A School Crush

Title વાંચી ને કાંઈક યાદ આવી ગયું હોય અને હોઠ પર blushing કરતાં હોય તો પછી મેં તમારી pin perfect પકડી છે. Tension ના લો યારો. તમે આ વાચી ને તમારા crush ને પટાવી નહીં જ શકો પણ કદાચ બે મિનિટ તમારા face ઉપર smile આવી જશે. જીંદગી જીવી લેવાનું tonic મળી જાય એ પણ પૂરતું છે મારી માટે.

કાશ અત્યારે પણ આપણે આપણા બાળપણ ના સહજ ભાવે આપણે કોઈ ને ચાહી શકતા હોત તો. એ innocence હવે રહી નથી કેમકે હવે આકર્ષણ પેદા થતા ની સાથે જ આ દિમાગ ગણતરી ઓના ઘોડા દોડાવા લાગે છે. બહુ એવા rare કિસ્સા હશે જેઓ એમના school crush સમક્ષ એ વાતોનો ઈઝહાર કરી શક્યા હશે.

Crush એક એવું વ્યક્તિત્વ છે જેને તમે આજીવન ચાહી શકો છો. કેમકે એમાં લગ્નની expectations ના આવરણ નથી ચઢેલા હોતા. ઘણી વાર એવું બનતું હોય છે કે તમારા school crush નું નામ પણ ખબર ના હોય. એ બીજી school માં હોય અથવા તો બીજા class ની અંદર. તમારા school થી ઘરે જવાના રસ્તા પર પણ તમને મળતી હોય. ઘણી આવી લાગણીઓ કબૂલ થયા વગર ની આપણા દિલમાં બેસી હોય છે. જેનું નામ નથી ખબર પણ રોજે એને જોવાની તલપ લાગેલી હોય છે.

બાળપણ નું આકર્ષણ એટલું સહજ હોય છે કે હું એને લખી નથી શકતો. જો તમારો કોઈ crush રહ્યો હશે તો તમે આ વાંચીને એને માણી શકશો. Crush ફક્ત આકર્ષણ છે એને પ્રેમ ના level સુધી લઈ જવા માટે થોડો વધારે તપાવવો પડે છે. કેમકે પ્રેમ સમર્પણ માગે છે.

Crush શબ્દનું અસ્તિત્વ 14 to 15 વર્ષ ની ઉંમર સાથે જ આવે છે જેની અંદર આપણા શરીર ના ફેરફારો આપણા ને વિજાતીય વ્યક્તિ તરફ આકર્ષિત કરે છે.

Crush જો mature હોય તો તેની સામે ઈઝહાર પણ કરી શકો છો. કેમકે મોટા ભાગે બધા વાતો કરવા નો પ્રયત્ન કરે છે પણ તેમની સામે કબૂલ નથી કરી શકતા અને તેમના friend list ની અંદરનું એક નામ બની ને રહી જાય છે.

એલા તમે કહેવાનું રાખો. ગમતી હોય અને કહી દો તો એમાં કાંઈ ખોટું નથી. પછી નો scenario તમારા crush ની maturity પર આધાર રાખે છે. પછી સામેથી positive response જ આવે એવી અપેક્ષા રાખવી ખોટી છે. પ્રયત્ન કરો પણ એને જીદ ના બનાવો. પ્રેમ હોય કે Crush, એમાં કોઈ ના પાડે અને તમે બધી હદ વટાવી ને સામે ના individual ની લાગણી ને પણ માન ન આપી શકો. તો એ તમારો પ્રેમ નથી પણ એની પાછળ છૂપાવી રાખેલો અહમ છે.Love ની અંદર ફના અને બરબાદ થવા વાળી philosophy મને આજ દિવસ સુધી diagest નથી થયી. પ્રેમ તમને કઈ રીતે બરબાદ થવા દે. અને જો બરબાદ થવા માટે પ્રેરણા પૂરી પાડતો હોય તો એ તમારો પ્રેમ નથી યારો. એ તમારો અહમ છે.સાચા પ્રેમ માં પડેલો માણસ એના અહમ ને બાજુમાં મૂકી ને ચાલે છે.

કેમ કે પ્રેમ એ શરતો વગરનું સમર્પણ છે જેમા ego માટે કોઈ જગ્યા નથી પણ સંપૂર્ણ સમર્પણ છે.

પણ જો આ ના મળે તો બીજું કાંઈ નહીં એવી વેવલા જેવી philosophy ને પ્રેમ નું નામ આપી ને એની value down ના કરશો.

સાચી રીત એજ છે કે સમય જોઈ ને કહી દો, પછી જે જવાબ આવે એ. પ્રેમ તો નદી ની માફક છે જેને સમુદ્ર સુધી પહોંચવા માં કોઈ પણ રોકી નથી શકતું. પ્રેમ તો આપણી અંદર જ છે. આ Mechanical Engineer એ ઘણી one sided love stories સાંભળી છે, જોઈ છે અને અનુભવેલી છે. સામે વાળા પાત્ર ના ઈન્કાર પછી Chana Mereya ગાવા કરતા કોઈ બીજા ને તમારા પ્રેમ નો લાભ આપવા જેટલી હિમ્મત એકઠી કરો.

और प्रेम निष्प्रयोजन है। प्रेम का कोई प्रयोजन नहीं। प्रेम अपने में ही अपना प्रयोजन है, वह बिलकुल परपज़लेस है।
Osho

અંદર અંદર ઘુંટાયા કરતા સમય જોઈ ને કબૂલ કરી લેશો તો તમે એ loop ની અંદર થી બહાર આવી જશો. આ સ્વ-અનુભવ કહે છે મારો.

આ crush છે ને એક આશા નું કિરણ છે, કેજે ઉગશે કે નહીં તેની ખબર નથી હોતી પણ એની રાહ બધા જોવે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s