ગામ…
મારા ખ્યાલ મુજબ આપણી મૂળતા સાથે જોડાયેલ શબ્દ છે જે આપણ ને આપડી ભૂતકાળ ની પેઢી તેમનો સંઘર્ષ અને તેમની મીઠી યાદ સાથે જોડે છે. ગવાડા મૂળે મારું ગામ નથી આતો મારા મિત્ર નિહાર નુ ગામ છે વિજાપુર ની બાજુમાં આવેલ છે.
મારું મૂળ ગામ ઈડર(સાબરકાંઠા) પણ પરદાદા અહી અમદાવાદમાં આવી ગયા અને ત્યાર બાદ ધર ત્રણ એક પેઢી લગી સચવાઈ ગયું પણ દાદા એ સંબંધી ને આપ્યું અને મને જીવન ભર નો વસવસો રહી ગયો કે આપણે જ્યાં થી આવ્યા જેની પર આજ ની આ પેઢી ઊભી થઈ છે એના ઇતિહાસ સમુ એ ઘર સચવાઈ ના રહ્યું કેમકે મને તો ગામ માં ઘર બહુ ગમે કેમકે મારા માટે આ એ એક અનુભૂતિ છે જે મને મારા વડવા સાથે જોડાયેલો રાખે છે.આજે હું જેવો છુ તેમાં મારા વડવાઓ એ જે શિક્ષણ આપ્યું તેનુ જ હું વહન કરી રહ્યો છુ. આખા વિશ્વમાં ક્યાંય પણ સેટ થઇ જઉં પણ મારા મૂળિયાં ગામ થકી જ રહેશે.
હમણાં જ અમારુ આખું મિત્રો નુ ટોળુ ગવાડા નિહાર ના ત્યાં ગયા હતાં જોકે આ બીજી વાર નુ હતુ અમે કુલ આઠ જણ હતા. નિહાર,ઉત્કર્ષ, શર્મા, મહેક,કાકો,ઓઝા,મિલાપ અને હું.ત્યાં તેમનુ ખેતર પણ છે અને ખબર નહીં કેમ ગામ સાથે પ્રેમ થઈ ગયો જાતે રાંધીને ખાધુ અને ગણી ગણી ને વસ્તુઓ ન અપાય એ ગામ ના લોકો એ સહકાર આપ્યો આવો જ અનુભવ ગિરનાર વખતે ભેસાણ ગામમાં થયો હતો અમે આશરે આઠેક જણા એક મિત્ર ના ઘરે રોકાણ કર્યું હતું અને ઘર તો મિત્ર ના પપ્પા ના મિત્ર નુ હતુ પણ જે સગવડો આપી ને સાચવ્યા હતા દાદ આપુ છુ કાઠિયાવાડી ધરતી ના સંસ્કાર ને કેમકે આટલા અજાણ્યા લોકો ને ઘરે રાખી ને સાચવી લેવા માં મારુ મન કચવાટ અનુભવે કેમકે હું કદી પણ ગામડામાં રહ્યા નથી વધુ પણ વિશ્વાસ પર દુનિયા કાયમ છે એનો અનુભવ મને કાઠિયાવાડી ધરતી એ આપ્યો.❤️❤️
ગામ ની બીજી વસ્તુ મને ત્યાં નુ આકાશ ગમે અમે બધા મોડી રાત લગી ધાબા પર જ હતા ફોટોગ્રાફી ચાલુ હતી અને ફાટી ત્યારે જ્યારે મહેક એ કીધું કે સાલું ફોટા માં નવ જણા આવ્યા છે સાલી ફાટી ગઈ હતી કેમકે અંધકાર અને શાંતિ ઘર ની પાછળ ખેતર અને જ્યારે પોતાની શ્વાસ અને ધડકન સંભળાય અને આવા સળી કરવા વાળા દોસ્તો હોય એટલે હોરર મૂવી ની યાદ અપાવી દે.પછી બીજા દિવસે ની ચૂલા પર ની ખિચડી અને છાશ મજા આપી પણ ટાઈમ નો ખ્યાલ ન રહેતા થોડી બળી ગઈ અને કૂકર એ આંખો એ પાણી લાવી દીધા અને ભૂતો ની વાતો એ બાથરૂમ જતા એ બે જણ ને જોડે લઈ જવા પર મજબૂર કરી નાખ્યા કેમકે ડર વાતાવરણ માં થી પેદા કરવામાં આવ્યો હતો પણ મજા કાઈક અલગ હતી અને ટોળી આપડી હોય ત્યારે તો સ્મશાન પણ આનંદમયી લાગે છે.
આ રહ્યી ભૂતોની ની જમાત.
બીજા માં ખિચડી.
અને આમ બે દિવસ ની જાત્રા પૂરી કરી.
Conclusion-જો આપણ ને ખબર જ નહીં હોય કે આપણે ક્યાંથી આવ્યા છીએ તો આપણે ઓળખાઇશુ કેમના.#shashitharoor