આ માર માટે શબ્દો થી ઊપર છે.કેમકે બીજુ કોઈ સાંભળે કે નહીં પણ મારો હિંચકો મારી વાત સાંભળી જ લે છે. મને લગાવ વધુ છે કેમકે આ હિંચકો મને દાદા તરફ થી વારસા માં મળ્યો છે અને મે લીધા હોય એવા મહત્વ ના નિર્ણય નો સાક્ષી રહેલો છે અને પાછો ત્રણ પેઢી થી વફાદાર છે
હિંચકો જાણે મારા મને સમય ને રોકી રાખવા નુ યંત્ર છે કેમકે વર્તુળ ની જેમ જ આ infinite છે જેનો અંત નથી અને આરંભ નથી. જ્યારે પણ હિંચકે ઝૂમી એ ત્યારે એક સમય નુ ચક્ર એક જ લૂપ માં ફરી વળ્યું હોય મન ના વિચારો નુ આવગમન ઊભુ રહી જાય અને દુનિયા થંભી ગઇ અને આપણે ઝૂમી રહ્યા છીએ આ મજા છે ઝૂમવા ની.
કેમકે હિંચકા ની ગતિ મને કહે છે કે જીવન માં ક્યારેક તો તમે જ્યાં થી શરૂઆત કરી હશે ત્યાં આવી ને ઊભા રહેશો અને આના સિવાય પણ મને તેની એક વાત ગમે છે કે પ્રયત્ન કર્યો તો થોડી વાર જ ચાલુ રહેશે અવિરત ગતિ શક્ય નથી એક વાર ના પ્રયત્ન થી.આ મારા દિલ ની નજીક છે એટલે આ તો મારી લાગણી નો પ્રકાર જ હિંચકો છે જે મારા ઉદ્વેગ, ઉન્માદ, પ્રેમ, ગુસ્સો જેવી દરેક લાગણીઓ ને શરૂઆત માં તેની ગતિ જેવી તીવ્રતા અને પછી ધીમે ધીમે શાંતિ તરફ લઈ જાય છે.
જેને રોજ સાંજે હિંચકા પર ની ચા પીવા માટે મળે તેને જીવતે મોક્ષ છે.