कहानी घर घर कि

હું છે ને ઘણી વાર આ વાક્ય સાંભળતો હતો. (આ વાક્યો મોટા ભાગે ભારત ની બહાર રહેતા લોકો અને અમુક ફાંકે ફોજદારી લોકો બોલતા હતા )

ભારત જેવી સમાજ વ્યવસ્થા અને પરિવાર તો ક્યાંય જોવા ના મળે !!! (રહેશે બહાર પણ બકચોદી અહીં ની કરશે)

સમાજ વ્યવસ્થા ? (SOCIAL SYSTEM)

જરાક લાંબો topic છે.ધણા બધા perspective પણ છે આ મુદ્દાને લઈને. As usually બધી વસ્તુઓ ને black and white ની અંદર ના જોતા, કેમકે life એ fifty shades of grey જેવી છે. (અલગ અલગ રંગો વાળી BC, કાંઈક બીજું ના વિચારતા)

આ એક એવી સમાજ વ્યવસ્થા છે જેમાં ઘરની અંદર અને સમાજ માં વ્યવસ્થિત રીતે વર્તન કરતો વ્યક્તિ જ બહાર road ઉપર આવી ને ખરાબ વર્તન કરે છે. જેનો public behaviour પરણિત પુરુષ ની ચડ્ડી જેવો છે. ગમે ત્યારે ઉતરી જાય.😂

હવે આ paradox વિશે થોડીક જાણકારી મેળવવા માટે try કરશું.

સમાજ નુ વિકલન કરશો (differentiation) તો તમને એક પરિવાર મળશે અને એનું વધારે એક વાર differentiation કરવાથી આપણા ને એક individual મળશે.

દરેક individual એ સમાજ નું reflection છે. કેમકે આપણા અનુભવો આપણા perceptionની ધાર કાઢે છે. એક બાળક નાનપણ માં એક individual હોય છે પછી એમાં તેના ઘર માં થતી પ્રક્રિયા અને થોડોક મોટો થાય પછી તેના આસપાસ જે so called સમાજ છે,એની અંદરથી જ બધું શીખે છે.

એટલે મોટા ભાગ ના individual ના દિમાગ પર પણ સમાજ નામ ના subtle perception એ મહોર (stamp) લગાવી હોય છે. (સ્વતંત્ર વિચાર ધરાવનારા ઓછા હોય છે. એમાં પાછી ઘણી બધી વસ્તુઓ ભાગ ભજવી કાઢે છે.)

આમાં પણ BC હમ સાથ સાથ હૈ અને બાગબાન જેવી બકચોદ movie એ આખા generation ના perception ને અલગ જ વળાંક આપ્યો છે. એમના પેલા મામુજાન મુજબ જે પરિવાર એક જ છત નીચે રહેતો હોય તે પરિવાર તો છે ને સુખ અને દુઃખ સહન કરી શકે.

પણ ઈ ટણપા ને એ ખબર નથી પડતી કે સંયુક્ત પરિવાર ની અંદર કોઈ ideal individual તો નથી જ રહેતા ને, તેથી ગમે તેટલું સાચવી લો છતાં પણ privacy નો ભંગ થઈ જ જાય છે. કોઈ પણ individual તેની યુવાની દરમિયાન privacy ઝંખે છે. કેમકે એ ઉંમર તેના સ્વતંત્ર વિચારો ના વિકાસ ની છે. તેની partner સાથે જોયેલા સપના ની છે યાર. તમે એને emotional family melodrama ની અંદર બરબાદ ન કરી શકો.

હું માનું છું કે એક ઉમર પછી વ્યક્તિ પરિવાર ની હૂંફ ઝંખે છે, પણ તે હંમેશા joint family ની અંદર રહી ને પૂરી ના થઈ શકે.

દરેક generation તેમની સાથે કાંઈક સારું અને ખરાબ લઈ ને આવે છે. ઉપરની generation વાળા ભલે લાખ વખત કહે કે અમે તો નવી generation સાથે set થઈ ગયા. પણ બધી વારતા રે વારતા છે. યુવાની એની ઉમરે વિજાતીય વ્યક્તિ (opposite sex) નો સાથ એની મરજી મુજબ ઝંખે છે પણ એક joint family ની અંદર રહેતું couple તેની મરજી મુજબ કાઈ નથી કરી શકતા.(આમાં sex ને બાદ કરતાં બીજી ઘણી બધી વસ્તુઓ નો સમાવેશ થાય છે.😂)

પોતાની privacy માટે અલગ રહેતા હોવ પોતાની યુવાની દરમિયાન તો કાંઈ ખોટું નથી. એના લીધે કાઈ સુખ દુઃખ ના સમયે કોઈ જોડે ના હોય એવા ખોટા perception ની અંદર ના ભરાઈ જતાં.પરિવાર ને સાચવવા નો જ છે પણ પોતાના અલગ વિચારો ને importance આપવું પણ એટલું જ જરૂરી છે. (આ વાતનું justification આગળ આપીશ હું)

