સરદાર પટેલ

એમના વિશે ઘણું બધું વાચ્યું હતું. સૌપ્રથમ જાણકારી મળી સામાજિક વિજ્ઞાન (Social Science) ના પુસ્તક માંથી.બારડોલી સત્યાગ્રહ થી લઈને છેક 562 દેશી રાજ-રજવાડા ઓના એકાકી-કરણ સુધી ની વાત હતી. પણ એ વખતનું મારુ મન ફક્ત question paper માં લખવામાં આવતા જવાબ સુધી જ સિમિત રહેતું હતું.

ખરો પરચો તો ત્યારે થયો જ્યારે મે સરદાર પટેલ પર બનેલી movie જોઈ, જેમાં પરેશ રાવલ એ અભિનય કર્યો હતો. એ 3 કલાક ના પિક્ચર એ મને તેમના વિશે વિચાર કરવા પર મજબૂર બનાવ્યો. કોઈ વ્યક્તિ વિશે જાણકારી હોવી અને તેના જીવન ના વિવિધ પાસા પર વિચાર કરવો,એ આખી અલગ પ્રક્રિયા છે.ક્યારેક કોઈ ને convince કરી જોજો કે ભાઈ તારી જગ્યા દેજે ને વાપરવા માટે(હંમેશા), પઈ ખબર પડશે કે કેટલા વીશે સો થાય છે.તો આ મહારથી એ તો 562 main માથા અને એમના ચેલાઓ ને મનાવવા માટે ખબર નહીં કઈ જડીબુટ્ટી પાયી હતી.એમ નથી કહેતો કે મને ખબર જ નહતી પણ સાચું કહું છું કે મને અહોભાવ અને અદમ્ય ખેંચાણ એ પિક્ચર જોયા પછી જ જાગ્યું.

અને આમે,

પટેલ અને વાણિયો ભેગા થાય એટલે મોજ જ પડે ને. જેમકે વાણિયા છે ને discipline માં માનવા વાળા ને પટેલ એટલે થોડાક બોલ્ડ ને પ્રેક્ટિકલ.આમાં આપણ ને ફાયદો એ થયો કે ગાંધી એ public ને discipline ના કડવાં ઘૂંટડા પાયા, જે ભારત ની અમુક અંશે જડભરત પ્રજા માટે જરૂરી હતા ને પાછો પટેલનો practical મિજાજ તો ખરો. Management માં કોઇ નો પોકે એમને અને પાછા bargaining માં એમનો કોઈ પર્યાય નહીં. Ethics + Manipulation.વાત આમાં જ્ઞાતિવાદ ની નથી. મારા ઘણા પટેલ મિત્રો છે અને હંમેશા એમની પાસેથી શીખવા મળ્યું છે કે પથ્થર તોડી ને પણ પૈસો આવી શકે છે.

એ જૂના ભારત પાસેથી એજ તો શીખવા નું છે કે કોઈ પણ જાત ના social media વગર એવું તે કેવી social engineering ની છડી ફેરવી કે બધા ભેગા થયા.અહીં facebook પર event generate કરી ને 100 વાર share કરી ને પણ 1000 માણસ ભેગા કરતા આંખે પાણી આવે છે. વાત એ છે.

હવે મુદ્દા ની વાત આ માણસ એ ભારત ને એક રાખવા માટે રાત-દી એક કર્યા. હવે વારો આપણો છે. એમણે ગુજરાતમાં વાનગીઓની જેટલી વિવિધતા છે ને એટલી બધી સજાવી ને એમણે થાળીમાં પીરસી છે.સવાલ એ છે કે એને સંપી ને જમીએ છીએ કે નહીં?

હા, ભારતમાં તકલીફો છે અને હું તો કહું છું વધશે હજુ , પણ એ પટેલ ભાઈ નો મંત્ર નથી મૂકવા નો. જેવા છીએ એવા ભેગા સારા. એ માણસે બધા ને સાચવીને, પટાવી ને જોડે કરાવ્યા અને હવે દરેક બાબતે અમારો સમાજ ની – અમારી આની ના રંડી રોના કરતી public થી દુર રહો.અનામત મળે કે ના મળે તે વસ્તુ આપણા ભાઈચારા પર હાવી ના થવી જોઈએ.ઘર હોય તો બે વાસણ ખખડાવાના, એમા દર વખતે ઝંડા ના ફરકાવાય.

એમની પ્રતિમાથી પણ વિરાટ એમનું વ્યક્તિત્વ છે પણ જો મારા જેવા બુડથલ ને એ ખરો પરચો મોડે થી થયો. તો ભવિષ્ય ની પેઢીને એ સમયની પરિસ્થિતિ નું ખરુ અવલોકન મળી રહે તે જરૂરી છે.

This post is dedicated to all my Patel friends, who still believes in unity.

Tomorrow will be the festival of unity.

કાલે આપણે બધા ભેગા મળી ને જો ઉપર બેઠેલા સરદાર ની આંખો માં હર્ષ ના આંસુ ના લાવી શકીએ ને તો 562 રજવાડા ને ભેગા કરવાની એમની મહેનત ધૂળ-ધાણી થાશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s