અરે બધા ને જે કહે એ પણ આપણ ને તો ગમે છે તે વ્યક્તિ.બધા માણસો 100 ટકા સાચા નથી હોતા કેટલાય લોકો ને ગમો અણગમો હશે તેમની સાથે તેમની નીતિ અને કાર્ય સામે પણ હું તો ફોલોઅર છુ તેમના વક્તવ્ય શક્તિ નો, તેમની વિચારસરણી નો અને તેમની વાત ને ડિલિવરી કરવા ની સ્ટાઇલ નો.રાજનીતિ એ કાદવ છે એમાં રમવા માટે કુષ્ણ ની જેમ વરતાઈ જવું પડે કેમકે આ રાજનીતિ છે.
- અને મને ગર્વ છે તેમના પર પણ ના તો હુ મોદીવાદી છુ ના તો મોદી વિરોધી હુ તો તેમના સારા ગુણો ને મારા માં ઉતારવા માગુ છુ.મને મોદીજી ગમે છે તેમના વિચાર ના લીધે તેમની આવતીકાલ ના સમય ને પારખવાની આવડત ના કારણે અને તેમનો નેવર ગીવ અપ નો અભિગમ જ કાફી છે યુવાન ઓ માં ઉન્માદ જન્માવવા.ક્યારેક સમય કાઢીને તેમની લખેલી ચોપડી નુ વાચન કરજો કદાચ તેના પરથી તેમની વિચાર શક્તિ સાથે સહમત થશો.
આ લખવા નો આશય વ્યક્તિપૂજા થી ઉપર ઉઠી ને વિચાર પૂજા નો છે જે આવતી કાલ ના ભારત ને આગળ લઇ આવશે.
જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છા તમને
ચિંતન કણિકા- અવિરત પ્રગતિ કરવામાં જ આપણી ગતિ હોય છે. ચરૈવેતિ….. ચરૈવેતિ….