આપણે ભૂતકાળ ની પેઢી થી ખૂબ જ સારી રીતે વાકેફ છીએ.એ લોકો એમની કડકાઈ માટે જાણીતા હતા પણ એ એમનો ego હતો જેને એ લોકો પંપાળી ને રાખતા હતા. અનુશાસન ની આડ માં પોતાની વાત એમના અહમ થકી મનાવવા ની જીદ હતી એ લોકો માં.(અપવાદ હશે)

(કોઈ પણ વ્યક્તિ ના જીવનના ત્રણ આધાર હોય છે. જો તે વ્યવસ્થિત હોય તો તે તણાવ મુક્ત રહે છે. જેમકે

1) Professional Life

2)Personal Life

3) Aspirations

આ ત્રણ પિલ્લર માથી જો એકાદ હલી ગયું હોય તો ચાલી જાય. તે બીજા બે ઉપર થી માણસ survive કરી લે છે.)

જે યુવાન પેઢી ને પોતાની સાથે રાખવા માટે એમની પાંખો ને કાપે છે તે ઘર એ યુવાન માટે નર્ક બની જાય છે.ત્યારે family melodrama અને તેના partner નો અસંતોષ તેના માટે અસહ્ય નીવડે છે.

આ બધી વસ્તુઓ આપણી social system ની અંદર exist કરે છે. બધા બાપુજી ને જેઠાલાલ જેવો કહ્યાગરો છોકરો જોઈએ છે પણ પોતાની મરજી મુજબ સ્વતંત્ર વિચાર ધરાવતો વ્યક્તિ તેમને નથી પસંદ.

આમાં આમ જ યુવાનની કાઈક સર્જન શક્તિ (Creation) અને કાંઈ નવુ કરી બતાવવા ની હોશ પર પાણી ફેરવી કાઢે છે. આ આપણી system ની એક વરવી વાસ્તવિકતા છે.

જુઓ ગમે તે કહો પણ તમારા બંધન ને યુવાન પર થોપી કાઢીને, અમારો દિકરો તો અમારું કહ્યું કરે છે એવી ગેલસપ્પઈ ઠોકનારા ઓની તો હમણાં કહું એ……આ સમાજ વ્યવસ્થા બહુ જ સારી છે. અમારી સંસ્કૃતિ છે ના બણગાં ફૂંકનારા ઓ ને એમના ego ને કારણે એમનું failure નથી દેખાતું.

આજ ના યુવાનો ને એક જ વાત કહેવી છે કે જો તમારા માં બળવો કરવાની ભાવના ના હોય તો તમે યુવાન નથી. આગળ આવો અને ખોટા melodrama ની અંદર આવી ને પોતાની જાત ને ફક્ત સવાર થી સાંજ ના ઘંટી ચક્કરમાં જામ ના કરો. સર્જન કરનારું ચિત્ત જ યુવાન છે એવું ઓશો કહી ગયા. આમ જ કરવું જોઈએ અને તેમ જ કરવું જોઈએ ની ઠાલી વાતો ને લાત મારી ને કાઢી મૂકો. જો તમને લોકો કહે કે આ તો એકદમ perfect સમાજ છે તો એમને કહેજો કે જો ચમારમોદ આ સમાજ perfect હોત ને તો આજે આપણે super power હોત.

જેટલું જૂનું એટલું સોનું ના હોય યારો. આપડા વડવા ઓ પણ માણસ જ હતા એટલે તે પણ ભૂલો કરી જ શકે છે. એટલે એમની બધી વાતો માનવી એ જરૂરી નથી. અહમ ના ચશ્મા ન પહેરવા જોઈએ આપણે.

આજ બધા કારણો છે કે આપડી આસપાસ ફરતા બધા માણસો પરિવાર અને સમાજ ની અંદર તો સારું વર્તન કરી લે છે પણ એમની અંદર એક અસંતોષ નો જ્વાળામુખી સળવળાટ કરતો રહે છે અને એ વસ્તુ ના દર્શન road ઉપર આપણે બીજા અજાણ્યા જોડે કેવી રીત નું વર્તન કરી એ છીએ એની અંદર દેખાય આવે છે.

Conclusion- તમારા આ સમાજ ને લઈ ને અનુભવો અલગ અવગ હશે. અહીં મે એક example લઈને એક ખોટું perception બતાવ્યું છે. તમે પણ જોવો આ point of view થી અને લાગે કે બરાબર છે તો તમારી શર્તો થી જીવન જીવો. તો આ સમાજ આપો આપ બદલાઈ જાશે.

સમાજ ની વાતો એ કાંઈ પથ્થર પર ખેચેલી line નથી. એ પણ મારા અને તમારા જેવા માણસો એ બનાવેલ છે અને એમની ભૂલો થવાના chance પણ આપણા જેટલા જ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s