હું ઘણી વાર ઘરે દાદ અને દાદી સાથે ચર્ચામાં ઊતરી જતો કે કઈ પેઢી વધુ સારી તમારીકે પછી અમારી ?????
અને પોત પોતાના વિચારો રજુ કરતા અને એના પર થી હું અમુક તારણો પર આવ્યો હતો બેશક તમને ન પણ ગમે કે તમે સહેમત ન પણ થાઑ.
એમની પેઢી મારા મુજબ બહુ નીતિ નિયમો અને આજ્ઞાંકિત વાતાવરણ માં ઉછેર પામેલી અને અમે એક તરફ ના કહી શકાય એવા મુક્ત વાતાવરણમાં ઉછેર થયો મને તે પેઢી ની એક વાત ગમતી કે આજે આપણે સતત કાઈક નવું ને નવું માગી એ છીએ કેમકે ઝડપ જાણે ટીવી ના પરદા પર ફરતા દ્રશ્ય ની જેમ લોહી માં વણાયેલી છે અને આમે ટેકનોલોજી નો બદલાવ અમારી પેઢીમાં સૌથી વધુ આવ્યો છે એટલે ઝડપ એ અમને ધીરજ થી કામ લેવડાવવા માં કાચા છીએ પણ બીજી બાજુ બદલાવ ને અપનાવી લેવા માં પાવરધા છીએ.
અહીં વાત કમ્પેર કરી ને કોણ કોના થી ચઢીયાતું છે તેની નથી પણ બેઉ વિચારધારા ને સાથે લાવી ને તેમાં થી બેસ્ટ રીઝલ્ટ લાવવુ એ મારો ધ્યેય છે. બેશક જો બેઉ પેઢી પોતાનો કક્કો ખરો કરવામાં રહે તો શીખી રહ્યા આપણે એક બીજા સાથે થી.મારા મને તો મને એવા ઘરડા લોકો ગમે છે જે લોકો બદલાવ ને સ્વીકારી ને આપણા સાથે કદમ મિલાવીને હાલે અને આ બદલાવ ના ભયસ્થાનો વિશે સાવચેત કરે તેમના અનુભવો પરથી પણ બદલાવ ને સમજ્યા વગર અપનાવ્યા વગર બૂમાબૂમ કરતા જડ લોકો નથી પસંદ.
માનીએ છીએ કેઆ પેઢી માં અમુક ખામીઓ છે અને તેને સુધારવા માટે આપડી ઊપર ની પેઢીએ આગળ આવવું પડશે કેમકે આ generation gap નામક શબ્દ એ ધણુ બધુ સહન કરાવ્યું છે મને આપણે ભેગા થઈ ને એવા સમાજ ની રચના કરવાની જરૂરિયાત છે જેમાં આ બે પેઢી સાથે કામ કરે અને આવનારી પેઢી માટે ચક્ષુ બને.
આ બખવા નુ પ્રયોજન ફક્ત એટલું હતુ કે બે પેઢી વચ્ચે નો સેતુબંધ કાયમ રહે કેમકે હું આના થી દઝાયેલો છુ તેથી મે મારી આવનારી પેઢીને માટે ના દરવાજા ખુલ્લા રાખ્યા છે તેમને સમજી ને અપનાવે પ્રેમ ની ગાંઠ થકી નઈ કે જોહુકમી થકી કેમકે બેઉ ને એક બીજા ની જરૂરિયાત છે અને આમ પણ યૂવાની માં પ્રશ્નો વધુ અને અનુભવ ઓછો હોય છે અને ઘડપણ માં વાત ઉલટી થઈ જાય છે.