आतंकवाद

War is not a solution for any problem in the world.

अहिंसा परमो धर्मः, धर्म हिंसा तथैव चः.

આગળ તો જ વાંચો જો તમે ઉપર ના બે વાક્યો સાથે સહમતી દર્શાવી શકો. (Ultimate Paradox)

ભારત-પાકિસ્તાન ના ભાગલા અને કાશ્મીરના પ્રશ્નોથી હરેક જણ વાકેફ હશે.એટલે અત્યારે એની ચર્ચા નથી કરતો.

1st Scenario.

14th February-2019, CRPF ના જવાનોનો કાફલો તેના બેઝ કેમ્પ થી બીજી જગ્યાએ જઈ રહ્યો હતો. ત્યારે મારૂતિ ઈકો ગાડીમાં આશરે 300 કિલો નો બારૂદ ભરી ને તેને જવાનો ની બસ સાથે અથડાવામાં આવી. આપણા 40 થી વધુ CRPF ના જવાનો શહિદ થયા.જૈશ એ મોહમ્મદ એ આ હુમલા ની જવાબદારી લીધી. થોડાંક જ સમય માં આ વાત આખા દેશમાં ફેલાઈ ગઈ.Thanks to information and technology. હવે લોકોને ગુસ્સો આવવો સ્વાભાવિક છે. એક આડ વાત કરું તો આટલા મોટા આર્મીના કાફલા પર હુમલો સફળ થાય તો આપણે આપણી security forces and intelligence ને વધુ efficient બનાવવા ની જરૂર છે. અમુક અક્કલમઠ્ઠા ઓને આમાં ફક્ત આર્મીની જ ભૂલ લાગે છે. પાછા જવાબ માગે છે.

કેમ આર્મી ચૂકી ગઈ પોતાની રક્ષા કરવામાં?

ચાલો એ વાત સ્વીકાર્ય કે ચૂક થઈ છે. પરંતુ જેણે આ કારસ્તાન કર્યું છે એમને દૂધે ધોયેલા છે. ? આ અબુધો ને આર્મી ની ભૂલો દેખાશે પણ પેલા ઈસ્લામિક ઝંડા વાળા જૈશ એ મોહમ્મદ ના કારસ્તાન નહીં દેખાય.

1)ચૂક આર્મી ની જ છે કેમકે તે એમની ઉપર પથ્થર મારનાર માણસો ને પણ બચાવવાની ઝંખના રાખે છે.

2)ચૂક આર્મીની જ છે કેમકે એમને human rights વાળા ને જવાબ આપવો પડે છે.

3)દોષ આપણી શિસ્તબદ્ધ આર્મી નો જ છે કેમકે તેઓ ધર્મના નામે ગોળીઓ નથી મારી શકતા.

4) ઈન્ડિયન આર્મીની જ ભૂલો છે કેમકે તેઓ માનવતા નેવે મૂકી ને નાગરિકો પર હુમલા નથી કરતા.

આજ ભૂલો છે ને એક શિસ્તબદ્ધ આર્મીની ?

અરે ઓ નઘરોળ પિચાશો કહો હવે કે વાંક તો આર્મી નો.

આતંકવાદી કરે તો લીલા અને આર્મી કરે તો તાંડવ લાગે છે આ અબુધો ને.

2nd scenario.

26th of February 2019.

આપણી વાયુસેના એ બાલાકોટ ખાતે એર સ્ટ્રાઈક કરી. જૈશ એ મોહમ્મદ ના કેમ્પ ને બાલાકોટ ખાતે transfer કરવામાં આવ્યો હતો. IAF એ ત્યાં તબાહી મચાવી. આ કાર્ય ફક્ત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ ના કેમ્પ ને બરબાદ કરવા માટે કર્યું હતું. Pak Army કે civilians ને નુક્સાન પહોંચે એવો ઈરાદો ન હતો.

