પ્રયત્ન પહેલી વાર નો છે.વાંચવા કરતા અનુભવ કરજો.
- School Diary
1) મારી નજર તો ફક્ત એના હાથમાં રમી રહેલા ચોક (Chalk) ઉપર હતી,
અને ઇંતજાર ફક્ત મારુ નામ ક્યારે Black Board પર લખાશે તેનો હતો.
2) એના આવવા નો ખનકાટ ન હતો પણ એની ઉપસ્થિત નો અહેસાસ હતો,
જોયું હતું મે એની આંખોમાં, ફક્ત મારી હાજરી નો જ ખચકાટ હતો.
3) એને મારી યાદોમાં વેલ બની ને વીંટળાવું પણ હતું અને વિસરાઈ પણ જવું હતું, બસ ફક્ત મારી પાસે આવવું ન હતું.
- Monsoon Diary
1)એને સમુદ્રમાં ભળી જવાની ઉતાવળ હતી અને મારે તો ફક્ત કાંઠેથી એના નદી સ્વરૂપ સોંદર્ય ને પીવું હતું
2) એની બાંહો માં ભીંજાવા ની આશા થી નીકળ્યો હતો પણ મને ક્યાં ખબર હતી કે એ વાવાઝોડું બની ને આવશે.
3)એ વરસાદ ની હેલી એ જ્યારે એને ભીંજવી નાખી હતી ત્યારે….
એ વરસાદ ના ટીપાં તેની નાભિ (Navel) ને ફરતે વીંટળાઈ વળ્યાં હતા (જાણે ચંદન ના વૃક્ષ પર સર્પ)
અને કદાચ એજ સમયે કુદરતને દરિયામાં વમળનું સર્જન કરવા નો વિચાર આવ્યો હશે.
4) રૂમ-ઝૂમ કરી ને વહેતી હવા
એને કારણે વિખરાયેલા તેના કેશને(hair),
વારંવાર સરખા કરવા પ્રયત્ન કરતી વખતે
એની આંગળીઓ જે હરકત કરે છે,
કદાચ એને જ કુદરતે સર્જનનું નૃત્ય કહ્યું છે.
Sixer- उपर लिखी गई सभी बातें काल्पनिक नहीं है। इनका जीवित व्यक्तिओ से सीधे संबंध है।
😂😜