સંબંધોની પારાશિશી 

સંબંધ એ ખૂબ જ મજા નો શબ્દ છે કેમકે આ એક જ એવો શબ્દ છે જે છેતરી પણ જાય છે અને આપણા માટે જીવ પણ આપી દે છે.

મને આમ તો મારી આજુબાજુ ચાલતી વસ્તુઓ પર વિચાર કરવાનો શોખ છે.આમે ગર્લફ્રેંડ ના હોય એટલે નવરા બેઠા આજ બધું કામ થાય.મને સમાજ ની વાતો વિરોધાભાસી લાગે છે એટલે કટાક્ષ કરી લઇ એ છીએ એનો મતલબ એમ નથી કે વિકૃત આનંદ લઉ પણ બધા સમજતા થાય અને વિચારો રજૂ કરવામાં કોઇ પાપ નથી.

પતિ-પત્ની, માં-બાપ,વેવાઈ-વરોઠ,પિતા-પુત્ર, દોસ્તી, ભાઈ-બહેન.

ઘણા બધા પ્રકારના હોય છે.ક્યાંક સ્વાર્થની સીડીમાં અને ક્યાક નિસ્વાર્થ રૂપ ઝરણા માં સંબંધ ચઢાવ ઊતરાવ અથવા તો વહેતો રહે છે યાર પણ ખબર નહીં કેમ માં અને બાળકો વચ્ચેનો સંબંધ એકબીજા વગર શક્ય નથી તેમ છતાં પણ કેમ મોટા થયા બાદ સંબંધો માં ઓટ કેમ આવે છે.

મારે મને આનો ટોપલો અપેક્ષા પર ઢોળી શકાય કેમકે જ્યારે સંબંધ સહજ અને સહજતા ને મૂકી ને અપેક્ષા અને અપેક્ષિતતા ઓનુ આવરણ ઓઢી બેસે ત્યારે મૂળીયા હલતા વાર નથી લાગતી અને ક્યારેક એકબીજા ના જીવન માં કરાતી વધુ પડતી દરમ્યાનગીરી આપણ ને ભારે નુકસાન કરે છે.થોડો સમય આઘા રહોતો સામે ચાલી ને ઉણપ અનુભવી શકાય છે.

 આ બધું મને આડંબર જ લાગે છે જાણે કે મ હું કોઈ નગ્નતા ના ચશ્માં પહેરી ને ન ફરતો હોઉં એમ.કેમકે આપણે કેમ એકબીજા સાથે આવી રીતે વર્તણૂક કરીએ છીએ? કેમ લગ્ન જરૂરી છે ? કેમ ક્યારેક કોઈ ની ઊપસ્થિત અકળામણ અને અનુપસ્થિતી એની યાદ અપાવે છે.

આવુ બધુ કેમ છે…..

અને હા એવું નથી કે આ પેઢી કાચી છે સંબંધ રાખવા માં અને આનો મતલબ એ પણ નથી કે આવનાર સમય માં આખી દુનિયા ખરાબ સ્વાર્થ માટે જ પ્રેમ કરશે.દરેક યુગ પોતાની સાથે સારી ને નઠારી વસ્તુઓ લઈ ને આવે છે ફરક એટલો કે આપણે શું સ્વીકાર કરીએ છીએ.

3 thoughts on “સંબંધોની પારાશિશી 

  1. “જ્યારે સંબંધ સહજ અને સહજતા ને મૂકી ને અપેક્ષા અને અપેક્ષિતતા ઓનુ આવરણ ઓઢી બેસે ત્યારે મૂળીયા હલતા વાર નથી લાગતી અને ક્યારેક એકબીજા ના જીવન માં કરાતી વધુ પડતી દરમ્યાનગીરી આપણ ને ભારે નુકસાન કરે છે.”

    આ વાક્ય ખુબજ સરસ અને સત્ય છે.

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s