27th of February 2019

પાકિસ્તાન એર ફોર્સ J&K માં ઘુસી આવી. ભારતીય એર ફોર્સ સાબદા બનતા તેમનું એક વિમાન તોડી પાડ્યું અને આપણા પક્ષે પણ એક વિમાન ગુમાવ્યું. આપણો પાઈલટ અત્યારે એમના કબજે છે.(1 March 2019 ના રોજ પાકિસ્તાન તેમને છોડી મૂકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.)

પાકિસ્તાન એ કયા આધાર પર હુમલો કર્યો ભારત પર ?

1)શું ભારતમાં પાકિસ્તાન વિરોધી આતંકવાદ ફેલાવા વાળા groups છે ?

2) શું ભારત આતંકવાદી પ્રવૃત્તિઓ કરી ને પાકિસ્તાની civilian or army પર હુમલા કરે છે?

3)શું ભારત હિન્દુ આતંકવાદી ના નામે પાકિસ્તાન તબાહ કરવા બેઠું છે ?

Mr. Pakistan,

ભારત જોડે 70 વર્ષો ની સાબિતી છે કે આતંકવાદી પ્રવૃત્તિઓ કોણ કોની સામે કરે છે. ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે અમે આતંકવાદી સંગઠન નો ખાત્મો બોલાવા માટે આ સ્ટેપ લીધા. પરંતુ તમારી પાસે એવા તો કેવા સબૂત છે કે તમે સીધો ઈન્ડિયન આર્મી પર હુમલો કરો છો. આ વાત મને એક જ બાજુમાં લઈ જાય છે કે ભારતે આતંકવાદી સંગઠન પર હુમલો કર્યો અને પાકિસ્તાન આર્મી એ ભારત પર. તો simple logic એજ કહે છે કે ભાઈ તમે આતંકવાદી ની બાજુમાં છો નહીં કે એની વિરુદ્ધ માં.

Bravo. Hats off to your logical thinking.

આ વાત એજ વસ્તુ સાબિત કરે છે કે આતંકવાદ તમારે ત્યાં છે એ સ્વીકાર કરવા ની ત્રેવડ તમે ગુમાવી બેઠા છો.અરે ખરેખર પોતાને બદલવા હોય ને તો સ્વીકાર કરો એનો. અમે તમારી આતંકવાદી વિરોધી લડાઈ માં જોડે જ હોઈશું. પણ તમને satellite launch કરવા કરતાં missile launch કરવાની અને કટ્ટરપંથી બનવાની વધારે ચૂલ છે. તો રહો તમે technology માં પાછળ. અમારે શું ?

वसुधैव कुटुम्बकम ની ભાવના ના સ્ત્રોત સમાન ભારત આર્થિક અને તકનીકી એમ બેઉ સ્વરૂપ એ તમારા થી આગળ છે. એનુ એક જ કારણ છે કે અમે ધાર્મિક કટ્ટરવાદ કરતા વિજ્ઞાન ને સમર્થન આપ્યું. આવો ને એમાં race કરવામાં આવે. ત્યારે તમારે ધર્મ ના હેઠળ ચાલતા જેહાદી કેમ્પ ને સમર્થન આપવું છે. તાકાત હોય તો આપો ને એવું education જે તમને તમારી પોતાની ભૂલો બતાવી શકવા સક્ષમ હોય.

ભારત એક બહુઆયામી હિન્દુ સંસ્કૃતિ ધરાવે છે પણ એના ટકી રહેવા પાછળ તેના પોતાના માં સમય મુજબ થતું રહેતું reform જવાબદાર છે. (સતીપ્રથા અને નાની દિકરી ને દૂધ પીતી કરવાનો જેવા જંગલી કાયદા ઓને પણ રાજા રામ મોહન રાય એ બદલાવ્યો હતો.)

You can’t sucseed if you don’t have a courage to accept your disproportion.

સવાલ-જવાબ

1) અમુક લોકો ના મતે છત્તીસગઢ નો નક્સલવાદ અને કાશ્મીર નો આતંકવાદ એકજ છે.

