Laakhon Mein Ek

આજે title લખેલું છે.તેણે ઘણા બધાના મગજમાં રાઈ ભરી રાખી છે. કે બકા તું તો special છે.

તારે તો engineering જ કરવાનું છે. ભલે તું કાઈ ઉકાળી ના શકે,પણ પછી જોઈ લેશું. ઘણા બધાએ તો જ્યોતિષ ને પૂછી ને પોતાના દીકરા-દીકરી ઓ ને stream line choose કરાવી હતી. પાછું આપણે અહીં Einstein અને આર્યભટ્ટ ક્યારે પાકશે એની પળોજણ માં પડીએ છીએ.

કેમકે બધાને fame જોઈએ છે. FB ની wall પર બધાને IIT,IIM,Amazon, Facebook, Google or એક multi millionaire start up ચાલુ કર્યું હોય તેવી line લોકો ને લખવા ની ચૂલ છે.

What the Fuck.

વધારાની પાછી અત્યાર ના TV shows જેમાં બધાને subtle form માં પાનો ચઢાવ્યા કરે કે, તમે પણ કાંઈક છો જ, અને તમારે special બનવું જ પડશે.

વાહ રે વાહ. આવી thinking psychology આપણે આપીશું આપણી આગળ ની પેઢી ને ???

જેમાં મુકત શ્વાસ લેવા કરતા પોતાની જાત ને બળજબરી પૂર્વક unique સાબીત કરવાથી હોડ લાગી હોય. જેમાં તે ફક્ત passion નામના ભ્રમ માં જીવન જીવી લે, અને loop માં થી બહાર પણ ન આવી શકે.

જેમ કસ્તુરી મૃગ તેના આખા જીવન દરમિયાન કસ્તુરી ની સુગંધ પામવા માટે ફરતું રહ્યું,પણ તે આ સુગંધ ક્યાંથી આવે છે તે ન જાણી શક્યું. તેના મૃત્યુ વખતે એને ભાન પડ્યું કે આ જે સુગંધ માટે મે મારી આખી જીંદગી ખર્ચ કરી નાખી આજુબાજુ ફરી-ફરીને, એ વાસ્તવમાં તો મારા જ શરીર માંથી આવતી હતી પણ એને બહાર શોધવામાં હું તેને પામી ના શક્યો.

Being a normal એટલે જાણે શ્રાપ હોય એવું લોકો ધારી લે છે.

પોતાની જાત માટે confident હોવું એ કાંઈ ખોટું નથી. આમાં, હું જેમની પાસે talent છે.એવા લોકો નો અનાદર નથી કરતો.મને માન છે તેમના બધાના માટે. પરંતુ કોઈ વ્યક્તિ તેની ક્ષમતા કરતા વધુ ઉંચે જવાની લાહ્યમાં નીચે પટકાઈ જાય અને આખી જીંદગી ભાંગેલો અને તૂટેલો રહે એ મને નથી ગમતું.

Try કરતા રહો ને, થાય તોય ઠીક-ના થાય તો પણ ઠીક, journey enjoy કરો મંઝિલ મળે કે ના મળે રસ્તા ને મન ભરી ને માણી લો.

But

આપણને તો ફક્ત end result થી જ મતલબ છે. બધી વસ્તુઓ ને pass and fail માં જ જોવાની ટેવ પડી ગયી છે. Swiss writer Rolf Dobelli એમની book Art of thinking clearly માં એમના જીવન ના કિસ્સા વાગોળ્યા છે કે તમે ભગવાન માં માનો કેના માનો પણ fate ઘણો બધો ભાગ ભજવી જાય છે. તેઓ એક સફળ entrepreneur છે અને કહે છે એમના બધા નિણર્ય સાચા પડ્યા એમાં પરિસ્થિતિ અને fate એ બહુ મોટો ભાગ ભજવ્યો છે. જેને તમે કુદરત કે ભાગ્ય પણ કહી શકો છો. Pass Or Fail- Life Gray Shades માં છે. એને ફક્ત 1 & 0 ના ત્રાજવે ના તોળી લો. લોકોના મતે end result ના આવે એટલે એણે કરેલી મહેનત કે પ્રયત્નો નું કાઈ મૂલ્ય નથી એમ માનવા વાળા પોતે શું ઊખાડી લીધું છે એ જોવો. Boxing ની ring માં છેક સુધી ટકી ને વધારે માર ખાવા વાળો જ જીતી શકે છે.

જેમકે જય વસાવડા એમની book JSK માં કહે છે કે કર્મ તમારા હાથ માં છે,પણ end result માટે ગીતાના એક શ્લોકમાં વર્ણન કરેલી આ પાંચ વસ્તુ પર જાય છે.

1) કર્તા- Team

2) કરણ- Resources

3) પૃથકચેષ્ઠા-Process

4) અધિષ્ઠાન- Situation-Time

5) દૈવમ – Luck

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन!!!

પ્રથમ ચાર parameters તો તમે manage કરી ને લગાવી દેશો,પણ એક factor luck નું છે.જે તમારા first four parameters perfect હશે પછી જ apply થશે.

