈ પણ વસ્તુ achieve નહીં કરી શકો એવો ડર આ જનરેશન ના માનસ ની અંદર ઘર કરી ગયો છે. અમે study ની અંદર બધું ફોડી પણ લેવા પણ BC આ success થવું જ પડે એની બકચોદી નથી ગમતી.મને ખબર છે કે દુનિયામાં philosophy હંમેશા successful માણસ ની જ ચાલવા ની પણ અમને અમારી રીતે અમારી success નું evolution કરવા દો. સાલું એક તો અહીં information ના overload એવા era ની અંદર આમે અમે confused છીએ. એમાં પાછું આ બધું આવે છે. એક આડ વાત કે, આપણા ત્યાં લોકો ને જે ગમે છે એ કરતા નથી અને પછી શેર Bajar રમવાનું ચાલુ કરે છે. અને job ની અંદર તો જોયું જ છે મેં કે સાલા 70 ટકા લોકો આ જ કરે રાખે છે અને એમની અધૂરપ ને પામવા માટે પ્રયાસ કરે છે.

અમારે એવી જનરેશન નથી બનવું કે જે એમની આખી જીંદગી પસ્તાવો કરવામાં વિતાવી દે. અમે ઘણીવાર તૈયારી વગરના સપના જોઈએ છે કેમકે અમારી અંદર ઝનૂન તો ભરેલું છે પણ‌ ક્યારેક વધારે વિચાર કરવામાં અમે તેનો અમલ કરવામાં થાપ ખાઈ જઈએ છીએ.

કેટલું કરીએ ? અમને પણ ખબર છે કે અમે જૂની પેઢી જેટલા ટફ નથી પણ‌ અમને flexible બનાવતા બનાવતા ખબર નહીં અમે ઢીલા ક્યાં રહી ગયા. Stubborn ન હોવું સારી વાત છે પણ એ quality એ તો અમારા decision making ની વાટ લગાવી નાખી. ઉલટું આ technology એ પણ એટલી બધી competition આપી કે અમે જીવવાનું ભૂલતા ગયા અને આ દોડ ની અંદર લાગી ગયા. મને પણ ખબર છે કે ક્યાંક અમારી ભૂલ છે. અમને પણ પરિસ્થિતિ થી ભાગવા નું નથી ગમતું.અમે પણ જવાબદારી ઉપાડી શકીએ છીએ પણ નકામી વાળી નહીં.

જરાક આજુબાજુ નજર કરજો તમને અમારી generation ની અંદર એક confusion દેખાશે. મારી એકલા ની વાત નથી કરતો આમાં. પેલી વાર્તા નહીં હાલતી BC…😂😂

ઘણી વસ્તુઓ ને મે ઘણા અલગ perspective થી જોયી છે. દરેક જણ એમને ગમતું અથવા તો ન ગમતું કામ કરે જ છે પણ એમની અંદર એક છૂપો રોષ દેખાય છે એમની આસપાસની ભાગદોડ ને જોયા પછી. ક્યારેક system તો ક્યારેક ન પૂરા થયેલા સપના. અમે frustration માં પણ એટલે જ આવી જઈએ છીએ. ઘણા એનો counter part તરીકે આ meme and sarcasm નો લાભ લે છે. અમને flexible કરી ને સમજતા કર્યાં પણ એમાં આ એક વસ્તુ ખૂટી ગયી.

પણ હશે મારા ખ્યાલ મુજબ તો દરેક જનરેશન એમની situation મુજબ સારી અને ખરાબ એમ બંને પ્રકારની વસ્તુઓ લઈને ચાલ્યા જ કરે છે. એ વસ્તુ પર રડવા કરતા કે જે નથી એના કરતાં જે છે એને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે. અમારી જનરેશન ને atleast ભૂતકાળ ની ભવ્યતા ને માણવાની ટેવ છે એને ખોટી રીતે ચગદવા ની નહીં.😝😜

અમને hypocrisy નથી ગમતી. એક લેવલ ની પોતાની ભૂલો ને પણ અમે observed કરી ને સુધારી લઈએ છીએ. સામે અમે commitment આપવા માટે કાચા છીએ. સતત કાંઈક નવું કરવા ના વિચારો ની અંદર કશું પણ ન કરી શકવા નો રંજ અમને કોરી ખાય છે.