-કોઈ લડાઈ અન્યાય અને શોષણ ના લીધે થતી હોય છે. છત્તીસગઢ નો નકસલવાદ એ ચીજ છે. કાશ્મીર નો આતંકવાદ એ ધર્મ થી જ drive કરવામાં આવે છે. આમાં કોઈ પણ પ્રકારનુ શોષણ કે અન્યાય ની વાત જ નથી. બે મુદ્દા અલગ છે.

2)આ બધું મોદી કરાવે છે. આ સ્ટ્રાઈક પણ એનો જ એક ભાગ છે.

-હવે મોદી તમને ના ગમે કે ગમે પણ ભારત ના લોકશાહી ની પ્રક્રિયા મુજબ બનેલા પ્રધાનમંત્રી છે. લોકશાહી એનું જ નામ છે. તમે એમની નીતિ નો વિરોધ કરો. તેમને ખબર છે કે યુદ્ધ કરવુ કે ના કરવું. દેશ ના ભલા માટે પગલા લેવામાં આવે અને નરેન્દ્ર મોદી ને દેશ નુ સમર્થન મળે. એમાં કેમ તમારા પેટમાં દુખાવો થાય છે? ઈન્ડિયન આર્મી મજબૂત હતી, છે અને રહેવાની પણ રાજકીય ઈચ્છાશક્તિ પણ એક અગત્યનું પરિબળ છે. 2008 નો મુંબઈ હુમલો આના થી વધુ ઘાતક હતો. સમજદાર ને ઈશારો કાફી છે.

3)પાકિસ્તાન સાથે શાંતિ ની વાતો.

-પહેલા તો ઉપર કીધું કે પાકિસ્તાન એ આપણી પર હુમલો કયા reason થી કર્યો એ હજુ ખબર નથી પડતી. તાળી હંમેશા બે હાથ થી વાગે. આ આતંકવાદી સંગઠનો ને શાંતિ ની ભાષા આવડતી હોત તો આ કાણ છેલ્લા 70 વર્ષ થી બંધ થઈ ગઈ હોત. ઈસ્લામ ના ખોટા અર્થઘટન ના કારણે દાટ વાળ્યો છે. પાછળ ના દસકા ઓમાં નજર કરો કે ભારતે કેટલા શાંતિ સમજોતા કર્યા છે. સમજોતા તોડ્યા કોણે છે એની ઉપર પણ નજર કરો.

આ નફગરા ઓ સાથે peace ceremony ચાલુ કરો તો પણ આ નાલાયકો ની pin ક્યાં ચોટશે ?

અમને આઝાદ કાશ્મીર જોઈએ છે.

તો શું આપી દઈએ એમને ?

એક પાકિસ્તાન તેની 20 crores પબ્લિક ને સાચવવાની ઓકાત નથી ધરાવતો અને પાછું કાશ્મીર જોઈએ છે. Peace sinker પ્રજા ને એક જ વાત કેવા માગું છું કે શાંતિ માટે દર વખતે આપણે આપણા જવાનો ને શહિદ કર્યા છે. હવે બહુ થયું.

——————————-

#War vs #Saynotowar

આ બેઉ પ્રજા ને વિનંતી છે કે સરકાર અને આર્મી છે. એમના વતી તમે નિણર્ય ના લો. તમારુ કાઈ ઘંટો એ ઉપજવા નુ નથી.યુદ્ધ ઉકેલ નથી એ વાત સાચી જ છે પણ ભૂતકાળમાં યુદ્ધ વિના શાંતિ ની સ્થાપના થયેલ હોય એ hypothesis ને statistical ના tools નો ઊપયોગ કરી ને સાબિત કરજો. આ બિકિની ધારી આતંકવાદીઓ ને એમની જ ભાષામાં જવાબ આપવો. પડે.

Don’t share any fake news.

Harsh R Gandhi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s