એટલે જ પહેલા four parameters પર focus કરો અને luck પર છોડી દો. હું તો કહું છુ કે fail થાઓ તો પણ માથું ઊંચું જ રાખજો. કેમકે જે લોકોએ કાંઈ ના ઉખાડી લીધું હોય.એવા લોકો ને આપણા ને judge કરવાનો કોઈ હક નથી.

બધાના નસીબ માં fame નથી હોતી એટલે શું unique બનવું compulsory છે લોકોને બતાવા અને જો ના બની શકાય તો એની લાહ્યમાં બળતા રેવાનું.

Study Goal,Career Goal, family goal and life goal ભાઈ જરાક બે મિનિટ શ્વાસ લઈ લે અને જીવન જીવી જો આતો કાંઈ થોડી fix થાળી છે કે જેટલા ખાના એટલા goals પૂરા કરવા જ પડશે બાકી આખું જીવતર નક્કામુ.

જો તુ તારી જાતે સફળ ના બની શકે તો શું થઈ ગયું.એ fate ને થપાટ આપવા માટે તારા અનુભવો થી એવા દસ લોકો ને guide કર જે fate ની થપાટો સામે ટક્કર ઝીલી શકે. Mass, length and speed ની બાબતે ભલે બ્રહ્માંડ માં ટચૂકડા રહ્યા પણ fate ની સામે બાથ તો ભીડી જ શકાય છે.

નાના હતા ને ત્યારે આપણ ને બધા કહેતા કે બેટા class માં જે હોશિયાર છોકરો હોય ને એની બાજુમાં બેસવાનું એટલે આપણે પણ હોશિયાર થઈ જઈએ.😂😂😂

અને એજ point છે જ્યારે આપણે આપણી ખૂબીઓ ને ભૂલી ને બીજા જેવા બનવા તરફ જઈએ છીએ. મન માં બીજા superior છે, એનો ભાવ જાગવા લાગે છે. Life માં passion અને એના માટે ના Ideal follow કરો. કોઈ જ વાંધો નથી પણ સતત એના જેવા જ બનવાની દોડમાં પોતાની જાત ક્યાંક ખોવાઈ ના જાય એની ધ્યાન રાખો. એક limit set કરી ને એને પહોંચી વળવા પ્રયત્ન કરો અને end result ના parameters મે કીધા. એટલે રસ્તા ની મોજ લેતા રેવાની. બધાના નસીબ માં fame નથી હોતી એ જાણી લો. Reality નું acceptance કરવું જરૂરી છે.

Try કરો તન તોડી ને અને મન ને નીચોવી ને,અને એજ વસ્તુ આપડા હાથમાં છે. Result જે આવે એ. તમને જ્યારે result ની ચિંતા વગર પરીક્ષા આપી શકો ત્યારે જ તમે એ process ને માણી શકો છો.

એક બહેતર નવી generation બનાવવા નો મોકો છે આપણા 90’s kids જોડે.90’s kids ના અમુક લોકોની next generation આવી ગઈ છે. અમુક ની આગામી 5 or 6 વર્ષ માં આવી જાશે.તેમના સવાલો આવા જ હશે પણ આપણે નવા જવાબ આપવા પડશે.તો પછી તૈયાર થઈ જાવ passion ના નામ તળે અટવાઈ ગયા કરતા.

અહીં 700 કરોડ લોકો પોતાની વારતા જીવી રહ્યા છે. સૌને પોતાને ગમતા hero અને villain પણ છે.દરેક કહાની માં hero ને આગળ લઈ જવા માટે એક unsung વ્યક્તિ હોય છે જેના વિશે ઈતિહાસ નોંધ નથી લેતું પણ એના વગર hero નું અસ્તિત્વ ફક્ત મગતરા જેવું રહી જાય છે.અહીં આપણે આપણી story perform કરી રહ્યા છીએ જેમાં સાચું કે ખોટું એવું કાઈ છે જ નહીં. દરેક વાર્તા પરફેક્ટ નથી હોતી એમાં વળાંકો આવા જરૂરી છે. આંખોમાં આસું આવશે ને ત્યારે જ તો ખુશી નું મહત્વ ખબર પડશે.એટલે તમારી વાર્તા નુ character નિભાવો અને તેનો માપદંડ તમારી વાર્તા ના અંત સુધી મજા કેટલી કરી એને રાખો. Success and Failure આપણે સાથે આ દુનિયા માંથી વિદાય કરશે so chill yarr.

કોઈ પણ વાર્તા સાચી કે ખોટી નથી હોતી તે ફક્ત તમે એને કેવી રીતે Narrate કરો છો એના પર depend કરે છે.

Enjoy Your Own Story & Self.

Seed of Thoughts By The 2nd Crush.

2 thoughts on “Laakhon Mein Ek

  1. ‘Study Goal,Career Goal, family goal and life goal ભાઈ જરાક બે મિનિટ શ્વાસ લઈ લે અને જીવન જીવી જો આતો કાંઈ થોડી fix થાળી છે કે જેટલા ખાના એટલા goals પૂરા કરવા જ પડશે બાકી આખું જીવતર નક્કામુ.’
    Very well said!
    સાચે જ વિચારવા જેવું અને સમજવા જેવું..

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s