પણ એક વાત આજે કહેવા માગું છું. નવું કરી ને બતાવું અને વાહ વાહ થાય એ પણ સારી જ વાત છે પણ આપડે હાર ને સહન કરવા ની અને એને પચાવતા શીખવા ની જરૂર છે. આપણા ને એ કરતા વાર નહીં લાગે કેમકે આપણે નિખાલસ છીએ અને hypocrisy આપણા ને પચતી નથી.

Philosophy ની સોથી વધુ જરૂરિયાત આપણા ને છે. એના વગર ખરેખર આપડે road પરથી ભટકી જઈએ છીએ. હજુ ભવિષ્ય ના સવાલો ઉભા છે. આમાં અટવાઈ જવાથી નહીં હાલે.

ઘણા લોકો ને આ બકચોદિ પસંદ નથી પણ sarcasm એ કાંઈ બચ્ચા ના ખેલ પણ નથી. કોઈ પણ વસ્તુ cheap ના દેખાય એ રીતે એને sarcastic ના લેવલ પર લઈ જવામાં ઘણુ બધુ subtle way ની અંદર observation કરતાં રહેવું પડે. હું સાવ વલ્ગર વેડા કરતા આવારા લોકો ના sarcasm ની વાત નથી કરતો પણ જે ને સમજવા ના માટે એક certain level નું intellect જોઈએ એવા content ની વાત કરું છું.

તમને શું લાગે છે? આ જે લોકો બકચોદી કરતા ફરે છે એ લોકો નવરી રાંડ ના છે ? 🙄

અરે એ પણ એક પ્રકારની art જ છે. કે જેમાં આસપાસ ચાલતા ખોટા નાટકો ને ઉજાગર કરવા માટે તમે એક picture નો ઉપયોગ કરી ને આખી situation ઊભી કરી નાખો છો. એના માટે પણ એક લેવલ ના observation કરતા આવડવું જોઈએ.અમે નવી પેઢી ના લોકો બકચોદી કરી ને સામે વાળા ને કહી દઈએ છીએ કેમકે અમને hypocrisy માં જીવવું પસંદ નથી.એટલે જ તો અમારા content ની અંદર લોકો ની fallacy ની વાટ લગાવી એ છીએ. Sarcasm એક એવી વસ્તુ છે જેમાં ખોટું લગાવા ના રોદણાં રોઈએ તો ન જ હાલે. અમને નિખાલસ બનાવા માં sarcasm પણ એક મહત્વનું factor છે. હું તો ખુશ છું કે મારા પર થતા Sarcasm થી મને મારી ખામીઓ ખબર પડે છે. હું મારા પર કરાયેલી મજાક ને bounce back જ કરતો હોઉં છું.

ખોટો ego અમારી generation થી દૂર છે આ વાત on above and average સાચી જ છે.જો તમે આગળની પેઢી સાથે compare કરો તો. કેમકે એ flexibility લેતા લેતા અમે બીજે ક્યાંયક લોચો મારી ગયા છીએ. પણ tension ના લ્યો‌ વ્હાલા ભાઈઓ અને બહેનો ( ચાર-પાંચ છોડી ને, ફ્ક્ત બહેનો.😜😝).

આપડે કાંઈક તો સારું લઈ ને ચાલ્યા જ છીએ. એટલા પણ બકચોદ નથી કે જવાબદારી માંથી છટકી જઈશું. હા ક્યારેક નાસીપાસ થઈ જવાય છે પણ મને વિશ્વાસ છે કે ટકી તો જાશું અને કાંઈક સારું જ આપી ને જાશું આપણી આગળની generation ને. આ મુદ્દાને છેડવા નું એક જ કારણ છે મારી પાસે, જેમ જેમ લોકો ની સાથે connect થતો જાઉં છું એમ મને લોકો ની અંદર અજંપો અને અશાંતિ દેખાય આવે છે. આપણે એવી જનરેશન છીએ જેમનો જ્યાં લગી કોઈ Ego હર્ટ ના કરે ત્યાં લગી હલતા નથી. એ philosophy ખોટી છે. જાતે આગ નથી લગાડવી પણ કોઈક આવી ને સળગાવી જાય પછી જ તારો ભાઈ રોકેટ ની જેમ ઉડે એવી દેખાદેખી વાળી success અધૂરી છે.

આ આપણી પેઢી ની એક દેખાડી દેવા ની ટેવ મને કઠે છે.

ઠીક છે પણ હવે એવું કાંઈ નથી કે કોઈ absolutely સારું કે ખરાબ જ છે.

આ વાંચ્યા પછી ખોટું લાગે તો અઠ્ઠે મારે.😂😂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s