Sex

અરરરરરર…….

કોક ગંગાજળ લાવો. મારે તો આંખ અને કાનમાં નાખવું પડશે. હે પ્રભુ આ શું સાંભળી-વાચી લીધું.

આપડા ત્યાં રાત્રે પેન્ટ ઉતારી ને મન ને ગમતું કામ કરવા વાળી પ્રજાને સવારે આ શબ્દ કહીએ તો આપણા થી એ લોકો 10 foot આઘા નાઠે.

તમે બધા એ Her Beauty and Modern Marriage નામના articles વાંચ્યા હશે અને તેનો આ ત્રીજો ભાગ છે.

હા આ article નું નામ SEX રાખ્યું છે. કેમકે આપણા સર્જન ની પાછળ રહેલી આ વાત પર અમુક પ્રકાશ નાખવો જરૂરી છે.બાકી કેવી રીતે અને કેમનું કરવું ? એ બાબતે કોઈ પણ પ્રકારનો સહારો નહીં મળે.😜 (પોત-પોતાનું જોઈ લેવું)

Foreplay,Sex અને Orgasm એ આપણી generation માટે નવા શબ્દો નથી.પાછી આ વાતો મારે એવા લોકો સાથે જ કરવી છે,જેઓ ભવિષ્યમાં નવી generation ને guide કરવા માટે તત્પર હોય. માણસો એ ભૂતકાળ યાદ રાખવો જોઈએ એમાં થી શીખવું જોઈએ, પણ ભવિષ્યમાં જે નવા પ્રોબ્લેમ્સ આવશે એના માટે નવી રીતે વિચાર કરવો પડે.બાકી “અમારા જમાના માં તો” વાળી વાર્તા રે વાર્તા કરી ને રંડી-રોના કરતી પ્રજા સાથે મારે નિસ્બત નથી. એમને ગાણું ગાવા દો.

બાકી condom ને chemist ની દુકાન પર જઈ ને થેલી કહેનાર અને sanitary pads ને ત્રાંસી આંખો થી જોનાર ચમારમોદ generation ની માનસિકતા થી હું પોતે ત્રસ્ત થઈ ગયો છું.

SEX એટલે ખરાબ!! છી આવી વાત!!

Even masturbation જેવી વસ્તુ, જેને ગુજરાતી ની slang language ની અંદર ‘મુઠિયા’ કહે છે, તેની વાતોમાં પણ નાક નું ટેરવું ઉપર ચઢાવી દે છે.

100 લોહીના ટીપા = 1 વીર્ય નું ટીપું.

એલા ટણપા કયા ત્રાજવે તોળી ને આયો. આ એ જ લોકો છે.જેમને પેન્ટ તો ઢીલા કરવા છે પણ કોઈ જોઈ ના જાય એ રીતે.

જોકે નવી generation આ બાબતે ખુલી ને વાત કરે છે. જે વાત આવકાર્ય છે. આ બધી વાતચીત કરવામાં છોછ નથી અનુભવતી,પરંતુ એમાં પણ ખૂબ લાંબી મજલ કાપવાની છે.

Her Beauty ની અંદર ઉલ્લેખ કર્યો હતો કે human ને opposite sex પ્રત્યે આકર્ષક હોય, એક બીજા પર crush હોય. તેઓ આને સમજી ભલે ન શકે પણ એક strong feeling તો અનુભવે જ છે. આ સમય ની અંદર એમને Porn Website અને ફાલતું sex stories માં થી information ન મળે અને તેના કરતા તેમના parents પાસે થી જ જાણે તો…

Actually આપડા Grand Parents ની generation માં તો 15 years ની age પર marriage થઈ જતાં હતાં અને શું કરવું એની સલાહ મોટા ભાઈ કે married friend જોડે થી મળી જતી હતી,પણ આ generation તો internet age ની છે.

થોડું awkward લાગશે પણ કરવું પડશે.કેમકે હવે ની generation પાસે Sex વિશે ની information લેવાના ઘણા રસ્તા છે. આ internet age ને તમે નહીં પહોંચી વળો. એ internet પરથી બધું જાણી લેશે પણ એના માટે ની maturity તો આપડે એમની જોડે રહી ને એમનાં માં કેળવવી પડશે. કેમકે એજ એક એવી વસ્તુ છે જે internet એમને નહીં આપે. Maturity એટલે એમની જોડે થી control નથી કરાવવા નું.

ના જરાય નહીં પણ એમને એની જવાબદારી થી અવગત કરાવા ના છે. એ વસ્તુ વિકૃતિ માં ના ફેરવાઇ જાય તેના માટે.

હવે એ nightfall હોય કે periods.તેમની સાથે બેસીને સમજાવો. બાકી આ generation સહિયર નહીં વાંચે ચોરી છૂપી થી પણ સીધા bathroom માં જઈ ને video ચાલુ કરે એમાંની છે.

Mature કરો એમને કે તેઓ ધીમે ધીમે oppositie sex ને ચૂંથવા નું સાધન ના માની લે. સૌંદર્ય ને માણતા શીખે. બાકી જો sex ને 10 to 20 min ની જનનાંગો ઘસી કાઢી ને હાંફી જવા ની પ્રક્રિયા માનતા હોય તો એ misunderstanding છે તમારી. આ તો એક સર્જન ની પ્રક્રિયા છે.

લોચો અહીં એજ વાગ્યો છે કે પાછલી generation એ બધાને કીધું કે આતો ખરાબ છે પણ ખબર નહીં કેમના 1.35 billion થઈ ગયા.😂

હું કાઈ તમારો sex expert તો નથી કે તમને sex વિશે ના જ્ઞાન થી અવગત કરાવું.તમે બધા expert જ છો.

મારો motive ફક્ત એટલો છે કે આપણે આ સમાજ માં આજ દીન સુધી જેને રાત્રે પંપાળતા હતા અને સવારે જેને ગંદકી કહી ને નવાજતા હતા.તે Sex સમાજ માંથી છોછ મુક્ત થાય એવી generation બનાવવા નો છે.જે કરો છો તેનો સ્વીકાર જ કરવા નો છે. SEX એ માણસ ની basic જરૂરિયાત છે. એના માટે ની extreme તલપ ના મૂકી હોત તો human evolution જ અટકી પડ્યું હોત. નાનપણથી આપણા મન માં આ વસ્તુ માટે એક અપરાધ ભાવ ભરી કાઢ્યો છે. એટલે જ કરતા હોવા છતાં તેનો સ્વીકાર નથી કરતા અને દંભ પાળી એ છીએ.

છોકરી નું shorts અને છોકરાનું boxer જોઈને કોઈ ત્રાંસી આંખે ના જોવે એવો સમાજ બનાવો.

Philosophy & Pleasure.

1)Sambhog Se Samadhi Tak by OSHO

2)The arts of seduction by Seema Anand

આ બે books છે. તમારા જ્ઞાન ની ક્ષિતિજો નો વિસ્તાર કરવા.

P.S- એને એવી રીતે જોવો કે એ વાળ સરખા કરે નહીં કે એના કપડાં.

Marriage was the path to heaven and sex was the vehicle to get you there, and therefore the Kama Sutra—and its fellow manuals—were considered works of divine instruction.

By Seema Anand from The arts of seduction

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s